Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UPSC મેઇન્સ 2026ના પરિણામમાં જાહેર:SPIPAના 59 ઉમેદવારો IAS, IPS, IFSના ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાય થયા, SPIPAના કુલ 237 ઉમેદવારોએ આપી હતી પરીક્ષા

    1 day ago

    UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીસ મેઇન્સ પરીક્ષા-2026ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતની સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA)ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું છે. સ્પીપામાં તાલીમ મેળવનારા 59 જેટલા તેજસ્વી ઉમેદવારોએ મેઇન્સ પરીક્ષા પાસ કરીને IAS, IPS અને IFS સહિતની સર્વોચ્ચ સેવાઓમાં પ્રવેશ માટેના અંતિમ તબક્કા એટલે કે પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ)માં સ્થાન નિશ્ચિત કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સ્પીપાના 88 ઉમેદવારો UPSCની ફાઇનલ યાદીમાં સ્થાન મેળવી ચૂક્યા છે, ત્યારે આ વર્ષે પણ મોટા પાયે ઉમેદવારો સફળ થવાની આશા સેવાઈ રહી છે. દેશભરમાંથી 2,526 ઉમેદવારો શોર્ટલિસ્ટ, સ્પીપાના 237માંથી 59 પાસ UPSC દ્વારા 24 મે 2026ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ 18 જૂને જાહેર થયું હતું. દેશભરમાંથી મેઇન્સ માટે ક્વોલિફાય થયેલા 13,343 ઉમેદવારોમાં સ્પીપાના 237 તાલીમાર્થીઓ સામેલ હતા. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં યોજાયેલી મેઇન્સ લેખિત પરીક્ષાના પરિણામ અનુસાર સમગ્ર દેશમાંથી કુલ 2,526 ઉમેદવારો ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે પસંદગી પામ્યા છે, જેમાં ગુજરાતની સ્પીપા સંસ્થાના 59 ઉમેદવારોએ પોતાનું સ્થાન પાકું કર્યું છે. ડિસેમ્બરથી પર્સનાલિટી ટેસ્ટ: IAS-IPS અધિકારીઓ લેશે મોક ઇન્ટરવ્યૂ પર્સનાલિટી ટેસ્ટના નિર્ણાયક તબક્કામાં મહત્તમ ઉમેદવારો અંતિમ સિલેક્શન સુધી પહોંચે તે હેતુથી સ્પીપા દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ડિસેમ્બર 2026થી શરૂ થનારા ઇન્ટરવ્યૂ માટે સફળ ઉમેદવારોને વિશેષ સઘન તાલીમ આપવામાં આવશે. આ તાલીમ અંતર્ગત વન-ટુ-વન ઇન્ટરવ્યૂ સેશન તથા મોક ઇન્ટરવ્યૂનું આયોજન કરાશે, જેમાં સિવિલ સર્વિસીસના અનુભવી નિવૃત્ત તેમજ સેવારત IAS, IPS અને IFS અધિકારીઓ ઉપરાંત વિષય નિષ્ણાતોની પેનલ ઉમેદવારોનું માર્ગદર્શન કરશે. સ્પીપાની પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ વર્ષ 1992થી સિવિલ સર્વિસીસ માટે માર્ગદર્શન પૂરું પાડતી સ્પીપા સંસ્થા ઉમેદવારોને આર્થિક સ્તરે પણ સધ્ધર ટેકો આપે છે. પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી દરમિયાન તાલીમાર્થીઓને મહત્તમ 7 મહિના સુધી દર મહિને ₹4,000નું સ્ટાઇપેન્ડ અપાય છે. પ્રિલિમ્સ પાસ કરવા પર યુવકોને ₹35 હજાર અને યુવતીઓને ₹50 હજાર, જ્યારે મેઇન્સ પાસ કરનાર યુવકોને ₹45 હજાર અને યુવતીઓને ₹55 હજારની પ્રોત્સાહક રકમ એનાયત થાય છે. આ ઉપરાંત અંતિમ પસંદગી થતાં ગુજરાતના મૂળ નિવાસી યુવકને ₹75 હજાર અને યુવતીને ₹1 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    7 વર્ષ જૂના દુષ્કર્મ કેસમાં ન્યાય:વરતેજ પોલીસે ઝડપેલા આરોપી સામે ગુનો સાબિત થતાં 20 વર્ષનો કારાવાસ
    Next Article
    Swimmer Dhinidhi Desinghu Becomes First Indian To Win Multiple Individual-Event Medals At Youth Olympics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment