Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાનીઝ ફેમિલી બિઝનેસનું મોડેલ ઈન્ડિયામાં અમલી બનશે:જાપાનના એક્સપર્ટ તોશિયો ગોતોએ US ના પ્રભાવ હેઠળ રહેનારાઓની ટીકા કરી, સુઝુકી - બુલેટ ટ્રેનના જોડાણને આવકાર્યુ, સૌરાષ્ટ્રના 42 ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું

    8 hours ago

    ફેમિલી બિઝનેસમાં વિશ્વમાં ટોચના ક્રમે રહેલા જાપાનના 84 વર્ષીય સલાહકાર અને જાપાન યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર તોશિયો ગોતો આજે પ્રથમ વખત ભારતમાં રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા. 1000 વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવતા ઉદ્યોગોને માર્ગદર્શન આપતા આ જાપાની શૈક્ષણિક નિષ્ણાંતે આધુનિક ઇન્ડસ્ટ્રીઝના પિતા શિબુ સાવાની પ્રશંસા કરી હતી તો અમેરિકાના પ્રભાવ હેઠળ રહેતા લોકોની ટીકા કરી હતી. જ્યારે સુઝુકી અને બુલેટ ટ્રેનના નિર્માણમાં થયેલા જોડાણને આવકાર્યું હતું. આ તકે તેમણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બાલાજી વેફર્સ સહિતના 42 ફેમિલી બિઝનેસ ઓનર્સને માર્ગદર્શન આપ્યુ હતુ. કુલપતિએ જાપાનની પ્રખ્યાત યુનિવર્સિટી સાથે MoU કરી સ્ટુડન્ટ અથવા ફેકલ્ટી એક્સચેન્જનો પ્રસ્તાવ મૂક્યો હતો અને હાલ જે રીતે નેક્સ્ટ જનરેશન બિઝનેસ ડેવલપમેન્ટ માટે ફોરેન જઈ રહી છે તેવા સંજોગોમાં જાપાનીઝ બિઝનેસ મોડલને ભારતમાં સફળ બનાવવા માટેના પ્રયાસો કરવાની વાત કરી હતી. 1000 વર્ષથી વધુ ઇતિહાસ ધરાવનારા ઉદ્યોગો માટે માર્ગદર્શક બન્યા તોશિયો ગોતોએ જણાવ્યું હતુ કે, મારો જન્મ 1942 માં થયો છે. આ વર્ષે મારી 84 મી એનિવર્સરી છે. છેલ્લા 26 વર્ષથી હું એકેડેમિક ફિલ્ડમાં છું. તેમણે જણાવ્યું કે ઘણા લોકો અમેરિકાના પ્રભાવ હેઠળ છે. જેનો હું વિરોધી છું. અત્યાર સુધીમાં અનેક પેઢીઓથી ચાલી રહેલા ઉદ્યોગોને માર્ગદર્શન આપ્યું છે. જેમાં 1,000 વર્ષથી વધુ ઇતિહાસ ધરાવતા વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે. જાપાનમાં જે રીતે લોકો એકબીજાને ફેમિલી બિઝનેસમાં મદદરૂપ થાય છે તે જ બાબતે મને ઇન્ડિયામાં જોવા મળી છે. જાપાન અને ઈન્ડિયામાં આધુનિક ઇન્ડસ્ટ્રીઝના પિતા શિબુસાવા છે. જાપાનની ઇન્ડસ્ટ્રીઝ અને ઇકોનોમીમાં તેમનું ખૂબ જ મોટું યોગદાન છે. જાપાનમાં કન્સ્ટ્રક્શન ફેમિલી બિઝનેસ છઠ્ઠી સદીથી છે. આ ઉપરાંત સુઝુકી ઓટોમેટીવનો પણ બિઝનેસ છે. માત્ર ફેમિલી બિઝનેસ જ નહીં પરંતુ દરેક ક્ષેત્રે જાપાન અને ઇન્ડિયા એકબીજાને મદદરૂપ બની શકે છે. કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના વરિષ્ઠ પ્રોફેસર તોશિયો ગોતો આવ્યા છે. અહીંના MBA ડિપાર્ટમેન્ટ સાથે કોલાબ્રેશન માટે ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનો જે વિષય છે તે ખાસ કરીને મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ અને તેમાં ફેમીલી બિઝનેસ છે જે જનરેશનથી આપણે અહીં જે ટ્રેડિશન છે તેવી જ ટ્રેડિશન જાપાનમાં પણ છે. જેને આગામી પાંચ પેઢી સુધી કઈ રીતે ટકાવી શકાય તે અંગેનું તેમનું રિસર્ચ છે. આવનારા દિવસોમાં ઇન્ડિયન બિઝનેસના મોડલનો અભ્યાસ કરી બિઝનેસમાં ટકાઉપણું કઈ રીતે લાવી શકાય તે માટે પ્રયાસો થશે. તેમણે જણાવ્યું કે, નેક્સ્ટ જનરેશનના અમૂક દીકરા અને દીકરીઓ વિદેશ ફરવા માટે ચાલ્યા જાય છે. આવા સંજોગોમાં ફેમિલી બિઝનેસનું સસ્ટેનેબલ મોડલ જાપાનમાં ખૂબ જ સફળ ગયું છે. જ્યાં 1500 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે કન્સ્ટ્રક્શન બિઝનેસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત સોયા સોસનો બિઝનેસ 1668 થી પેઢીઓ તેનું કામ ચલાવતી હોય છે. આમ મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ માં આપણા જે બિઝનેસ મોડેલ્સ છે અને સૌરાષ્ટ્રમાં જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે તે લોકોને કઈ રીતે જાપાનીઝ મોડેલ ઉપયોગી થઈ શકે તે વિશેની ચર્ચાઓ કરવામાં આવી હતી. અહીં મોટા ઈન્ડસ્ટ્રીઝ બિઝનેસમેન પણ આવ્યા છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ તેમજ કોમર્સના વિદ્યાર્થીઓને આ મોટા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક સારા પંથે જશે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જાપાનની યુનિવર્સિટી સાથે MoU પણ થશે. જેથી સ્ટુડન્ટ એક્સચેન્જ અથવા તો ફેકલ્ટી એક્સચેન્જ કરી શકીએ. સૌરાષ્ટ્રની મોટી ઇન્ડસ્ટ્રીઝ જેમકે બાલાજી વેફર સહિતના ફેમિલી બિઝનેસડા ઓનર્સ અહીં આવ્યા છે. ફેમિલી બિઝનેસ ટ્રેડિશનલી કઈ રીતે આગળ વધી શકે તે માટે આદાન-પ્રદાન થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડીપાર્ટમેન્ટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ(MBA) અને ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલ (IIIC) દ્વારા, 11 મે 2026ના સોમવારના રોજ જાપાનના સુપ્રસિદ્ધ સંશોધક અને ફેમિલી બિઝનેસ ક્ષેત્રના નિષ્ણાત પ્રોફેસર તોશિયો ગોતો જેમની ઉંમર 84 વર્ષની છે અને હાવર્ડ બીઝનેસ સ્કુલના MBA છે. તોશિયો ગોતો પોતાના જીવન દરમિયાન જાપાનની 1000 વર્ષથી જૂની ફેમિલી બિઝનેસના સલાહકાર રહી ચુક્યા છે. તેઓ ટોકિયોની યુનીવર્સીટી ઓફ ઇકોનોમિકસ ખાતે રિસર્ચ પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેમને IMD કે જે વિશ્વની સર્વ શ્રેષ્ઠ ફેમીલી બીઝનેસની સંસ્થા કહી શકાય ત્યાં જાપાનીઝ ફેમીલી બીઝનેસ અને તેના ગવર્નન્સ પર કામ કરેલ છે. તેમણે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પ્રો. હિતેશ શુક્લા સાથે કીક્કોમ્માન કોર્પોરેશન, જાપાન કે જે 461 વર્ષ જૂની કંપની છે. તેના પર સંશોધન કરેલું છે. તોશિયો ગોતોએ ફેમીલી બીઝનેસના સકસેસન માટે જાપાનની “ie” કન્સેપ્ટ એટલેકે તેમની કૌટુંબિક સીસ્ટમને ભાર આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ફેમીલી બીઝનેસના લોન્જેટીવીટી માટે બીઝનેસ ફર્સ્ટ, મેરીટો ક્રસી, સીસ્ટમ બિયોન્ડ બ્લડલાઈન, સક્સેસન પ્લાનિંગ ઉપરાંત લીડરશીપ પર ભાર મૂક્યો હતો. તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ફેમિલીની અપેક્ષા અને બીઝનેસની અપેક્ષા વચ્ચે સંતુલન હોવો જોઈએ. તેઓએ સૌથી વધુ ભાર કુટુંબની વેલ્યુ સીસ્ટમ પર મુકેલો હતો. તેઓએ ફેમીલી અને બીઝનેસના ગવર્નન્સ માટે લાંબાગાળા માટેનો પ્લાન હોવો જોઈએ. તેઓએ પોતાના વક્તવ્યમાં જાપાનના ફેમીલી બીઝનેસ માટે નાણાકીય મૂડી કરતા સોશિયલ કેપિટલને વધુ ભાર આપ્યો હતો. પ્રોફેસર ગોતો જાપાનના ફેમિલી બિઝનેસના એવા રહસ્યો શેર કર્યા કે જેનાથી બિઝનેસને પેઢીઓ સુધી ટકાવી શકાય. પ્રોફેસર ગોતોએ ફેમિલી બિઝનેશની સફળતા માટેના 6 પાયાના પત્થરો જણાવ્યા. જેમાં વિશ્વાસ એ સૌથી અગત્યનો પાયાનો પત્થર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ એ ઉદ્યોગોનું હબ છે. પ્રોફેસર ગોતો જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતની મુલાકાતથી આપણા સ્થાનિક બિઝનેસમેનોને વૈશ્વિક દ્રષ્ટિકોણ મળશે અને તેમના વ્યવસાયને લાંબા ગાળા માટે સ્થિર બનાવવામાં મદદ મળશે. આ કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતનામ 42 ફેમીલી ઉદ્યોગના માલિકો ઉપસ્થિત રહ્યા. જેમાં,. લઘુઉદ્યોગ ભારતીમાંથી હંસરાજભાઈ ગજેરા, બાલાજી વેફર્સમાંથી શ્યામભાઈ વિરાણી, ગોપાલ નમકીનમાંથી બીનાબેન દેત્રોજા, કીચ હાર્ડવેરમાંથી ભરતભાઇ હાપાણી, આર. કે. બિલ્ડરમાંથી રાજેન્દ્રભાઈ સોનવાણી, આર. કે. સિલ્વર ના જયદીપભાઈ વાઢેર, ફાઉન્ડ્રી એશોશીએશનમાંથી ડી. એન. દૂધાત, દિલીપભાઇ મણવર, બાબુ લાઈમમાંથી દિલીપભાઇ લૂણાગારિયા, હારમની લેમિનેટસમાંથી મહેશભાઇ સાવલિયા, આદિત્ય પાવરમાંથી વિરભાઈ શુક્લ, બોન એન્જિનિયરિંગમાંથી આદિ રવાણી. જી. એમ. વાલ્વમાંથી મીતેશ જાવિયા, રૂબિન પ્રિશિઝનમાંથી રમેશભાઈ વોરા, એસ. એન. જે તરફથી જિગ્નેશભાઈ અકબરી, એનડોક ફાર્મામાંથી વિપિનભાઈ પટેલ કોનફિડેન્સ ઓટોમેશનમાંથી મિલનભાઈ ગૌસ્વામી. ઇંડિયન રેલવે તરફથી કૃણાલભાઈ રાજ્યગુરુ, ફોનિક્સ રિસોર્ટમાંથી રિશીત સંઘવી, ભાભા ગ્રુપમાંથી દર્શભાઈ મહેતા, વિવિધ એશોશીએશનમાંથી રાજીવ દોશી, નરેન્દ્રભાઇ મહેતા, દિવ્યેશ ચાંગેલા, વી. પી. વૈષણવ, નરેન્દ્રસિંહ જાડેજા, નરેશભાઇ શેઠ, હિતેશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ ઉપરાંત જિમીભાઈ દક્ષિણી હાજર રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર એ. કે. જાડેજા દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે IQAC, IIIC અને MBA ભવન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મતદાનના દિવસ બાદ ફરી કંડલામાં ગરમીનો પારો 45.2°C પહોંચ્યો:કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, 7 જિલ્લામાં પારો 43°Cને પાર; ગરમી સિઝનનો રેકોર્ડ તોડશે
    Next Article
    મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ:ફાયરબ્રિગેડની 4 ગાડી ઘટનાસ્થળે, જોધપુરમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment