Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘એ મારી દીકરીને લઈ જઈ રહ્યા છે...’:અમેરિકામાં અધિકારીઓનાં પગ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી માતા; એક્સપાયર વિઝા સાથે US રહેવાનો આરોપ હતો

    6 hours ago

    અમેરિકાના સીએટલ-ટાકોમા એરપોર્ટ પર શનિવારની સવારે મુસાફરો લોસ એન્જેલિસની ફ્લાઇટમાં સવાર થઈ રહ્યા હતા, ત્યારે જેટ બ્રિજ પર માસ્ક પહેરેલા ઇમિગ્રેશન અધિકારીઓએ બે લોકોને કસ્ટડીમાં લીધા. મુસાફરોની નજર સામે ઝપાઝપી થઈ અને ફ્લાઇટ મોડી રવાના થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અધિકારીઓ એક શખ્સને જમીન પર ઢસડતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ, એક મહિલા અધિકારીના પગ પકડીને ચીસો પાડીને કહી રહી છે કે તેની દીકરીને લઈ જવામાં આવી રહી છે અને તેની પાસે વર્ક પરમિટ છે. આ ઘટનાને કારણે ફ્લાઇટ પણ લેટ પડી હતી. અમેરિકાના સીએટલ-ટાકોમા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે અફરાતફરી મચી ગઈ હતી. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ 1306 શનિવારે સવારે 8:10 વાગ્યે લોસ એન્જેલિસ માટે ઉડાન ભરવાની હતી. બોર્ડિંગ ચાલી રહ્યું હતું ત્યારે માસ્ક પહેરેલા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના અધિકારીઓએ જેટ બ્રિજ પર બે લોકોને કસ્ટડીમાં લઈ લીધા. સામાન લઈને ઊભેલા મુસાફરોએ જમીન પર ઝપાઝપી થતી જોઈ. વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિને ઘસડીને લઈ જવામાં આવી રહ્યો છે, જ્યારે એક મહિલા ચીસ પાડીને કહે છે કે તેની દીકરી પાસે વર્ક પરમિટ છે. આ ઘટનાથી એરલાઇન, એરપોર્ટ મેનેજમેન્ટ અને રાજ્ય સરકાર ત્રણેય નારાજ થયા. સવાલ એ પણ છે કે શું અધિકારીઓએ રાજ્યનો નવો કાયદો તોડ્યો. અમેરિકાનો આ મામલો શું છે ખરેખરમાં, અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ એક ટારગેટેડ કાર્યવાહી હતી, જેમાં અધિકારીઓએ મેક્સિકોના નાગરિક રિકાર્ડો લારોન્ડો મેન્ડોઝાની ધરપકડ કરવા માટે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. તેમના પર વિઝાની મુદત કરતાં વધુ સમય સુધી અમેરિકામાં રહેવાનો આરોપ હતો. ICEના જણાવ્યા અનુસાર, જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે બીજી એક મુસાફર સોફિયા હર્નાન્ડેઝ મેજિયાએ અધિકારીઓ પર ગરમ કોફી ફેંકી દીધી. ICEનો દાવો છે કે સોફિયા પણ મેક્સિકન નાગરિક છે અને તેના પણ વિઝા પુરા થઈ ગયા છે. હવે તેના પર ફેડરલ અધિકારી પર હુમલો કરવાનો કેસ પણ ચાલી શકે છે. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ 1306 સવારે 8 વાગીને 10 મિનિટે રવાના થવાની હતી, પરંતુ એરપોર્ટ પર થયેલી આ કાર્યવાહીના કારણે ફ્લાઇટ મોડી થઈ ગઈ. થેન્ક્સગિવિંગ હોલિડે પહેલાંનો સમય અમેરિકામાં સૌથી વ્યસ્ત ટ્રાવેલ વીકએન્ડ્સમાંનો એક હતો. એરલાઈને અગાઉથી કોઈ માહિતી ન હોવાની વાત કહી અલાસ્કા એરલાઈન્સે આ સમગ્ર મામલે જણાવ્યું કે આઈસીઈ અધિકારીઓએ આ કાર્યવાહી અંગે અગાઉથી કોઈ માહિતી આપી નહોતી. એરલાઈને પોતાના નિવેદનમાં કહ્યું, “અમે અલાસ્કા ફ્લાઇટ 1306ના બોર્ડિંગ દરમિયાન આજે સવારે થયેલી કાર્યવાહીથી ચિંતિત છીએ. અમે સમજીએ છીએ કે આ ઘટના અસરગ્રસ્ત કર્મચારીઓ અને મુસાફરો માટે કેટલી પરેશાન કરનારી રહી છે.” એરલાઈને જણાવ્યું કે તે દરેક મુસાફર સાથે સન્માન અને ગૌરવપૂર્વક વર્તન કરવા માટે પ્રતિબદ્ધ છે. એરલાઈને એ પણ જણાવ્યું કે તે પોર્ટ ઑફ સિએટલ સાથે મળીને તપાસ કરી રહી છે કે પ્રોટોકોલનું પાલન થયું હતું કે નહીં અને તેણે પોતાની ચિંતા સીધી સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી દીધી છે. વોશિંગ્ટનના ગવર્નર બોબ ફર્ગ્યુસને આ કાર્યવાહીની આકરી નિંદા કરી છે. તેમણે શનિવારે બપોરે મજૂર નેતાઓ અને સ્થાનિક નેતાઓ સાથે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આઈસીઈની રીતો અત્યંત હચમચાવનારી છે અને આ એજન્સીને નાબૂદ કરી દેવી જોઈએ. ગવર્નરે એમ પણ કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે આઈસીઈ એજન્ટો જેટ બ્રિજ સુધી કેવી રીતે પહોંચ્યા. તેમનું માનવું છે કે અધિકારીઓએ માર્ચમાં હસ્તાક્ષર કરાયેલા તે રાજ્ય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં કાયદા અમલીકરણ અધિકારીઓને ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    A private odyssey: Belonging, without reckoning
    Next Article
    વલસાડમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા:વહેલી સવારે ઠંડીમાં મોર્નિંગ વોક માટે લોકો નીકળ્યા; આગામી દિવસોમાં ઠંડી વધે તેવી આગાહી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment