Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તાની છૂટા હાથે લ્હાણી:5-5 લાખ પગાર આપ્યા, પતિના સાથી કર્મીને 6 ગણી સેલેરી ચૂકવી; યુનિ.ને 10.93 કરોડના નુકસાનનો ABVPનો આક્ષેપ

    14 hours ago

    ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો ABVP દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા અને તેમના પતિ સાથે કામ કરતા કર્મચારીઓને નોકરી પર રાખી અગાઉ કરતા 5થી 6 ગણો પગાર ચૂકવ્યો છે. નીરજા ગુપ્તાએ તેમની 3 વર્ષની ટર્મ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના 10.93 કરોડ રૂપિયા વધારાના પગાર ખર્ચમાં વાપર્યા છે. આ ફરિયાદને લઈને યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી છે. 5થી 6 ગણા પગાર વધારા સાથે નવા કર્મચારીઓની નિમણૂક નીરજા ગુપ્તાએ 1 જુલાઈ 2023ના રોજ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો અને 30 જૂન 2026ના રોજ તેમની ટર્મ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન તેમણે યુનિવર્સિટીની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાની ABVPએ ફરિયાદ કરી છે. જેના મુજબ અગાઉ જે કર્મચારીઓના પગાર હતા તેના કરતા 5થી 6 ગણા પગાર વધારા સાથે બહારથી કર્મચારીઓ લાવીને નિમણૂક કરવામાં આવી હતી. આ તમામ કર્મચારીઓને લાખો રૂપિયાના પગાર આપવામાં આવ્યા હતા. સત્તાનો દુરુપયોગ કરી ઓળખીતાઓની નિમણૂકો કરી ABVPએ આક્ષેપ કર્યો છે કે, પવન પંડિત યુનિવર્સિટીના કર્મચારી ન હોવા છતાં સીધા જ ડાયરેક્ટર બનાવી દેવાયા છે. પવન પંડિત પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના Ph.Dના વિદ્યાર્થી હોવાને કારણે સત્તાનો દુરુપયોગ કરી તેમની નિમણૂક કરી છે. ચંદ્રશેખર ઝા અને દિનેશકુમાર જેઓ નીરજા ગુપ્તાના પતિ અરૂણકુમાર સાથે ONCGમાં હતા. નિવૃત્તિ બાદ નીરજા ગુપ્તા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી છે. UGCના નિયમો વિરૂદ્ધ 5 લાખના પગારે નિમણૂક સરકારની મંજૂરી વિના UGCના નિયમો વિરૂદ્ધ ઓળખીતા લોકોને મહિને 5 લાખના પગારે નોકરી રાખવામાં આવ્યા છે. IKS વિભાગમાં પણ ઉત્તર પ્રદેશના કેટલાક લોકોની નિમણૂક કરવામાં આવી છે. નીરજા ગુપ્તાએ બેફામ કરેલી નિમણૂકના કારણે યુનિવર્સિટીને છેલ્લા 3 વર્ષમાં 10.93 કરોડનું આર્થિક ભારણ સહન કરવું પડ્યું છે. ABVPના નેતા ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે, અમે ગુજરાત યુનિવર્સિટીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરી યુનિવર્સિટીને થયેલા નુકસાનની રિકવરી કરવાની માંગ કરવામાં આવી છે. નીરજા ગુપ્તા સામે તપાસ કમિટીની રચના ABVPની ફરિયાદના પગલે નીરજા ગુપ્તા સામે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી રચવામાં આવી છે. આ તપાસ કમિટીમાં સિન્ડિકેટ સભ્ય હિરેન જાદવ, IQAના ડાયરેક્ટર પ્રોફેસર સી.જી. બ્રહ્મભટ્ટ અને સ્કૂલ ઓફ લોના હેડ પ્રોફેસર ભાવેશ ભરાડની નિમણૂક કરાઈ છે. આ કમિટી ફરિયાદની તપાસ કરશે અને જો તેમાં તથ્ય જણાય તો ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ શકે છે અને યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજાર મજબૂત સ્થિતિમાં:તેજી માત્ર થોડા હેવીવેઇટ શેરોમાં નહીં પરંતુ વિવિધ સેક્ટરમાં વ્યાપક રીતે જોવા મળી
    Next Article
    1208 કરોડની આવક ઊભી કરાશે:સોલા, જગતપુર અને રાણીપ સહિતના વિસ્તારના 16 પ્લોટ વેચાણ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment