Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાથમિક શાળાઓમાં 35 દિવસના વેકેશનની જાહેરાત:4 મેં થી 7 જૂન સુધી વેકેશન રહેશે, 8 જૂનથી નવા સત્રની શરૂઆત થશે

    9 hours ago

    રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન અંગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં તા. 04/05/2026 થી તા. 07/06/2026 સુધી કુલ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 8 જૂનથી નવા સત્રની શરૂઆત થશે પરિપત્ર મુજબ, તા. 08/06/2026થી શાળાઓ ફરી શરૂ થશે. આ નિર્ણય રાજ્યના તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં સમાનતા જળવાઈ રહે તે હેતુથી લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને વેકેશનના આ સમયપત્રકનો કડક અમલ કરાવવા સૂચના આપવામાં આવી છે. પ્રાથમિક-માધ્યમિક શાળામાં વેકેશનની તારીખ સરખી રાખવામાં આવી સરકારે વધુમાં જણાવ્યું છે કે પ્રાથમિક અને માધ્યમિક બંને પ્રકારની શાળાઓ માટે વેકેશનની તારીખો એકસરખી રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આયોજનમાં સરળતા રહે. સાથે જ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં પણ આ નિયમ લાગુ પડશે. પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શૈક્ષણિક વર્ષ 2026 માટે D.El.Ed. પ્રવેશ પ્રક્રિયા અને અન્ય શૈક્ષણિક કામગીરીને ધ્યાનમાં રાખીને જરૂરી હોય તો સંબંધિત સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે અલગથી નિર્ણય લઈ શકશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઉનાળાની ગરમી દરમિયાન રાહત મળશે અને તેઓને આરામ તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે પૂરતો સમય મળશે.
    Click here to Read More
    Previous Article
    'એક દિવસ હું મરી જઈશ, ભાઈ મને કાંધ આપશે..':લુધિયાણાના યુવકે રીલ બનાવી ને થોડીવારમાં કાર 200 ફૂટ ઊંડી ખીણમાં પડી; હિમાચલના CCTV સામે આવ્યા
    Next Article
    અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન હવે ‘મેઇડ ઇન ઇન્ડિયા’ તરફ!:ટેસ્ટિંગ-મેન્ટેનન્સ કામગીરી સ્વદેશી કંપની કરશે, સુરતમાં VGRC 2026 સંમેલન સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશનને નવી દિશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment