Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી, VIDEO:જ્યાં માતાજીને પ્રસાદ તૈયાર થાય છે તે સ્થળને જ અપવિત્ર કર્યું, 10 પૂજારી સહિત 11ની હકાલપટી

    12 hours ago

    ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની મહેફિલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે.વાઈરલ વીડિયોમાં બે થી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારુ પીતા જોવા મળી રહ્યા છે. પવિત્ર ભૂમિ પર આ રીતેની મફેફિલનો વીડિયો વાઈરલ થતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી મંદિરના 10 પૂજારી અને એક રસઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પવિત્ર સ્થળને અપવિત્ર કર્યાનો વીડિયો વાઈરલ થતા કાર્યવાહી માતાજીના મંદિરના ભંડારામાં નોનવેજ અને દારુ આરોગતા હોવાનો વીડિયો વાઈરલ થયાનો ​આ ગંભીર મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા, મંદિરની ગરિમા લજવનારા 11 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક લાગણી દુભાવનારા કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. ​સસ્પેન્ડ કરાયેલા પૂજારીઓ અને સ્ટાફની યાદી આ કૌભાંડમાં સંડોવાયેલા જે 11 લોકો સામે ગાજ પડી છે તેમાં મુખ્યત્વે પૂજારી વર્ગનો સમાવેશ થાય છે. 1. કિશોરસિંહ એસ. ચૌહાણ (પૂજારી) 2. તુષારગીરી એમ. ગૌસ્વામી (પૂજારી) 3. પ્રિન્સભાઈ કે. ઠાકર (પૂજારી) 4. ગૌસ્વામી ભરતગીરી ધનગીરી (પૂજારી) 5. ભાર્ગવ કિશોરસિંહ ચૌહાણ (પૂજારી) 6. શૈલેશગીરી એમ. ગૌસ્વામી (પૂજારી) 7. ધવલગીરી બી. ગૌસ્વામી (પૂજારી) 8. કાંતિગીરી એ. અપારનાથી (પૂજારી) 9. દેવગીરી જિમ્મીગીરી ગૌસ્વામી (પૂજારી) 10. વિજયભાઈ એ. ત્રિવેદી (પૂજારી) 11. સમીયા રામ (રસોયા) શુદ્ધિકરણ અને પોલીસ ફરિયાદની તૈયારી ​ઘટના બાદ મામલતદારની દેખરેખ હેઠળ મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયના ભાગને પવિત્ર કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'શુદ્ધિકરણ' કરવામાં આવ્યું છે. એસડીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગિરનાર પર્વત પર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની વારંવાર ફરિયાદો મળી હતી પરંતુ થોડો સમય પહેલા જો અંબાજી મંદિરના ભંડારામાં મટન અને દારૂ પાર્ટી થતો હોવાનો વિડિયો સામે આવ્યો હતો જેને લઈ મંદિર સાથે જોડાયેલા 10 પૂજારીઓ અને એક રસોઈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તમામ લોકોને હંગામી જે સમયે મામલતદાર હેઠળ આ મંદિરની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી તે સમયે આ લોકોની નિમણૂક કરાઈ હતી. હાલ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળના સમયમાં જે તપાસમાં સામે આવશે તેને લઈ કસુર વાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ​ઇતિહાસ અને વિવાદની પૃષ્ઠભૂમિ: તનસુખગીરી બાપુના દેવલોક પામ્યા બાદની સ્થિતિ ​ગિરનાર અંબાજી મંદિરના વિવાદના મૂળ ઘણા ઊંડા છે. વર્ષો સુધી આ મંદિરનું સંચાલન ગાદીપતિ મહંત તનસુખગીરી બાપુ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ તેમના બ્રહ્મલીન થયા બાદ મંદિરના વહીવટ અને વારસાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આંતરિક જૂથવાદ અને ગાદી માટેની ખેંચતાણને જોતા, પરિસ્થિતિ વણસે નહીં તે હેતુથી વહીવટી તંત્રએ મંદિરનો વહીવટ પોતાના હસ્તક લીધો હતો. હાલમાં આ મંદિર સરકારી વહીવટદાર હેઠળ કાર્યરત છે. ​મહંત પદની દાવેદારી પર જોખમ: નાના પીર અને મોટા પીરની મુશ્કેલી વધશે ​તાજેતરમાં જ અંબાજી મંદિરના કાયમી મહંતની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ ઉમેદવારોમાં 'નાના પીર' અને 'મોટા પીર' ના સભ્યોનો પણ સમાવેશ થાય છે. જોકે, આ દારૂ-મટન પાર્ટીના કૌભાંડમાં જે લોકોના નામ ઉછળ્યા છે અથવા જે સ્ટાફની સંડોવણી ખુલી છે, તેના કારણે નાના પીર અને મોટા પીરના જૂથોની દાવેદારી પર મોટું પ્રશ્નાર્થચિહ્ન મુકાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પવિત્રતા જાળવવામાં નિષ્ફળ ગયેલા આ પક્ષોની મહંત પદ માટેની દાવેદારી કાયમી ધોરણે રદ થઈ શકે છે. ​ભક્તોની સુરક્ષા અને નવા પ્રોટોકોલ ​આ ઘટનાએ સિદ્ધ ક્ષેત્ર ગિરનારની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.હાલમાં માતાજીની નિત્ય સેવા માટે બે જૂના પૂજારીઓને યથાવત રાખીને પૂજા વિધિ ચાલુ રાખવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણને કારણે જૂનાગઢના સાધુ-સંતો અને ધર્મપ્રેમી જનતામાં ભારે આક્રોશ છે,અને જવાબદારો સામે કડક જેલવાસની માંગણી ઉઠી રહી છે. મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી જૂનાગઢ સિટી મામલતદાર એ.કે. બારૈયાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અંબાજી મંદિર પરિસરમાં માંસ અને મદિરાની પાર્ટી થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાને લઈ જૂનાગઢ કલેક્ટર અને પ્રાંત અધિકારીની સૂચના મુજબ તાત્કાલિક અંબાજી મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. મીડિયામાં પ્રસિદ્ધ થયેલા વાયરલ વીડિયોના આધારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ અપવિત્ર ઘટનામાં જે લોકોની સંડોવણી જોવા મળી છે, તેવા તમામ ઈસમોને મંદિર પરિસરમાંથી તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે અને તેમના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનામાં કુલ 11 લોકો સામે પગલાં લેવાયા છે, જેમાં 10 પૂજારીઓ અને 1 રસોઈયાનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા જ્યારે અંબાજી મંદિરનો વહીવટ સંભાળવામાં આવ્યો હતો, ત્યારે વ્યવસ્થા જાળવવા માટે હંગામી ધોરણે 11 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ તમામ લોકો સરકારી તંત્ર પાસેથી પગાર મેળવતા હોવા છતાં આ અશોભનીય પ્રવૃત્તિમાં સંડોવાયેલા માલૂમ પડ્યા છે. હાલમાં આ તમામની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પૂજા-અર્ચના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને નવા હંગામી પૂજારીની નિમણૂક કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના પુરાવાઓને આધારે સરકારના નિયમો મુજબ આ તમામ કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ગતિમાં છે. આ ઘટના માટે જવાબદારો સામે FIR કરવામાં આવે- દુષ્યંતગીરી અપારનાથી ભીડભંજન મહાદેવ અંબાજી મંદિરમાં વર્ષોથી પૂજા-આરતીની પરંપરા જાળવતા ધનસુખગીરી બાપુના પરિવારના સભ્ય દુષ્યંતગીરી અપારનાથીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ વિડિયોમાં તેમના પરિવારનો કોઈ સભ્ય કે નિલકંઠ મહાદેવ અથવા ભીડભંજન મહાદેવ મંદિરના કોઈ પૂજારી સામેલ નથી. વીડિયોની સત્યતા તપાસતા એવું જણાય છે કે તેમાં દેખાતા લોકો નાના છોકરાઓ છે અને આ ઘટના દિવાળીના સમયની હોઈ શકે છે, કારણ કે વીડિયોમાં ફટાકડાના અવાજો સ્પષ્ટપણે સાંભળવા મળી રહ્યા છે. ​આ અયોગ્ય કૃત્યને ગંભીરતાથી લઈને મંદિરમાં ફરજ બજાવતા કુલ 12 કર્મચારીઓ સામે કડક પગલાં ભરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 10 પૂજારી, 1 સફાઈ કામદાર અને 1 ભંડારીનો સમાવેશ થાય છે. આ સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓની યાદીમાં વિજય ત્રિવેદી અને કિશોરગીરીના નામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દુષ્યંતગીરીએ સરકાર, પ્રાંત અધિકારી, કલેક્ટર અને મામલતદારને નમ્ર અપીલ કરી છે કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે તત્કાલ FIR દાખલ કરી કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે અને દોષિતો પર આજીવન ગિરનાર આવવા પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભારત માટે સારા-સમાચાર, ઈરાનની જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી:ફારસની ખાડીમાં અમેરિકી જહાજ પર હુમલો, એક ભારતીયનું મોત
    Next Article
    આદિવાસી હકો, શ્રમિકોના વેતન અને વિદ્યાર્થીઓના મુદ્દે વિપક્ષ આકરા પાણીએ:જયંતી રાઢવાએ કહ્યું-કોંગ્રેસ સરકાર સમયે સ્કૂલો નહોંતી; તો આદિવાસી નેતા અમરસિંહ એન્જિનિયર કેવી રીતે બન્યા?: કિરીટ પટેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment