Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટ જેવી નકલી વેબસાઇટ બનાવી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ!:નકલી વોરંટ-આદેશો બતાવી કરોડો પડાવ્યા, ‘ઓપરેશન ચક્ર-VI’ હેઠળ ગુજરાત સહિત 16 રાજ્યોમાં દરોડા; બેની ધરપકડ

    3 days ago

    દેશમાં નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવીને કરોડો રૂપિયા પડાવતા ‘ડિજિટલ ધરપકડ’ (Digital Arrest) કૌભાંડોના આકાઓ પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અત્યાર સુધીની સૌથી મોટી કાર્રવાઈ હાથ ધરી છે. CBIએ ‘ઓપરેશન ચક્ર-VI’ (Operation Chakra-VI) હેઠળ સાયબર ક્રાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નેસ્તનાબૂદ કરવા માટે દેશના 16 રાજ્યોમાં એકસાથે 80થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા છે. આ મેગા ઓપરેશન માટે સીબીઆઈ દ્વારા 60 ખાસ ટીમોની રચના કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના પણ વિવિધ લોકેશન્સનો સમાવેશ થાય છે. સુપ્રિમ કોર્ટની આબેહૂબ નકલી વેબસાઇટ બનાવી આચરાતું હતું ફ્રોડ CBIની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે સાયબર ઠગોએ પીડિતોને સંપૂર્ણપણે ડરાવી દેવા માટે ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ જેવી જ દેખાતી એક નકલી વેબસાઇટ અને ડોમેન (URL) તૈયાર કર્યું હતું. આ નકલી વેબસાઇટ પર કોર્ટ અને વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા જારી કરાયેલા નકલી આદેશો, ધરપકડ વોરંટ અને બનાવટી કાનૂની દસ્તાવેજો અપલોડ કરવામાં આવતા હતા, જેથી સામાન્ય નાગરિકો તેને સાચું માનીને ગભરાઈ જાય. ભારતની સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાંથી મળેલી સત્તાવાર ફરિયાદના આધારે CBI એ ગુનો (FIR) નોંધીને આ આંતરરાષ્ટ્રીય તપાસનો ગાળિયો કસ્યો હતો. મ્યુલ બેંક એકાઉન્ટ્સ ચલાવતા બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ ડિજિટલ ધરપકડના 200થી વધુ કેસોમાં સંડોવાયેલા આ ઓપરેશનલ નેટવર્કને તોડી પાડવા માટે સીબીઆઈએ લક્ષિત દરોડા દરમિયાન બે મુખ્ય સાયબર ગુનેગારોને દબોચી લીધા છે: આ બંને શખ્સો શેલ કંપનીઓ ઊભી કરીને કથિત રીતે નકલી અને મ્યુલ બેંક ખાતાઓ (બીજા માસૂમ લોકોના નામે ખોલાવેલા ખાતા) ઓપરેટ કરતા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ખાતાઓનો ઉપયોગ ઓનલાઇન છેતરપિંડીના ગુનામાંથી મેળવેલી આશરે 2 કરોડની શંકાસ્પદ રકમનું લોન્ડરિંગ (હેરાફેરી) કરવા માટે કરવામાં આવતો હતો. દેશના 16 રાજ્યોમાં સર્જાયો ફફડાટ, અસંખ્ય પુરાવા જપ્ત સીબીઆઈની આ રેડમાં ગુજરાત, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર, કર્ણાટક અને ઓડિશા સહિતના 16 રાજ્યોના શંકાસ્પદ લોકેશન્સને વણી લેવાયા હતા. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ટેકનિકલ સાધનો, મોબાઈલ ફોન, અસંખ્ય ગુનાહિત દસ્તાવેજો અને બેંક વ્યવહારોને લગતા ડિજિટલ રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે, જેની અત્યારે સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. વિદેશી નાગરિકો પણ બન્યા ભોગ, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ એલર્ટ અદ્યતન ફોરેન્સિક સાધનો અને આધુનિક તકનીકી કુશળતાના વિશ્લેષણ પરથી CBI ને એવા પણ મજબૂત પુરાવા મળ્યા છે કે, આ નેટવર્ક માત્ર ભારત પૂરતું સીમિત નથી. ભારતીય નાગરિકો ઉપરાંત વિશ્વના અન્ય ઘણા દેશોના નાગરિકો પણ આ જ ડિજિટલ અરેસ્ટ નેટવર્ક દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય ચેનલો દ્વારા સંબંધિત વિદેશી કાયદા અમલીકરણ એજન્સીઓને પણ આ ગેંગ અને તેમની મોડસ ઓપરેન્ડી વિશે એલર્ટ કરી દેવામાં આવી છે. CBIના પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ કેસમાં હજુ પણ વ્યાપક તપાસ ચાલુ છે. એજન્સી દેશના સાયબર સ્પેસને સંપૂર્ણ સુરક્ષિત કરવા, ગુનેગારોના આંતરરાષ્ટ્રીય માળખાને તોડી પાડવા અને સાયબર છેતરપિંડીના ભોગ બનેલા તમામ પીડિતોને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં આહિર વૃદ્ધની હત્યાનો કેસ:મુખ્ય આરોપી સાગર વસરા ઝડપાયો, હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે ધરપકડ કરી
    Next Article
    Shah Rukh Khan returns to Mangalore, where he spent first 5 years of his life: ‘Namaskara’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment