Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલેશિયા એલોવેરાના નામે મોકલાયો કેમિકલ પાવડર કૌભાંડ:USDT બાદ મહિધરપુરાની આંગડિયા પેઢીમાં લાખોનું ટ્રાન્ઝેક્શન, ATS અમદાવાદે ત્રણ મુખ્ય આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા

    10 hours ago

    સુરત અને મલેશિયા વચ્ચે ચાલી રહેલા એક મોટા એક્સપોર્ટ કૌભાંડનો પર્દાફાશ ATS દ્વારા કરાયો છે. એલોવેરા પાવડરના નામે પ્રતિબંધિત કેમિકલ પાવડર (એટોમિડેટ) મલેશિયા મોકલીને તેના પૈસા ક્રિપ્ટોકરન્સી મારફતે સુરતની આંગડિયા પેઢીમાં મંગાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કેસમાં ATS અમદાવાદે ત્રણ મુખ્ય આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 90 લાખનું મિસલેબલિંગ કૌભાંડ આરોપીઓ નિકુંજ ગઢીયા, ચેતન વાવડિયા અને ભૌતિક પદમાણીએ ભેગા મળીને મોટું ષડયંત્ર રચ્યું હતું. નિકુંજે પોતાની કંપની 'ન્યુટ્રલ ફાર્મા' નામે સેન્ચુરી ફાર્મામાંથી 84.200 કિલોગ્રામ 'એટોમીડેટ પાવડર' ખરીદ્યો હતો. આ પાવડરને એલોવેરા પાવડર તરીકે દર્શાવી, ખોટા બિલ બનાવી મુંબઈ એરપોર્ટથી મલેશિયા એક્સપોર્ટ કરવામાં આવ્યો હતો. પેમેન્ટની નવી મોડસ ઓપરેન્ડી સરકારી વકીલ પવન શાહની દલીલોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ મલેશિયા માલ મોકલી તેના બદલામાં પૈસા સીધા બેંકમાં લેવાને બદલે USDT (ક્રિપ્ટોકરન્સી) માં ફેરવતા હતા. આ ડિજિટલ કરન્સીને બાદમાં ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી સુરતના મહિધરપુરાની પી.એમ. આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આંગડિયા સંચાલકનો ઈનકાર અને વિરોધાભાસ જ્યારે ATS દ્વારા મહિધરપુરાની આંગડિયા પેઢીના ફ્રેન્ચાઈઝી ધારકની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે આવા કોઈ પૈસા આવ્યા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આરોપીઓ કહે છે કે, પૈસા આંગડિયામાં આવ્યા છે, જ્યારે સંચાલક ના પાડે છે. આ વિરોધાભાસ દૂર કરવા માટે કોર્ટે આરોપીઓને આંગડિયા સંચાલક સાથે સામસામે બેસાડી પૂછપરછ કરવા રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં મોટો જથ્થો ઝડપાયો તપાસ દરમિયાન મુંબઈની એરાપ્રેક્સ કુરિયર સર્વિસમાંથી 26 કિલોગ્રામ એટોમીડેટ પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે 58.200 કિલોગ્રામ જેટલો જથ્થો મલેશિયા પહોંચાડી દીધો છે. અન્ય આરોપી ચેતન વાવડિયાએ પણ પોતાની 'રૂદ્ર એન્ટરપ્રાઇઝ' નામે હજારો કિલો પાવડરની ખરીદી કરી હોવાના પુરાવા મળ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડની ભગોદ ગ્રામ પંચાયત સભ્યની ધરપકડ:બેંક લોન માટે પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરી ખોટા આધાર-પુરાવા તૈયાર કર્યા, રિમાન્ડ પર
    Next Article
    ગુજરાત વહીવટી તંત્રમાં ફેરફાર:જી. એચ. સોલંકી સુરેન્દ્રનગરના નવા કલેક્ટર બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment