Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UV Club Amdavad દ્વારા રાજપથ ક્લબમાં મિટિંગ:શરદ પૂર્ણિમાએ નવરાત્રિ મહોત્સવ કરવાનો સર્વાનુમતે નિર્ણય

    15 hours ago

    "મનોરંજનથી એકતા અને એકતાથી સમૃદ્ધિ"ના ઉદ્દેશ્ય સાથે કામ કરતા 'UV Club Amdavad' દ્વારા ગત શનિવારે સાંજે અમદાવાદની રાજપથ ક્લબ ખાતે એક મહત્વની મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના આગેવાનો અને ઉમાસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મિટિંગ પહેલા હાજર રહેલા બધાએ 'વાતુ અને વાળું'નો આનંદ લીધો હતો. ત્યારબાદ આખી મિટિંગમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના વિકાસ વિશે ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા સમાજના પરિવારો માટે આગામી શરદ પૂર્ણિમા (૨૫ ઓક્ટોબર, રવિવાર) ના રોજ એક ભવ્ય નવરાત્રિ મહોત્સવ ઉજવવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, દર વર્ષે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સામાજિક કાર્યક્રમો કરવાનું પણ નક્કી કરાયું છે. મિટિંગમાં હાજર રહેલા બધા મિત્રોએ પોતાના સકારાત્મક વિચારો રજૂ કર્યા હતા. આગામી દિવસોમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બધા મિત્રોએ સાથે મળીને સમાજ માટે ઉપયોગી કાર્યો કરવા માટે પ્રતિબદ્ધતા બતાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોવામાં 'હિંદી કાશ્મીરી સંગમ'નો 10મો એવોર્ડ સમારોહ યોજાયો:રાજ્યપાલના હસ્તે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રની 14 હસ્તીઓનું સન્માન કરાયું
    Next Article
    ગાંધીનગર કોલેજમાં 'ફૂડ એન્ડ ન્યુટ્રિશન' પર વ્યાખ્યાન યોજાયું:વિકાસ સપ્તાહ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment