Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં અનધિકૃત નોન-વેજ દુકાનો પર પાલિકાનો દરોડો:અનેક દુકાનો સીલ કરાઈ, ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે

    2 days ago

    જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અનધિકૃત નોન-વેજની દુકાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની ફૂડ શાખા અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમે શહેરમાં ચાલતી અનેક નોન-વેજની દુકાનો પર દરોડા પાડી તેમને સીલ કરી દીધી છે. આજે સવારથી જ મનપાની ટીમો એક્શન મોડમાં જોવા મળી હતી. આ ઓપરેશન ખાસ કરીને રસ્તાની આસપાસ અને જાહેર જગ્યાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવતી નોન-વેજની દુકાનોને લક્ષ્ય બનાવીને હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન, એસ્ટેટ વિભાગે એવી દુકાનોને સીલ કરી હતી જેમણે કોઈપણ પ્રકારની પરવાનગી વગર ફૂટપાથ કે જાહેર રસ્તાઓ પર દબાણ કર્યું હતું. આ ઉપરાંત, ઘણી દુકાનો પાસે ફૂડ લાયસન્સ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વેપાર લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું. ફૂડ શાખાએ તપાસ દરમિયાન મોટાભાગની દુકાનોમાં સ્વચ્છતાના ધારાધોરણોનો અભાવ જોવા મળ્યો હતો, જેના પગલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, શહેરના કોઈપણ વિસ્તારમાં નિયમભંગ કરીને ચલાવવામાં આવતા આવા એકમોને હવે સાંખી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    રૂ. 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં મુસાફરોને મળશે અદ્યતન વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ, સુખદ પ્રવાસનો થશે અનુભવ
    Next Article
    ભારતની સમુદ્રી ખાદ્ય નિકાસે નવો રેકોર્ડ બનાવ્યો:US સૌથી મોટો ખરીદદાર, ચીન માત્રા મુજબ પ્રથમ; ₹73,890 કરોડની નિકાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment