Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીઓએ UPI QR કોડ પર કાળું કપડું ઢાંકયુ:રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાં એસોસિએશન દ્વારા ‘NO UPI DAY’ની ઉજવણી, વધારાના ચાર્જિસ નાબૂદ કરવા માંગ કરાઈ

    12 hours ago

    રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં આજે વેપારીઓ દ્વારા 'NO UPI DAY' પાળવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન અંતર્ગત બજારના વેપારીઓએ પોતાની દુકાનોમાં મુકેલા UPI QR કોડ પર કાળું કપડું ઢાંકીને વિશિષ્ટ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને આજે યુપીઆઇથી પેમેન્ટ સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ રાખ્યું છે. UPI ટ્રાન્જેક્શન પર વધારાના ચાર્જિસ અને કડક લિમિટ લાદવામાં આવતા વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, પેલેસ રોડ તેમજ પરા બજાર સહિત રાજકોટની તમામ મુખ્ય બજારોમાં આજે સવારથી જ આ વિરોધની વ્યાપક અસર જોવા મળી રહી છે. આ વિરોધ પ્રદર્શનને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. તેમજ અન્ય ટેકસટાઇલ એસોસિએશન સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજે NO UPI DAY ઉજવાયો હતો. સામાન્ય રીતે બજારમાં થતા કુલ વેપારમાં 60%થી 70% જેટલા પેમેન્ટ્સ ડિજિટલ માધ્યમ એટલે કે UPI સ્કેનર દ્વારા થતા હોય છે. આવી સ્થિતિમાં આજે દિવસ દરમિયાન વેપારીઓ દ્વારા UPI પેમેન્ટ નહીં સ્વીકારવામાં આવતા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અટકી પડ્યા છે, જેના કારણે બજારના વેપાર પર મોટી અસર પડી છે અને ગ્રાહકોને પણ રોકડમાં વ્યવહાર કરવાની ફરજ પડી રહી છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં રાજકોટ ટેક્સટાઈલ એસોસિએશનના પ્રમુખ હિતેશ અનડકટે જણાવ્યું હતું કે, રાજકોટના તમામ મુખ્ય વેપારી એસોસિએશનો ચેમ્બર ઓફ કોમર્સની સાથે રહીને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટ અને ટ્રાન્જેક્શન પર જે નવા MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જિસ લાદવામાં આવ્યા છે, તેનો સમગ્ર વેપારી આલમ એકસૂરે વિરોધ કરી રહ્યો છે. ટ્રાન્જેક્શન ઉપર લગાવાયેલા વધારાના ચાર્જિસ તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે. આ ઉપરાંત દરરોજના 2,000 રૂપિયાના ટ્રાન્જેક્શન પરની મર્યાદા અને ટેક્સ દૂર કરી લિમિટ વધારવામાં આવે અને માસિક 1,00,000 રૂપિયા સુધી ટ્રાન્જેક્શનની મર્યાદામાં પણ યોગ્ય વધારો કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ નવા ચાર્જિસની સીધી અસર ગ્રાહકો પર નહીં પડે પરંતુ નાના અને મોટા તમામ વેપારીઓ પર તેનો આર્થિક બોજ પડશે. વેપારીઓ પર જ આ નવો ટેક્સ ઝીંકવામાં આવ્યો હોવાથી વેપારી આલમ ભારે હેરાનગતી ભોગવી રહ્યો છે. જો સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા વધારાના ચાર્જિસ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ વેપારી મંડળો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોઠારા-ભેદીમાં 400 એકર ગૌચર જમીન પરથી દબાણ દૂર:15 દબાણકારોના કબજા હટાવાયા, 1 કરોડ 20 લાખની જમીન દબાણમુક્ત કરાઈ
    Next Article
    પાટડીમાં ખાદીનું વેચાણ વધ્યું, 200 પરિવારોને રોજગારી:વર્ષ 2025-26માં ₹90 લાખની કોટન અને પોલીવસ્ત્ર ખાદીનું ઉત્પાદન;ગ્રામોદ્યોગના વિકાસથી પ્રદેશ આત્મનિર્ભર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment