Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મનપાએ ભાંગરો વાટ્યો:અન્ય જિલ્લાના મેળાના વીડિયો શેર કરી PMC વાહવાહી લૂંટવા જતાં ભરાઈ , પોસ્ટ સામે વાંધા ઉઠાવતાં ડિલિટ કર્યા

    1 day ago

    પોરબંદર જન્માષ્ટમી મેળાને લઈને પોરબંદર મહાનગરપાલિકાની સોશિયલ મીડિયા કામગીરી સામે સવાલો ઉભા થયા છે. મહાનગરપાલિકાના Instagram અને X એકાઉન્ટ પર અન્ય જિલ્લાના મેળાનો ડ્રોન વીડિયો પોરબંદરના મેળાનો કહીને શેર કરવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે મેળાની લાઈટિંગ વ્યવસ્થાને લઈને ચર્ચા થયા બાદ લોકોમાં વાહવાહી મેળવવા માટે આ વીડિયોનો ઉપયોગ કરાયો હતો. આ વીડિયો પોરબંદર જન્માષ્ટમી મેળાના દૃશ્યો તરીકે રજૂ કરાતા લોકોમાં ગેરસમજ ઉભી થઈ શકે છે. અન્ય સ્થળનો વીડિયો શેર કરીને પોરબંદર મેળાની ખોટી વાહવાહી કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો છે. આ કારણે PMCની સોશિયલ મીડિયા ટીમની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો આ વીડિયો ખરેખર અન્ય જિલ્લાના મેળાનો હોય, તો સરકારી સંસ્થાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આવો વીડિયો શા માટે શેર કરવામાં આવ્યો? તે અંગે PMCએ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે. આ મામલે પોરબંદર મહાનગરપાલિકાના પી.આર.ઓએ પોતાની ભૂલ સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી:મસ્તરામ મંદિરમાં ભક્તો ઉમટ્યા, રાસ ગરબાનું આયોજન
    Next Article
    બોટાદમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી:મસ્તરામ મંદિરથી પ્રસ્થાન થયું, VHP-બજરંગ દળ સહિત અનેક સંસ્થાઓ જોડાઈ, હજારો લોકો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment