Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની ભગોદ ગ્રામ પંચાયત સભ્યની ધરપકડ:બેંક લોન માટે પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરી ખોટા આધાર-પુરાવા તૈયાર કર્યા, રિમાન્ડ પર

    8 hours ago

    વલસાડ તાલુકાની ભગોદ ગ્રામ પંચાયતના સભ્ય દીપેશ પટેલે બેંક લોન મેળવવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે દીપેશ પટેલની ધરપકડ કરી છે અને તેમને ૨૭મી માર્ચ સુધીના રિમાન્ડ પર લીધા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ભગોદ પંચાયતના સભ્ય દીપેશ પટેલે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરી ખોટા આધાર-પુરાવા તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ તેઓ બેંકમાંથી લોન મેળવવા માટે કરવાના હતા. આ ગેરરીતિની જાણ ગામના સરપંચને થતા તેમણે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિત ફરિયાદ કરી હતી. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી દીપેશ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે દીપેશ પટેલના ૨૭મી માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    Goa beach shack staff ‘attack’ Bengaluru tourists with rods after argument; 2 arrested
    Next Article
    મલેશિયા એલોવેરાના નામે મોકલાયો કેમિકલ પાવડર કૌભાંડ:USDT બાદ મહિધરપુરાની આંગડિયા પેઢીમાં લાખોનું ટ્રાન્ઝેક્શન, ATS અમદાવાદે ત્રણ મુખ્ય આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment