Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠારા-ભેદીમાં 400 એકર ગૌચર જમીન પરથી દબાણ દૂર:15 દબાણકારોના કબજા હટાવાયા, 1 કરોડ 20 લાખની જમીન દબાણમુક્ત કરાઈ

    12 hours ago

    અબડાસા તાલુકાના સીમાવર્તી વિસ્તારમાં ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે પશ્ચિમ કચ્છ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોઠારા અને ભેદી ગામની સીમમાં આવેલી સરકારી ગૌચર જમીન પર ખેતીના હેતુથી કરવામાં આવેલા દબાણો દૂર કરી અંદાજે 400 એકર જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે. સરકારી તંત્રના જણાવ્યા મુજબ આ જમીનની અંદાજિત કિંમત ₹1 કરોડ 20 લાખ જેટલી થાય છે. પશ્ચિમ કચ્છ પોલીસના જણાવ્યા અનુસાર સરહદી વિસ્તારની સુરક્ષા તેમજ સરકારી જમીન પરના ગેરકાયદેસર કબજાઓને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને નલિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઈના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. કોઠારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. રાડા સહિતના પોલીસ સ્ટાફે કોઠારા ગ્રામ પંચાયત અને અબડાસા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકલન કરીને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી સર્વે નંબર 871, 872, 873, 945, 946 અને 947 પૈકીની જમીનમાં ખેતી માટે કરવામાં આવેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જણાવવામાં આવેલા દબાણકારોમાં હેમભા સુમરાજી ધલ, કેશુભા નવુભા સોઢા, નવુભા તેજમલજી ધલ, સામતજી તેજમલજી ધલ, ઉકાજી તેજમલજી ધલ, સુરુભા તેજમલજી ધલ, પનુભા તેજમલજી ધલ, ફતેસંગજી તેજમલજી ધલ, હરીભા જવણજી સોઢા, રામસંગજી ડુજાજી ધલ, ભરતસિંહ સતુભા ધલ, કરમજી ઉકાજી ધલ, નોધણજી ઉકાજી ધલ, ખાનજી બારજ અને નરેન્દ્રસિંહ પચાણ સોઢાનો સમાવેશ થાય છે. સરકારી ગૌચર જમીન પરના દબાણો દૂર થયા બાદ સંબંધિત જમીન સરકારના કબજામાં પરત લેવામાં આવી છે. સરહદી વિસ્તારને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીને વહીવટી તંત્ર અને પોલીસની સંકલિત કામગીરી તરીકે જોવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ગાંધી જયંતીએ વોકેથોન યોજાઈ:પોલીસની ‘ડ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત સમાજ’ માટે મેસેજ આપ્યો, પોલીસ કમિશનરે વિદ્યાર્થીઓને ડ્રગ્સ, તમાકુ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા અનુરોધ કર્યો
    Next Article
    વેપારીઓએ UPI QR કોડ પર કાળું કપડું ઢાંકયુ:રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાં એસોસિએશન દ્વારા ‘NO UPI DAY’ની ઉજવણી, વધારાના ચાર્જિસ નાબૂદ કરવા માંગ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment