Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા ખાતે VCE મંડળની બેઠક યોજાઈ:લઘુત્તમ વેતન અને બાકી કમિશન મુદ્દે આંદોલનની ચીમકી

    20 hours ago

    મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે આજે મહેસાણા તાલુકાના તમામ VCEની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. VCE મંડળના પ્રમુખ ઝાલા નાગજીભાઈ જોરૂજીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગ્રામ્ય સ્તરે કાર્યરત VCE કર્મચારીઓની વિવિધ પડતર સમસ્યાઓ અને માંગણીઓ અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ​અધિકારીઓ અને સરકાર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતા VCE મંડળના પ્રમુખ ઝાલા નાગજીભાઈએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત સ્તરે સરકારની તમામ ડિજિટલ અને જનકલ્યાણકારી સેવાઓ પહોંચાડવાનું મહત્વનું કામ VCE દ્વારા કરવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રે દિવસ-રાત જોયા વગર તમામ સરકારી કામકાજ છતાં VCE કર્મચારીઓને અત્યાર સુધી કોઈ ચોક્કસ કે લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી. સરકાર દ્વારા અન્ય સ્થળોએ લઘુત્તમ વેતન ચૂકવવાની જોગવાઈ હોવા છતાં, વીસીઇ કર્મચારીઓ આ સુવિધાથી વંચિત છે. ​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વીસીઇ દ્વારા કરવામાં આવેલા સરકારી કામકાજનું કમિશન પણ લાંબા સમયથી બાકી બોલે છે. હાલમાં જે કમિશન મળે છે તે અત્યંત નજીવું એટલે કે માત્ર 20 રૂપિયા જેટલું છે. આટલા ઓછા કમિશનમાં વર્તમાન મોંઘવારીના જમાનામાં વીસીઇ કર્મચારીઓ માટે પરિવારનું ભરણપોષણ કરવું અને આર્થિક સ્થિતિ સુધારવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. ​પોતાના આગામી કાર્યક્રમો વિશે માહિતી આપતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય મંડળ દ્વારા ગાંધીનગર ખાતે સરકારમાં અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને હાલ પણ રજૂઆતની પ્રક્રિયા ચાલુ છે. પરંતુ જો સરકાર દ્વારા તેમની આ ન્યાયી માંગણીઓ સત્વરે સાંભળવામાં નહીં આવે, તો રાજ્યભરના તમામ વીસીઇ મંડળો એકજૂથ થઈને દિલ્હીના જંતર-મંતર ખાતે અહિંસક આંદોલન કરશે, જેના માટેની જરૂરી પરમિશન મેળવવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં કોંગ્રેસની ‘GEN Z અને કિસાન અધિકાર યાત્રા’:યુવાનો અને ખેડૂતોના અધિકારો માટે અબ્રામાથી ઘડોઈ ફાટક સુધી રેલી નીકળી
    Next Article
    કેશોદની રણછોડ ઓઈલ મિલના 3 ભાગીદારો સામે વિશ્વાસઘાતનો ગુનો:મગફળી-સીંગદાણા ખરીદી નાણાં ચૂકવ્યા નહીં; 12.92 લાખની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment