Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતની સમુદ્રી ખાદ્ય નિકાસે નવો રેકોર્ડ બનાવ્યો:US સૌથી મોટો ખરીદદાર, ચીન માત્રા મુજબ પ્રથમ; ₹73,890 કરોડની નિકાસ

    2 days ago

    નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતે સમુદ્રી ખાદ્ય નિકાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાંથી કુલ 19.72 લાખ મેટ્રિક ટન સમુદ્રી ખાદ્ય પદાર્થોની નિકાસ કરવામાં આવી, જેનું મૂલ્ય ₹73,890.46 કરોડ (US$ 8.46 બિલિયન) નોંધાયું છે. આ ભારતીય સમુદ્રી ઉદ્યોગ માટે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો છે. મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ફ્રોઝન શ્રિમ્પ નિકાસમાં સૌથી આગળ રહ્યું છે. વર્ષ દરમિયાન 7.92 લાખ મેટ્રિક ટન ફ્રોઝન શ્રિમ્પની નિકાસ કરવામાં આવી, જેમાંથી ₹49,037.93 કરોડની આવક થઈ. કુલ સમુદ્રી ખાદ્ય નિકાસની આવકમાં ફ્રોઝન શ્રિમ્પનો હિસ્સો લગભગ બે તૃતિયાંશ જેટલો રહ્યો હતો. ફ્રોઝન ફિશ નિકાસમાં બીજા ક્રમે રહ્યું હતું. સુકવેલા સમુદ્રી ખાદ્ય પદાર્થોની નિકાસમાંથી ₹5,079 કરોડથી વધુની આવક નોંધાઈ. આ ઉપરાંત, સ્ક્વિડ, કટલફિશ અને જીવંત સમુદ્રી ખાદ્ય ઉત્પાદનોની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જેણે કુલ નિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતીય સમુદ્રી ખાદ્ય ઉત્પાદનો માટે અમેરિકા સૌથી મોટું બજાર સાબિત થયું છે. મૂલ્યની દૃષ્ટિએ અમેરિકા પ્રથમ સ્થાને રહ્યું, જ્યારે માત્રાની દૃષ્ટિએ ચીન સૌથી મોટો આયાતકાર બન્યો. યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો અને મધ્યપૂર્વના બજારોમાં પણ ભારતીય સમુદ્રી ઉત્પાદનોની માગ સતત વધી રહી છે. નિકાસ માટેના કાર્ગો હેન્ડલિંગમાં વિશાખાપટ્ટણમ (વિઝાગ) બંદર દેશનું અગ્રણી બંદર રહ્યું. તેની પાછળ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) અને કોચી બંદરનો ક્રમ રહ્યો. આ ત્રણેય બંદરોએ સમુદ્રી ખાદ્ય ઉત્પાદનોના ઝડપી અને અસરકારક પરિવહનમાં મહત્વની ભૂમિકા ભજવી. MPEDAના અધ્યક્ષ પી. જવાહરે જણાવ્યું કે, ભારતીય સમુદ્રી ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા, આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન અને વૈશ્વિક બજારમાં વધતી સ્વીકૃતિના કારણે નિકાસ ક્ષેત્રે આ સફળતા મળી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આગામી વર્ષોમાં પણ ભારત વૈશ્વિક સમુદ્રી ખાદ્ય વેપારમાં પોતાની મજબૂત સ્થિતિ વધુ સશક્ત બનાવશે. સમુદ્રી નિકાસ ક્ષેત્રે મળેલી આ સફળતા માત્ર વિદેશી હૂંડિયામણ વધારવામાં જ નહીં, પરંતુ લાખો માછીમારો, પ્રોસેસિંગ એકમો અને નિકાસકારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં અનધિકૃત નોન-વેજ દુકાનો પર પાલિકાનો દરોડો:અનેક દુકાનો સીલ કરાઈ, ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે
    Next Article
    Gujarat Mini Cyclone LIVE | ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાના તાંડવથી 5 લોકોનાં મોત ! | Weather | Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment