Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે કહ્યું- UPI પર લાગતો ચાર્જ 4 ભાગમાં વહેંચાશે:આ પૈસા સરકારી ખજાનામાં નહીં જાય; ફરીથી જણાવ્યું કે ગ્રાહક પાસેથી ચાર્જ લેવામાં નહીં આવે

    22 hours ago

    2,000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર લાગતો 0.4% ચાર્જ એટલે કે MDR ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહીં. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, MDRની એક પણ રકમ સરકારી તિજોરીમાં નહીં જાય. આ રકમ UPI સિસ્ટમ સાથે જોડાયેલી બેંકો અને અન્ય સંસ્થાઓમાં વહેંચવામાં આવશે. સરકારે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના તે આરોપને ફગાવી દીધો, જેમાં MDRને ગ્રાહકો પર લાદવામાં આવતો ટેક્સ ગણાવવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે MDR ન તો ટેક્સ છે, ન સેસ અને ન તો સરચાર્જ. કુલ MDRમાંથી 40% રકમ ગ્રાહકોની બેંકોને મળશે. 30% પેમેન્ટ ગેટવે, 20% UPI એપ અને બાકીની 10% રકમ UPI એપની પ્રાયોજક બેંકને મળશે. નવા UPI નિયમોના વિરોધમાં 2 ઑક્ટોબરે વિરોધ દેશભરમાં વેપારીઓ અને દુકાનદારો 2 ઑક્ટોબરે UPIથી પેમેન્ટ સ્વીકારશે નહીં. સરકાર દ્વારા ₹2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4% ચાર્જ વસૂલવાના વિરોધમાં વેપારી સંગઠનોએ આ દિવસે નો UPI ડે મનાવવાની જાહેરાત કરી છે. આ દિવસે વેપારીઓ પોતાની દુકાનો પર લગાવવામાં આવેલા UPI QR કોડ, સ્કેનર, સાઉન્ડ બૉક્સ અને અન્ય ડિજિટલ પેમેન્ટ ડિવાઇસને કાળા કપડાથી ઢાંકીને વિરોધ નોંધાવશે. વેપારીઓની સરકાર પાસે 15 ઑક્ટોબરથી લાગુ થનારો ચાર્જ દૂર કરવાની માંગ છે. મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર (MACCIA)ના અધ્યક્ષ રવીન્દ્ર મંગવેએ જણાવ્યું કે આ આંદોલન માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ દેશભરના 500થી વધુ મુખ્ય વેપારી સંગઠનો તેમાં ભાગ લેશે. વેપારી સંગઠનોના UPI ચાર્જના વિરોધમાં તર્ક રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટરો ઓછા માર્જિન પર કામ કરે છે. ડિજિટલ વ્યવહારો પર વધારાનો ચાર્જ લાદવાથી ખર્ચ વધશે. ડિજિટલ પેમેન્ટનો હેતુ પ્રક્રિયાને સરળ બનાવવાનો હોવો જોઈએ, વેપારીઓ પર બોજો નાખવાનો નહીં. UPIના કારણે રોકડનો ઉપયોગ ઘટ્યો છે. વેપારીઓ સિસ્ટમને પારદર્શક બનાવવામાં સહયોગ આપી રહ્યા છે, તો તેમના પર શુલ્ક વસૂલવું યોગ્ય નથી. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાને બદલે વેપારીઓ પર ચાર્જ લાદવો એ તેમને સજા આપવા જેવું છે. સરકારે આ નિર્ણય પર ફરીથી વિચાર નહીં કરે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વેપારીઓ પર UPIના નવા MDR નિયમો મોટા વેપારીઓ પર 0.4% ચાર્જ: મહિને ₹1 લાખથી વધુ કમાણી કરતા વેપારીઓએ (પર્સન-ટુ-મર્ચન્ટ) ₹2,000થી વધુની દરેક ચુકવણી સ્વીકારવા પર 0.4% MDR+GST ચૂકવવો પડશે. નાના વેપારીઓને રાહત: જે વેપારીઓની UPI મારફતે મહિનાની કુલ કમાણી ₹1 લાખ સુધીની છે, તેમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, પછી ભલે ટ્રાન્ઝેક્શન ₹2,000થી વધુનું હોય. કેટેગરી બદલવાનો નિયમ: જો કોઈ નાનો દુકાનદાર સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુનું UPI કલેક્શન મેળવે છે, તો બેંક તેને આપમેળે 'મોટા મર્ચન્ટ' (પર્સન-ટુ-મર્ચન્ટ) કેટેગરીમાં શિફ્ટ કરી દેશે. ત્યાર બાદ તેણે પણ ચાર્જ ચૂકવવો પડશે. ₹2,000 સુધીનું વેચાણ મફત: મોટા વેપારીઓને પણ ₹2,000 અથવા તેનાથી ઓછી રકમના નાના પેમેન્ટ્સ પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં. મહત્તમ ચાર્જની મર્યાદા: ₹75,000 અથવા તેનાથી મોટા ટ્રાન્ઝેક્શન પર વેપારી પાસેથી મહત્તમ ₹300+GST જ ચાર્જ લેવામાં આવશે. મર્યાદા દરેક ટ્રાન્ઝેક્શન પર લાગુ: ₹2,000ની મર્યાદા આખા દિવસના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક પેમેન્ટ પર લાગુ થશે. ચોક્કસ ક્ષેત્રો માટે માત્ર ₹5ની ફ્લેટ ફી: પેટ્રોલ પંપ, રેલવે, બિલ પેમેન્ટ, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને શિક્ષણ સાથે જોડાયેલા વેપારીઓને ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.40%ના બદલે ફ્લેટ ₹5 ચૂકવવા પડશે. કાર્ડની તુલનામાં હજુ પણ સસ્તું: ક્રેડિટ કાર્ડ (1.5%-2.5%) અને ડેબિટ કાર્ડ (0.90% સુધી)ની તુલનામાં UPI પર MDR ચાર્જ ઘણો ઓછો છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું હોય છે? મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR, તે એક એવી ફી છે જે કોઈ વેપારી અથવા દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા એટલે કે પોઈન્ટ ઑફ સેલ મશીન અથવા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્કને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચને પૂરો કરવા માટે લેવામાં આવે છે. આ ચાર્જ વેપારીએ ચૂકવવો પડે છે, ગ્રાહકે નહીં.
    Click here to Read More
    Previous Article
    IBPS Probationary Officer Mains Admit Card 2026 Out: Check Steps To Download, Exam Pattern
    Next Article
    પ્રથમ વખત AI એજન્ટે સરકારી પોર્ટલ હેક કર્યું:માહિતી ચોરી, ઓસ્ટ્રેલિયાના હેલ્થ પોર્ટલમાં ઘૂસ્યું ઓપનએઆઈ એજન્ટ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment