Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સૌરાષ્ટ્રના UPSC ના 2437 ઉમેદવારોની પરીક્ષા:ઉમેદવારે પેપર લીક અંગે જવાબ આપવાનું ટાળ્યું : ઉનાળામાં પાણી, લીંબુ સરબત, ORS, મેડિકલ વ્યવસ્થા કરાઈ

    1 सप्ताह पहले

    આજે 24 મે ના દેશભરમાં IAS અને IPS બનવા માટેની UPSC ની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્રના 2437 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોનું ફેસ ડિટેકશન અને મેટલ ડિટેક્ટરથી ચેકીંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. આ દરમિયાન પરીક્ષાર્થી યુવતીને પેપર લીક બાબતે પૂછવામાં આવતા તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું. હાલ ઉનાળાના આકરા તાપ વચ્ચે પરીક્ષા લેવામાં આવી રહ્યું હોવાથી શહેરના 9 પરીક્ષા કેન્દ્રો ખાતે પીવાનું પાણી સહિતની વ્યવસ્થા કરાઈ હતી. પરીક્ષાર્થી યુવતી ખુશ્બૂએ જણાવ્યું હતું કે, UPSC પ્રિલીમ્સની પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે જોકે આ માટે મેં તૈયારી કરેલી છે. હું ગાંધીધામથી આવું છું. અત્યાર સુધીમાં મેં ટીચિંગ માટેની CBSE દ્વારા લેવામાં આવતી CTET (સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) ની એક્ઝામ આપેલી છે. આ વખતે પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી રહી છું. હાલ તો હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું પરંતુ મારું સ્વપ્ન IAS બનવાનું પણ છે. આ દરમિયાન હાલ પેપર લીક થઈ રહ્યા છે તે બાબતે પૂછવામાં આવતા તેમણે તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે હાલ તો હું આ પરીક્ષા આપી દઉં. જ્યારે શહેરની સદગુરુ મહિલા કોલેજ ખાતેના સ્થળ સંચાલક અમિત જોષીએ જણાવ્યું હતું કે, UPSC પ્રિલિમ્સ પરીક્ષા માટે આ કેન્દ્ર ખાતે 480 ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે અને તેમાં વિદ્યાર્થીઓનું ફેસ ડિટેકશન અને મેટલ ડિટેક્ટરથી કડક ચેકિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે આ સાથે જ હાલ ઉનાળાનો આંકડો તાપ પડી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી, ORS, લીંબુ શરબત અને કોઈ મેડિકલ ઈમરજન્સી સર્જાઈ તો તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. UPSC (યુનિયન પબ્લીક સર્વિસ કમિશન) દ્વારા તા.24ના રવિવારે સિવિલ સર્વિસ (આઈએએસ/ આઈપીએસ)ની પ્રીલીમીનરી પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટમાં 12મી વખત સિવીલ સર્વીસની આ પરીક્ષા લેવામાં આવી છે. જે 9 જેટલા પરીક્ષા કેન્દ્રો પરથી ગોઠવાઈ છે. જ્યાં આજે 2437 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આઈ.પી.મિશન, કણસાગરા કોલેજ, જસાણી કોલેજ અને સદગુરુ મહિલા કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષાના સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. સવારે 9.30 થી 11.30 અને 2.30 થી 4.30 વાગ્યા સુધી પરીક્ષા લેવાશે. સવારે પરીક્ષા શરૂ થયાના 2 કલાક પૂર્વે ઉમેદવારોને એન્ટ્રી શરૂ કરી દેવામા આવી હતી.
    Click here to Read More
    Previous Article
    લાઈવ મેચમાં ચીયરલીડરની છેડતી! પોલીસે ફેન્સને ધમકાવ્યા:સચીનના દીકરાને છેલ્લી મેચમાં મળ્યો પહેલો ચાન્સ, બડોની અજીબ રીતે આઉટ થયો; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
    Next Article
    હેત હેલ્પિંગ હેન્ડ્સ ટ્રસ્ટનો કરાઓકે એવોર્ડ શો:સિંગિંગ, એક્ટિંગ, ડાન્સિંગ અને કોમેડી સ્પર્ધા યોજાઈ, ઈનામનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment