Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1208 કરોડની આવક ઊભી કરાશે:સોલા, જગતપુર અને રાણીપ સહિતના વિસ્તારના 16 પ્લોટ વેચાણ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી

    15 hours ago

    શહેરીજનોને માળખાકીય સુવિધા પૂરી પાડવા માટે અને વિકાસના કાર્યોને આગળ વધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો કરવા માટે રહેણાંક અને કોમર્શિયલ હેતુના પ્લોટોનું વેચાણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને રિઝર્વેશનના મળેલા 16 પ્લોટનું વેચાણ કરવા અંગેની દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવનાર છે. આ પ્લોટના વેચાણથી 1208 કરોડ રૂપિયાની કોર્પોરેશનને આવક થશે જે નાથી શહેરીજનોને પ્રાથમિક સુવિધાના કામો સહિતના વિવિધ કામો પાછળ ખર્ચ કરવામાં આવશે. કોર્પોરેશનના કુલ 20 પ્લોટોનું વેલ્યુએશન ચર્ચા-વિચારણા માટે મૂકાયું મળતી માહિતી મુજબ 12 જૂનના રોજ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા રચાયેલી પ્રાઇસ ફિક્સિંગ કમિટીની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કોર્પોરેશનના કુલ 20 પ્લોટોનું વેલ્યુએશન ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવ્યું હતું. જે પૈકી કમિટી દ્વારા 16 પ્લોટોની તળિયાની કિંમતો આખરી કરીને મંજૂર કરવામાં આવી હતી, જ્યારે બાકીના 4 પ્લોટોનું વેલ્યુએશન હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોર્પોરેશનની તિજોરીમાં 296 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થવાનો અંદાજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચાણ માટે મુકાયેલા પ્લોટો શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આંબલી, ગોતા, સોલા, જગતપુર, થલતેજ અને રાણીપ જેવા વિકસિત અને પોશ વિસ્તારોમાં આવેલા છે. આ ઉપરાંત, ઉત્તર ઝોનમાં આવેલા હંસપુરા વિસ્તારના એક અત્યંત મહત્વના પ્લોટનો પણ છે. આ તમામ પ્લોટો પૈકી સૌથી મોટો પ્લોટ ટીપી 109 (મુઠિયા-હંસપુરા-બિલાસિયા)નો પ્લોટ નંબર 96 છે. રહેણાંક (સેલ ફોર રેસિડેન્સ) હેતુ માટેના 41,843 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા આ વિશાળ પ્લોટની તળિયાની કિંમત (ઓફસેટ પ્રાઇસ) પ્રતિ ચોરસ મીટર રૂ. 71,000 નક્કી કરવામાં આવી છે. માત્ર આ એક જ પ્લોટના વેચાણથી કોર્પોરેશનની તિજોરીમાં 296 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થવાનો અંદાજ છે. જુદા-જુદા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થતા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ હેતુના પ્લોટોનું વેચાણ કરીને મેળવેલી રકમનો ઉપયોગ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે કરાશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ આ ભંડોળમાંથી શહેરીજનો માટે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સ્ટોર્મ વોટર (વરસાદી પાણી) લાઇન, સુંદર બાગ-બગીચા, જાહેર લાઇબ્રેરી, સિવિક સેન્ટર અને ફાયર સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. ટીપી 56ના પ્લોટના પ્રતિ ચો.મી.ની કિંમત સૌથી વધુ 2.10 લાખ રખાઈ અમદાવાદ AMC ટી.પી. સ્કીમ પ્લોટની વિગતો
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તાની છૂટા હાથે લ્હાણી:5-5 લાખ પગાર આપ્યા, પતિના સાથી કર્મીને 6 ગણી સેલેરી ચૂકવી; યુનિ.ને 10.93 કરોડના નુકસાનનો ABVPનો આક્ષેપ
    Next Article
    ‘Police have no business being nosy parkers, should investigate crimes, not marriages’: Allahabad HC

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment