Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:USA-ઇરાન યુદ્ધથી જેટ ફ્યુઅલની વૈશ્વિક અછતથી અમદાવાદથી 13 ફ્લાઇટ બંધ, 17 હજાર સીટ ઘટી

    9 hours ago

    શ્રીમતી હંસાબેનના પુત્ર ભાવિન પટેલનો રિપોર્ટ ઇરાન-મિડલ ઈસ્ટ તણાવ અને વૈશ્વિક જેટ ફ્યુઅલ સપ્લાય પર પડેલી અસર હવે અમદાવાદ એરપોર્ટ પર પણ સ્પષ્ટ દેખાવા લાગી છે. ઉનાળાની વેકેશન સિઝન વચ્ચે વિવિધ એરલાઇન્સોએ અમદાવાદથી સંચાલિત ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સેક્ટરની કુલ 13 ફ્લાઇટો તાત્કાલિક બંધ કરી દીધી છે, જ્યારે કેટલીક ફ્લાઇટોની ફ્રીકવન્સી પણ અડધી કરી દેવાઈ છે. પરિણામે દર અઠવાડિયે અંદાજે 17 હજાર જેટલી સીટો બજારમાંથી ઘટી ગઈ છે. વિયતજેટ એરલાઇને અમદાવાદથી હોચી મિન્હ સિટી અને હનોઇ રૂટ પરની વીકલી 16 ડિપાર્ચર ઘટાડીને માત્ર 8 કરી દીધા છે. જેના કારણે દર અઠવાડિયે 2880 સીટોની ક્ષમતા ઘટીને 1440 પર આવી ગઈ છે. બીજી તરફ અનેક એરલાઇન્સોએ સીધી ફ્લાઇટો બંધ કરતાં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વિકલ્પો સીમિત બન્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિદિન અવરજવર કરતી ફ્લાઇટોની સંખ્યા પણ 270થી ઘટીને આશરે 240 સુધી પહોંચી છે. સૌથી મોટી અસર ઇન્ડિગો પર જોવા મળી રહી છે, જ્યાં પ્રતિદિન ડિપાર્ચર 85થી ઘટીને અંદાજે 74 રહ્યા છે. ફિટ્સ એરલાઇને કોલંબો ફ્લાઈટનો પ્લાન મુલત્વી રાખ્યો બીજી તરફ ગલ્ફ સેક્ટરમાં ભાડાં આસમાને પહોંચી ગયા છે. અમદાવાદથી દુબઈ, અબુધાબી અને શારજાહ માટે સામાન્ય રીતે 10થી 12 હજાર રૂપિયા વચ્ચે મળતી વન-વે ટિકિટ હવે સીધી 25થી 30 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. મુસાફરોને છેલ્લી ઘડીએ ટિકિટ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ફિટ્સ એરલાઇને અમદાવાદ-કોલંબો ડાયરેક્ટ ફ્લાઇટ 15 મેથી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ અને ઓપરેશનલ અનિશ્ચિતતાને કારણે કંપનીએ પ્લાન હાલ માટે મુલતવી રાખ્યો છે. 28 મેથી બેંગકોક-મલેશિયા ફ્લાઇટ બંધ થશે… ગલ્ફમાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઇન્ડિગોએ હાલ પૂરતી અમદાવાદથી કુવૈત, અબુધાબી અને દુબઈની ફ્લાઇટો બંધ કરી છે. લો-કોસ્ટ કેરિયર એરએશિયાએ અમદાવાદથી બેંગકોક અને કુઆલાલમ્પુર રૂટ પરની ફ્લાઇટો 28 મેથી 24 ઓક્ટોબર સુધી સ્થગિત કરી છે. થાઈ વિયતજેટે પણ બેંગકોક ફ્લાઇટ મે મહિનાથી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાએ ગોવા અને બેંગલુરુ રૂટ પર અસર કરી છે, જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસે ગોવા ફ્લાઇટ બંધ કરી છે. અકાશા એર જેદાહ માટેની કોમર્શિયલ ફ્લાઇટ હાલ બંધ રાખીને માત્ર ચાર્ટર્ડ ઓપરેશન ચલાવી રહી છે. સ્પાઇસજેટે પણ દુબઈ, શારજાહ અને બેંગલુરુ ફ્લાઇટો તાત્કાલિક અસરથી બંધ કરી છે. દા-નાંગ ફ્લાઇટ કાયમી બંધ... વિયતજેટ એરલાઇને અમદાવાદ-દા નાંગ રૂટ પર મુસાફરોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અને ઓપરેટિંગ કોસ્ટ વધી જતા આ ફ્લાઇટ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. કઈ એરલાઇને કેટલી ફ્લાઇટો બંધ કરી નવા શરૂ થયેલા રૂટ ભાસ્કર ઇનસાઇડ | મુસાફરીનો સમય વધશે, રિફંડ સમસ્યા અને પેકેજ મોંઘા થશે
    Click here to Read More
    Previous Article
    મુશ્કેલીઓથી થાકેલો યુવક સંતના શરણે પહોંચ્યો:ગુરુએ જીવનની નદી પાર કરવાનો અનોખો પાઠ શીખવ્યો, જાણો પ્રેરક કથા
    Next Article
    સિટી એન્કર:પુત્રીને જન્મથી જ અન્નનળી નહોતી, માતાએ દોઢ વર્ષ સુધી દર અઢી કલાકનું અલાર્મ મૂકી ફૂડ પાઇપ વાટે દૂધ પીવડાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment