Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી:મસ્તરામ મંદિરથી પ્રસ્થાન થયું, VHP-બજરંગ દળ સહિત અનેક સંસ્થાઓ જોડાઈ, હજારો લોકો ઉમટ્યા

    1 day ago

    બોટાદ શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિત અનેક સંસ્થાઓ આ ઉજવણીમાં જોડાઈ હતી. મસ્તરામ મંદિરથી એક વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા શહેરના દેના બેંક રોડ, બરવાળીયા ચોક થઈ પાંજરાપોળ રોડથી પસાર થઈ હતી. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. બોટાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતની અનેક સંસ્થાઓ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વે આ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. લોકોને સંદેશ આપતા અનેક ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ફ્લોટમાં અયોધ્યા મંદિર, મહાકાળી ધામ દ્વારા કાનૂની સંદેશ, બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની મૂર્તિનો ફ્લોટ, ટીમ્બલી આદિવાસી નૃત્ય, ટેટીબિયર, સ્કેટિંગ કરતા વિદ્યાર્થીઓનું ગ્રુપ, હનુમાનજીની વેશભૂષા અને કૃષ્ણના પરિવેશમાં બાલકૃષ્ણ જેવી અનેક ઝાંખીઓ જોવા મળી હતી. આ શોભાયાત્રામાં શહેરના હજારો લોકો જોડાયા હતા. અનેક જગ્યાઓ પર શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર મનપાએ ભાંગરો વાટ્યો:અન્ય જિલ્લાના મેળાના વીડિયો શેર કરી PMC વાહવાહી લૂંટવા જતાં ભરાઈ , પોસ્ટ સામે વાંધા ઉઠાવતાં ડિલિટ કર્યા
    Next Article
    કઠોરમાં ખેતરના શેઢા પરથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો:દવા છાંટતા મજૂરે માખીઓ બણબણતી જોઈ તપાસ કરતા કપડામાં વીંટાળેલું શિશુ મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment