Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન હવે ‘મેઇડ ઇન ઇન્ડિયા’ તરફ!:ટેસ્ટિંગ-મેન્ટેનન્સ કામગીરી સ્વદેશી કંપની કરશે, સુરતમાં VGRC 2026 સંમેલન સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશનને નવી દિશા

    7 hours ago

    ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝનને વધુ મજબૂતી આપતા હાઈસ્પીડ રેલ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પહેલ શરૂ થઈ છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બની રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હવે ટ્રેનનું ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ જેવી કામગીરી સ્વદેશી કંપની દ્વારા કરવામાં આવશે. આ પગલું ભારતને ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. 1 અને 2 મે દરમિયાન સુરતની ઓરો યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાત, રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને ટેક્નોલોજી ક્ષેત્રે રોકાણની નવી તકો ઊભી કરશે. ઉદ્યોગકારો, નીતિનિર્માતાઓ અને નિષ્ણાતો વચ્ચે સંવાદથી વિકાસના નવા માર્ગો ખુલવાની શક્યતા છે. BEMLને સિંગલ ટેન્ડર, સ્વદેશી ટ્રેન બનાવવાની જવાબદારી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ રક્ષા મંત્રાલય હેઠળની કંપની BEML લિમિટેડને સિંગલ ટેન્ડર આપવામાં આવ્યું છે. આ ટેન્ડર હેઠળ BEML ટ્રેનની સંપૂર્ણ પ્રક્રિયા—ડિઝાઇનથી લઈને કમિશનિંગ અને લાંબા ગાળાના મેન્ટેનન્સ સુધી—સંભાળશે. આ નિર્ણયથી દેશની ઇજનેરી ક્ષમતા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન મળશે. 508 કિમીનો કોરિડોર, 12 સ્ટેશનો સાથે જોડાશે બે મહાનગર અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 508 કિલોમીટરનો કોરિડોર તૈયાર થઈ રહ્યો છે. જેમાંથી 352 કિમી ગુજરાત અને દાદરા-નગર હવેલીમાં અને 156 કિમી મહારાષ્ટ્રમાં આવશે. આ રૂટમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને મુંબઈ સહિત કુલ 12 સ્ટેશનોનો સમાવેશ થાય છે. દેશભરમાં 7 નવા હાઇ સ્પીડ કોરિડોરની જાહેરાત કેન્દ્રીય બજેટ 2026-27માં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશભરમાં 7 નવા હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. જેમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી રૂટનો સમાવેશ થાય છે.આ પ્રોજેક્ટો અમલમાં આવ્યા બાદ દેશના વિવિધ વિસ્તારો વચ્ચે ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણમિત્ર મુસાફરી સુલભ બનશે, જેનાથી આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
    Click here to Read More
    Previous Article
    પ્રાથમિક શાળાઓમાં 35 દિવસના વેકેશનની જાહેરાત:4 મેં થી 7 જૂન સુધી વેકેશન રહેશે, 8 જૂનથી નવા સત્રની શરૂઆત થશે
    Next Article
    ‘Could be the first 20-year contract’: Jos Buttler, Stuart Broad hail Vaibhav Sooryavanshi’s rise

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment