Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:પુત્રીને જન્મથી જ અન્નનળી નહોતી, માતાએ દોઢ વર્ષ સુધી દર અઢી કલાકનું અલાર્મ મૂકી ફૂડ પાઇપ વાટે દૂધ પીવડાવ્યું

    10 hours ago

    ગં. સ્વ. સુનીતાબહેનના પુત્ર સમીર રાજપૂતનો રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં જન્મેલી એક બાળકી માટે જીવનની શરૂઆત જ સંઘર્ષથી થઈ હતી. જન્મ પછી ડોક્ટરોને ખબર પડી કે બાળકીને જન્મજાત રીતે અન્નનળી નહોતી. સામાન્ય રીતે દૂધ પીવું તો દૂર, મોંથી લીધેલું કંઈ પણ સીધું પેટ સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નહોતી, પરંતુ જ્યાં સારવાર મર્યાદિત હતી ત્યાં એક માતાના અડગ પ્રેમ અને સંકલ્પે ચમત્કાર સર્જ્યો. બાળકીની માતાએ દોઢ વર્ષ સુધી દર અઢી કલાકે પોતાનું દૂધ કાઢી નાની પાઇપ મારફતે બાળકીને પીવડાવ્યું. આ પ્રક્રિયા માત્ર દિવસમાં જ નહીં, રાત્રે ઊંઘ છોડીને પણ સતત ચાલુ રાખી. ઘાટલોડિયામાં રહેતાં બાળકીનાં માતા પૂજાબેન સુથારે જણાવ્યું કે, મારી દીકરી વેદિકાના જન્મ સમયે અન્નનળી ન હોવાની જાણ થઈ હતી. તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડો. રાકેશ જોષી અને તેમની ટીમે મારી પુત્રીની હોજરી સુધી ફૂડ પાઇપ નાખી અને દર બેથી અઢી કલાકે ભૂલ્યા વિના દૂધ આપવાનું કહી રજા આપી. તેને ઘરે લઈ આવ્યા બાદ દર અઢી કલાકે પાઇપ વાટે દૂધ પીવડાવ્યું. દોઢ વર્ષ બાદ ડોકટરે અન્નનળી બનાવવાની સફળ સર્જરી કરી. આજે તે સ્વસ્થ જીવન જીવી રહી છે. હોજરી 200થી 250 MLની થાય ત્યાર બાદ સર્જરી શક્ય જન્મજાત અન્નનળી ન હોવાની ખામીને ‘ઇસોફેજિયલ એટ્રેસિયા’ કહેવાય છે. આ બીમારીમાં બાળક મોંથી ખાતું ન હોય ત્યારે ફરજિયાત બેથી અઢી કલાકે પાઇપ વાટે ખોરાક આપવો પડે, નહિતર સુગર ઘટી જાય. બાળક જન્મે ત્યારે હોજરી અંગૂઠા જેવડી હોય છે, પરંતુ હોજરીની કેપેસિટી 200થી 250 એમએલ થાય ત્યારબાદ અન્નનળી બનાવવાની સર્જરી કરી શકાય છે. બાળકીની દોઢ વર્ષે ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરી છે. - ડો. રાકેશ જોષી, સુપરિન્ટેન્ડન્ટ, બાળ સર્જરી વિભાગના વડા, સિવિલ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:USA-ઇરાન યુદ્ધથી જેટ ફ્યુઅલની વૈશ્વિક અછતથી અમદાવાદથી 13 ફ્લાઇટ બંધ, 17 હજાર સીટ ઘટી
    Next Article
    તપાસ:બોટાદમાં મિત્રના ઘરે સુવા ગયેલો સગીર ગુમ થતાં માતાએ અપહરણની ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment