Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 પાસ રાજસ્થાનનો રીઢો ગુનેગાર 7.50 લાખના MD-ડ્રગ્સ સાથે ઝડપાયો:રાજસ્થાની જેલમાંથી છૂટ્યાના 9મા દિવસે જ ફરી સુરતમાં ઝેર ફેલાવવા પહોંચ્યો ને દબોચાયો

    14 hours ago

    સુરત રેલ્વે સ્ટેશન નજીક આવેલા આયુર્વેદિક ગરનાળા પાસેથી રાજસ્થાનના એક રીઢા ડ્રગ્સ પેડલરને 250 ગ્રામથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી માત્ર 9 દિવસ પહેલા જ રાજસ્થાનની જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો અને ફરીથી ડ્રગ્સના રવાડે ચઢી સુરતમાં ઝેર ફેલાવવા પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કુલ 7.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ડ્રગ્સ નેટવર્કને તોડવા તપાસ તેજ કરી છે. આયુર્વેદિક ગરનાળા પાસે વોચ ગોઠવીને ડ્રગ્સ સાથે દબોચ્યો સુરત ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજસ્થાનના બાલોતરાનો વતની નરેન્દ્ર પ્રહલાદરામ ડારા મોટા પ્રમાણમાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈને સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કોઈને ડિલિવરી આપવા આવવાનો છે. બાતમીની ગંભીરતાને જોતા પી.આઈ. અને તેમની ટીમે આયુર્વેદિક ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. જેવો શખ્સ શંકાસ્પદ હાલતમાં ત્યાં દેખાયો, પોલીસે તેને ઘેરી લીધો હતો. તેની જડતી લેતા તેની પાસેથી લાખોની કિંમતનું ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રાજસ્થાનનું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું પકડાયેલો આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ ડારા મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના સાકરળાબેરા ગામનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે તે આ માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનના જ એક અજ્ઞાત ઇસમ પાસેથી લાવ્યો હતો. સુરત પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રાજસ્થાનમાં બેસીને આ ડ્રગ્સનું રેકેટ કોણ ચલાવી રહ્યું છે. સરહદી રાજ્ય હોવાથી રાજસ્થાનથી આવતા ડ્રગ્સના રૂટ પર હવે સુરત પોલીસની ખાસ નજર છે. જેલમાંથી છૂટ્યાના 9માં દિવસે જ ફરી ગુનાખોરી આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી નરેન્દ્ર રીઢો ગુનેગાર છે. ગત જુલાઈ 2024માં તે રાજસ્થાનના સાયલા પોલીસ સ્ટેશનમાં 45 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે પકડાયો હતો. આ ગુનામાં તે લાંબો સમય જેલમાં રહ્યો અને હજુ હમણાં જ એટલે કે 16 માર્ચ 2026ના રોજ જામીન પર મુક્ત થયો હતો. જેલમાંથી બહાર આવ્યાના ગણતરીના દિવસોમાં જ તેણે સુરતને ટાર્ગેટ બનાવી ફરીથી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી દીધી હતી. ધો. 12 પાસ બેરોજગારનો કાળો કારોબાર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 23 વર્ષીય આરોપી નરેન્દ્રએ ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો છે. ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે તે ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં આવ્યો હતો. રાજસ્થાનના બિષ્નોઈ પંથક સાથે સંકળાયેલો આ યુવાન હવે ડ્રગ્સ સપ્લાય ચેઈનની મહત્વની કડી સાબિત થઈ રહ્યો છે. પોલીસ તેના મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે સુરતમાં તે કોને માલ આપવાનો હતો તેની વિગતો એકઠી કરી રહી છે. 7.72 લાખનો મુદ્દામાલ કબજે કરાયો ક્રાઈમ બ્રાંચે આ ઓપરેશન દરમિયાન આરોપી પાસેથી જે ચીજવસ્તુઓ જપ્ત કરી છે. એમ.ડી. ડ્રગ્સ: 250.310 ગ્રામ (કિંમત 7,50,930/-), રોકડ રકમ: 1,535 જપ્ત કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    પાટીદાર યુવકનો UPSC પ્રિલિમ્સના એક પ્રશ્ર માટે જંગ:હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ જવાબને ખોટો ગણાવ્યો, ફેલ ઉમેદવાર હવે મુખ્ય પરીક્ષામાં પાસ; ઈન્ટરવ્યુ આપી શકશે
    Next Article
    સત્તાનો દુરુપયોગ કરી 1.55 કરોડની લૂંટ:ધામતવાણની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી, ભાજપ કાર્યકરની પત્ની પર ગંભીર આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment