Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય:પ્રિલિમ, મેઈન અને ઈન્ટરવ્યુ ક્લિયર કરનારને 1.55 લાખ સુધીની સહાય, જાણો કોને કેટલી રકમ મળશે

    9 hours ago

    આજે 1 જુલાઈ ગુજરાત સરકારે SPIPA અને તેના તાલીમ કેન્દ્રોમાં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવી જોગવાઈ હેઠળ, હવે ઉમેદવારોને પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી માટે દર મહિને ₹4,000 સુધીની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષાના દરેક તબક્કે (પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ) સફળતા મેળવવા બદલ આર્થિક પ્રોત્સાહન અપાશે, જેમાં ખાસ કરીને દીકરીઓને વધુ પ્રાધાન્ય આપીને વાર્ષિક કુલ ₹2.05 લાખ સુધીની અને યુવકોને ₹1.55 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. સરકારના આ પ્રશંસનીય નિર્ણયથી રાજ્યના યુવાનો આર્થિક સંકટ વિના ગુણવત્તાયુક્ત તૈયારી કરી શકશે અને દેશની સર્વોચ્ચ સેવાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધશે. પ્રિલિમની તૈયારી વખતે દર મહિને 4 હજાર મળશે ગુજરાતમાં સંઘ લોકસેવા આયોગ (UPSC)ની તૈયારી કરતા યુવાનો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) અને તેના માન્ય તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને આપવામાં આવતી પ્રોત્સાહન સહાયના દરોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વધુને વધુ યુવાનોને UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવાનો અને આર્થિક સહારો પૂરો પાડવાનો છે. નવી જોગવાઈ મુજબ, પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને દર મહિને ₹4,000 સુધીની સહાય આપવામાં આવશે. ઉપરાંત, પરીક્ષાના દરેક તબક્કે સફળતા મેળવનાર ઉમેદવારોને અલગ-અલગ પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે. UPSCમાં અંતિમ પસંદગી મેળવનારને 1 લાખ સુધી મળશે પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને ₹35,000 અને યુવતીઓને ₹50,000 મળશે. મુખ્ય (મેઇન) પરીક્ષા પાસ કરનાર યુવકોને ₹45,000 અને યુવતીઓને ₹55,000નું પ્રોત્સાહન આપવામાં આવશે. જ્યારે UPSCમાં અંતિમ પસંદગી મેળવનાર યુવકોને ₹75,000 અને યુવતીઓને ₹1 લાખની પ્રોત્સાહન સહાય મળશે.આ રીતે તમામ તબક્કાની સહાયને જોડીને યુવકોને કુલ ₹1.55 લાખ અને યુવતીઓને કુલ ₹2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય મળી શકશે. રાજ્ય સરકારે આ સુધારેલા દરો અમલમાં મૂકતાં UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સરકારનો વિશ્વાસ છે કે આ નિર્ણયથી ગુજરાતમાંથી વધુ સંખ્યામાં યુવાનો દેશની સર્વોચ્ચ સિવિલ સર્વિસમાં સ્થાન મેળવી શકશે. સહાય અંગેના પરિપત્ર જોવા ક્લિક કરો સહાય અંગે SPIPAની સ્પષ્ટતા, કહ્યું-દરેક તબક્કાની સહાય એક જ વાર મળશે ભાસ્કર સાથે SPIPAના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચંદ્રેશ કોટકે વાત કરતાં જણાવ્યું હતું કે, UPSCની તૈયારી કરતા ઉમેદવારોને પ્રિલિમ, મેઇન અને ઇન્ટરવ્યુ સહિત દરેક તબક્કાની પ્રોત્સાહન સહાય માત્ર એક જ વખત મળવા પાત્ર રહેશે. જોકે, જો કોઈ ઉમેદવાર ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા બાદ અંતિમ પસંદગીમાં નિષ્ફળ જાય અને આગામી પ્રયાસમાં ફરી ઇન્ટરવ્યુ તબક્કે પહોંચે, તો તેને અગાઉ મળેલી પ્રિલિમ અને મેઇનની સહાય ફરી નહીં મળે, પરંતુ માત્ર ઇન્ટરવ્યુ તબક્કાની પ્રોત્સાહન સહાય જ ફરીથી મળવા પાત્ર રહેશે. SPIPA દ્વારા આ સ્પષ્ટતા સુધારેલી પ્રોત્સાહન સહાય યોજના અંગે ઉભા થયેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Doda Cloudburst: जम्मू-कश्मीर के डोडा में फटा बादल | Jammu-Kashmir | Cloudburst Video | Weather News
    Next Article
    ભરૂચમાં યુવાનનો ગળે ફાંસો ખાઈ આપઘાત:પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો, આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment