Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદાર યુવકનો UPSC પ્રિલિમ્સના એક પ્રશ્ર માટે જંગ:હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ જવાબને ખોટો ગણાવ્યો, ફેલ ઉમેદવાર હવે મુખ્ય પરીક્ષામાં પાસ; ઈન્ટરવ્યુ આપી શકશે

    2 days ago

    ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી જયમીન પટેલે UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીસ 2024ની પ્રાથમિક પરીક્ષાના જનરલ સ્ટડીઝ પેપર-I ના એક પ્રશ્નના ખોટા મૂલ્યાંકન અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. UPSCએ વિકલ્પ-C સાચો ગણાવ્યો, અરજદારે વિકલ્પ B સાચો હોવાની રજૂઆત કરી વિવાદિત પ્રશ્ન નંબર 25માં કેન્દ્રીય બજેટ અંગેના વિધાનો હતા. UPSCએ વિકલ્પ 'C- બંને વિધાનો સાચાને', સાચો જવાબ ગણ્યો હતો, જ્યારે અરજદારના મતે વિકલ્પ 'B- માત્ર વિધાન 2 સાચું' હોવાને સાચો જવાબ હોવાની રજૂઆત કરી હતી. પ્રશ્ન બંધારણની કલમ 112 મુજબ વાર્ષિક નાણાકીય બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ કરવામાં આવે છે, નહીં કે વડાપ્રધાન વતી તેવી અરજદારની રજૂઆત હતી. અરજદારને પ્રાથમિક પરીક્ષામાં 98.29 ગુણ મળ્યા હતા, જ્યારે કટ-ઓફ 100.35 ગુણનું હતું. જો આ એક પ્રશ્ન સાચો ગણાય, તો અરજદારને વધારાના 2.06 ગુણ મળે અને તે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરે તેમ હતું. 'UPSCનો જવાબ ખોટો જણાય છે' કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ સ્વીકાર્યું કે, UPSCનો જવાબ ખોટો જણાય છે, કારણ કે બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ થાય છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે UPSC ફાઈનલ રિઝલ્ટ પછી આન્સર-કી જાહેર કરે છે, જેના કારણે ઉમેદવાર પાસે કોઈ ઉપાય બાકી રહેતો નથી. 'UPSC અરજદારને IFSની મુખ્ય પરીક્ષામાં બેસવા દે' કોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો કે, UPSC અરજદારને વર્ષ 2025ની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષામાં બેસવા દે. અરજદારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં રાખવામાં આવે અને કોર્ટની પરવાનગી વગર ખોલવામાં આવશે નહીં. પરીક્ષામાં બેસવાની મંજૂરી મળવાથી અરજદારનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં. SCએ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધી UPSCએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધી હતી. હવે અરજદાર ઉમેદવારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જે પરિણામ મુજબ અરજદાર IFSની લેખિત મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ જાહેર થયો હતો. મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા મંજૂરીની મથામણ આથી અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેને લેખિત પરીક્ષા પાસ કરી હોવાથી, અરજદારને 06 એપ્રિલ, 2026 થી શરૂ થતા મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવાની મંજૂરી આપવામા આવે. UPSCએ દલીલ કરી હતી કે, આ મંજૂરી કાયદેસર રીતે યોગ્ય નથી. કારણ કે અરજદાર 2024ની બેચ માટે હતો અને હવે તે 2025ની બેચના ઇન્ટરવ્યુમાં બેસશે, જેમાં તેની વયમર્યાદા વધી ગઈ હોઈ શકે છે. કોર્ટે મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા આદેશ કર્યો કોર્ટે નોંધ્યું કે જો અરજદારને ઇન્ટરવ્યુમાં બેસવા ન દેવામાં આવે તો અગાઉનો વચગાળાનો આદેશ નિરર્થક બની જશે. આથી કોર્ટે UPSCને આદેશ આપ્યો હતો કે અરજદારને 2025ની બેચ માટેના મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા દેવામાં આવે અને તેના માટે જરૂરી તમામ ફોર્મ સ્વીકારવામાં આવે. ઇન્ટરવ્યુનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશે અરજદારે એક અઠવાડિયામાં UPSCને લેખિતમાં બાંહેધરી આપવી પડશે કે ઇન્ટરવ્યુમાં બેસવાથી તેનો નોકરી માટેનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં અને તે નિમણૂકનો દાવો કરી શકશે નહીં. તેના ઇન્ટરવ્યુનું પરિણામ ફરીથી સીલબંધ કવરમાં રાખવામાં આવશે અને જ્યારે અન્ય તમામ ઉમેદવારોના પરિણામ જાહેર થાય ત્યારે અરજદારનું પરિણામ કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ:કિરેન રિજિજુએ કહ્યું- વિપક્ષ સરકારની સાથે છે, કેબિનેટમાં કેન્દ્ર સરકારે UDAN 2.0 યોજનાને મંજૂરી
    Next Article
    12 પાસ રાજસ્થાનનો રીઢો ગુનેગાર 7.50 લાખના MD-ડ્રગ્સ સાથે ઝડપાયો:રાજસ્થાની જેલમાંથી છૂટ્યાના 9મા દિવસે જ ફરી સુરતમાં ઝેર ફેલાવવા પહોંચ્યો ને દબોચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment