Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિવાસી હકો, શ્રમિકોના વેતન અને વિદ્યાર્થીઓના મુદ્દે વિપક્ષ આકરા પાણીએ:જયંતી રાઢવાએ કહ્યું-કોંગ્રેસ સરકાર સમયે સ્કૂલો નહોંતી; તો આદિવાસી નેતા અમરસિંહ એન્જિનિયર કેવી રીતે બન્યા?: કિરીટ પટેલ

    11 hours ago

    ગુજરાત વિધાનસભામાં શ્રમ અને કૌશલ વિકાસ વિભાગ તેમજ આદિવાસી વિકાસ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આદિવાસી હકો, શ્રમિકોના પ્રશ્નો, આંગણવાડી-આશા વર્કર બહેનોના વેતન તેમજ વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓ મુદ્દે સરકાર સામે રજૂઆત કરવામાં આવી હતી. ખોટા આદિવાસીઓને બહાર કાઢવા કાંતિ ખરાડીની માગ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આદિવાસી વિભાગની માંગણીઓ પર બોલતાં કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, વન અધિકાર યોજના હેઠળ ઘણા આદિવાસીઓને હજુ સુધી સનદ આપવામાં આવી નથી, તેથી નિયમ અનુસાર સનદો મંજૂર કરીને આપવી જોઈએ. સાથે જ ખોટા આદિવાસીઓને બહાર કાઢીને સાચા આદિવાસીની ખરાઈ કરવાની પણ માગ કરી હતી. ઉપરાંત આંગણવાડી બહેનોને યોગ્ય વેતન આપવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી. મેવાણીએ કુપોષિત બાળકો- આંગણવાડી બહેનોનો મુદ્દો ઉઠાવ્યો કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શ્રમ અને કૌશલ વિકાસ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલમાં મહાજન પરંપરા ગાયબ થઈ ગઈ છે. 150થી વધુ બેઠકો ધરાવતી સરકાર હોવા છતાં આજે પણ 100માંથી 40 બાળકો કુપોષિત છે અને તેમાં મોટા ભાગે આદિવાસી બાળકો છે. વધુમાં મેવાણીએ ઉમેર્યું કે, એમએલએ ક્વાર્ટરમાં કામ કરતા શ્રમિકોએ ફરિયાદ કરી છે કે જો તેઓના વિશે ધારાસભ્ય ફરિયાદ કરશે કે તેમનું કામ યોગ્ય નથી તો કંઈપણ સાંભળ્યા વગર તેમને કાઢી મૂકવામાં આવશે. દરેક કચેરીમાં લઘુતમ વેતન સુનિશ્ચિત કરવા મેવાણીની માગ મેવાણીએ રાજ્યની આંગણવાડી અને આશા વર્કર બહેનોની રજૂઆતો સ્વીકારી તેમને યોગ્ય વેતન આપવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શેરડીના કામદારોને હજુ સુધી 87 કરોડ રૂપિયાનું ચુકવણું બાકી છે અને ઘણા સ્થળોએ આજેય લઘુતમ વેતન મળતું નથી. દરેક કચેરીમાં લઘુતમ વેતન સુનિશ્ચિત કરવું જોઈએ તેવી માગ પણ તેમણે કરી હતી. આ ઉપરાંત ફોર્ડ કંપનીના 140 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને તેમને ટાટા કંપનીમાં સમાવી લેવાની વાત થઈ હતી, પરંતુ હજુ સુધી તે પ્રક્રિયા પૂર્ણ થઈ નથી તે મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. કોલેજો દ્વારા લેવાતા જાતિના પ્રમાણપત્ર મુદ્દે અનંત પટેલની ચર્ચા શ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓ પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલએ પણ અનેક મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વિસનગરની એક કોલેજમાં વિદ્યાર્થી સાથે અન્યાય થયો હતો અને તપાસમાં ખ્યાલ આવ્યો કે કોલેજને સમયસર શિષ્યવૃત્તિ મળી નહોતી. તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક કોલેજો આદિવાસી વિદ્યાર્થીઓના ઓરિજિનલ પ્રમાણપત્રો પરત આપતા નથી અને ત્રણ વર્ષની ફી ભર્યા બાદ જ પ્રમાણપત્ર આપવાની શરત મૂકે છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો અન્યાય છે. ગ્રામ પંચાયતની મંજૂરી વગર જમીન સંપાદન થતાની રજૂઆત અનંત પટેલે વધુમાં જણાવ્યું કે વર્ગ-3ની ભરતીમાં 157 આદિવાસી વિદ્યાર્થીઓને 40 ટકા કટ ઓફને કારણે નોકરી મળી નથી. ઉપરાંત 17 જાન્યુઆરી, 2017ના રોજ ગુજરાતમાં પેસા એક્ટ લાગુ થયો હોવા છતાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર જમીન સંપાદન માટે એજન્સીઓ આવી જાય છે. તેથી પેસા એક્ટનું કડક પાલન થાય તે માટે કાયદો વધુ મજબૂત બનાવવાની જરૂર હોવાનું તેમણે કહ્યું. મોબાઇલ ટાવર માટે ગામોમાં ભાડું આપવામાં આવે છે, પરંતુ ખૂબ ઓછું ભાડું આપવામાં આવતું હોવાની પણ રજૂઆત કરી હતી. રાજ્યમાં ઉત્તર બુનિયાદી શાળાઓ 10 અને ઉચ્ચતર બુનિયાદી શાળાઓ 36 હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, આ શાળાઓમાં સ્ટાફ 24 કલાક સેવા આપે છે, છતાં તેમને માત્ર 30 રૂપિયા જેટલું વધારાનું વેતન આપવામાં આવે છે, જે અન્યાય સમાન છે. કોંગ્રેસ સમયે સ્કૂલ ન હોવાની વાત પર કિરીટ પટેલનો સણસણતો જવાબ ચર્ચા દરમિયાન એક રસપ્રદ ઘટના પણ બની હતી. ભાજપના ધારાસભ્ય જયંતી રાઠવા કોંગ્રેસ સરકારના સમયમાં શાળાઓ નહોતી એવું કહી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલએ ટોકાટોકી કરતા કહ્યું કે, જો શાળાઓ નહોતી તો આદિવાસી નેતા અમરસિંહ ચૌધરી એન્જિનિયર કેવી રીતે બન્યા? આ પ્રશ્ન પર રાઠવા કોઈ જવાબ આપી શક્યા નહોતા. આ ઉપરાંત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી બોલતા હતા, ત્યારે અધ્યક્ષે તેમને મૌલિક રીતે બોલવાની ટકોર કરેલ તે સૂચનાને અનુસરતા હતા પણ બોલવાનું ભૂલી જતા ક્ષોભમાં મુકાયા અને વિચારીને ફરી પોતાની રજૂઆત શરૂ કરી હતી. વિધાનસભાની આ ચર્ચામાં આદિવાસી હકો, શ્રમિકોના પ્રશ્નો અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી, VIDEO:જ્યાં માતાજીને પ્રસાદ તૈયાર થાય છે તે સ્થળને જ અપવિત્ર કર્યું, 10 પૂજારી સહિત 11ની હકાલપટી
    Next Article
    જામનગરમાં ગેરકાયદેસર 4 દુકાનો તોડી પડાઈ:મનપાની એસ્ટેટ શાખાએ પાંચહાટડી વિસ્તારમાં કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment