Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'UPમાં અવિમુક્તેશ્વરાનંદ કેસ અને UGCનો કાઉન્ટર કરે BJP':RSSનો મેસેજ- યોગી જ ચહેરો, શિસ્તહીન લોકોને બહાર કરો

    12 hours ago

    'શંકરાચાર્ય વિવાદ સનાતન એકતાની ઝુંબેશને અસર કરી રહ્યો છે. યોગી સરકાર દરેક રીતે આ મુદ્દાને કાઉન્ટર કરે, જેથી સમાજમાં સનાતનને લઈને પોઝિટિવ મેસેજ જાય. આ વિષય લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલો છે, તેને ખૂબ જ ગંભીરતાથી લેવો જોઈએ.' RSSનો આ સંદેશ યુપીમાં BJPના ટોચના નેતૃત્વ માટે છે. 6 માર્ચે કાનપુરમાં સંઘ અને BJPની મિટિંગ થઈ. સૂત્રો જણાવે છે કે CM યોગી આદિત્યનાથની હાજરીમાં થયેલી બેઠકમાં યુપીના રાજકીય માહોલ, સંગઠનમાં મોટા ફેરફારોની સાથે સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથે જોડાયેલા વિવાદ અંગે પણ ચર્ચા થઈ. બેઠકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શંકરાચાર્ય મામલે સરકાર અને પાર્ટી પ્રત્યે ઊભી થયેલી નેગેટિવિટી દૂર કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે. જેથી લોકો વચ્ચે એવો મેસેજ જાય કે સરકાર સનાતન અને સંતોની સાથે ઊભી છે. મિટિંગ પહેલા 24 નવેમ્બર 2025ના રોજ RSS ચીફ મોહન ભાગવત અને CM યોગી આદિત્યનાથ અયોધ્યામાં મળ્યા હતા. આ વર્ષે લખનઉમાં બંને વચ્ચે થયેલી મુલાકાતોને સંગઠનાત્મક તાલમેલના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. પરિણામે, BJP લીડરશિપને એ મેસેજ આપી દેવામાં આવ્યો છે કે વિધાનસભા ચૂંટણીમાં યોગી જ પાર્ટીનો સૌથી મોટો ચહેરો હશે. તેથી કોઈપણ પ્રકારના નેગેટિવ કેમ્પેનિંગનો કડકાઈથી જવાબ આપવામાં આવશે. શું 2027 વિધાનસભા ચૂંટણીમાં શંકરાચાર્ય વિવાદ BJPની સ્ટ્રેટેજી પર મોટો ઇમ્પેક્ટ પાડી શકે છે? શું RSS આ મુદ્દે યોગીની સાથે છે? આ સવાલ અમે દિલ્હી અને યુપીમાં RSS સાથે જોડાયેલા હોદ્દેદારો, BJP નેતાઓ અને નિષ્ણાતોને પૂછ્યા. કાનપુરમાં આશરે પોણા ત્રણ કલાક મિટિંગ યુપીમાં RSSનું સ્ટ્રક્ચર 6 પ્રાંતો- પશ્ચિમ, વ્રજ, અવધ, કાશી, ગોરક્ષ અને કાનપુર-બુંદેલખંડમાં વહેંચાયેલું છે. હોળીના એક દિવસ પછી કાનપુરમાં RSS અને BJP લીડરશિપથી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રથમ કોઓર્ડિનેશન મિટિંગ કરવામાં આવી. સવારે 11 વાગ્યે CM યોગી આદિત્યનાથ દીનદયાળ વિદ્યાલય પહોંચ્યા. તેમની સાથે BJP પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી અને સંગઠન મહામંત્રી ધર્મપાલ પણ બેઠકમાં સામેલ થયા. આમાં સંઘના ક્ષેત્ર પ્રચારક અનિલ અને પ્રાંત પ્રચારક શ્રીરામ, ડૉ. અનુપમ સહિત અનેક વરિષ્ઠ હોદ્દેદારો હાજર હતા. રાજકીય વર્તુળોમાં તેને BJPના 'ટ્રિપલ-S મોડલ' એટલે કે સરકાર, સંગઠન અને સંઘની સ્ટ્રેટેજી મિટિંગ તરીકે જોવામાં આવી રહી છે. 2019 લોકસભા અને 2022 વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ પ્રકારની અનેક મિટિંગો થઈ હતી, જેના પછી BJPને ચૂંટણીમાં મોટી સફળતા મળી હતી. RSSના સૂત્રો જણાવે છે, 'બેઠક આશરે પોણા ત્રણ કલાક ચાલી. તેની શરૂઆતમાં લોકસભા ચૂંટણીમાં કાનપુર-બુંદેલખંડ ક્ષેત્રમાં પાર્ટીને થયેલા નુકસાન, લોકલ નેતાઓ-કાર્યકરો વચ્ચેની ખેંચતાણ અને વધતી અનુશાસનહીનતાને જલ્દીથી જલ્દી ખતમ કરવા માટે કહેવામાં આવ્યું. તેની સાથે 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનમાં મોટા ફેરફારો અને ચૂંટણી વ્યૂહરચના પર પણ ચર્ચા થઈ.' 'બેઠક દરમિયાન BJP નેતાઓએ મુખ્યમંત્રીની સામે UGCના નવા નિયમોના કારણે લોકોમાં અસંતોષ અને વધતા શંકરાચાર્ય વિવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. આના પર સંઘનો સ્પષ્ટ મેસેજ હતો કે આવા મુદ્દાઓથી પાર્ટીની છબી પ્રભાવિત થઈ રહી છે તેથી શંકરાચાર્ય મામલાને દરેક રીતે કાઉન્ટર કરવો જોઈએ. જેથી સમાજમાં સનાતન ધર્મ પ્રત્યે હકારાત્મક સંદેશ જાય.' BJP-સંઘની બેઠકમાં કેમ ઉઠ્યો 'શંકરાચાર્ય'નો ટોપિક યુપીમાં RSS અને BJPની પોલિટિક્સ પર નજર રાખનારા સિનિયર જર્નાલિસ્ટ પ્રમોદ ગોસ્વામી કહે છે, 'BJP, યોગી અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથે જોડાયેલો મામલો પ્રયાગરાજના માઘ મેળાથી શરૂ થયો, જ્યારે વહીવટીતંત્રે અવિમુક્તેશ્વરાનંદના રથને સંગમ સુધી જતા રોક્યો હતો. વિવાદ ત્યારે વધુ વધી ગયો, જ્યારે તેમના અનુયાયીઓ અને બટુકોની ચોટલી ખેંચીને તેમને ખરાબ રીતે મારવામાં આવ્યા. આ ઘટનાને લઈને સનાતની સમાજમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી. લોકોએ તેને સરકારની નિરંકુશતા માની.' 'BJP અને સંઘને ડર છે કે એક પ્રમુખ ધાર્મિક પીઠના શંકરાચાર્યથી સરકાર વિરુદ્ધ મોરચો ખોલવાથી બ્રાહ્મણ વોટ બેંક અને કટ્ટર હિન્દુ સમર્થકોમાં ભ્રમ પેદા થઈ શકે છે. વિપક્ષી દળો આ વિવાદને હવા આપી રહ્યા છે જેથી BJPના હિન્દુત્વવાળા નેરેટિવને તોડી શકાય. આજ કારણ છે કે પાર્ટીના સિનિયર નેતાઓની સાથે સાથે કાર્યકરો સુધીના લોકો આ બાબતે ચિંતિત છે.' 'શંકરાચાર્ય વિવાદની શરૂઆતથી લઈને અત્યાર સુધી CM યોગી પણ પોતાના તેવરમાં કોઈ ઘટાડો લાવ્યા નથી. તેઓ જ્યારે પણ સંઘ પ્રમુખ મોહન ભાગવતને મળ્યા અથવા કાનપુરમાં જે વાત થઈ, તેમાં શંકરાચાર્ય વિવાદને પ્રમુખતાથી રાખવામાં આવ્યો. તેથી RSSનું વલણ સ્પષ્ટ છે કે જો હવે આ મુદ્દે પાર્ટી પાછી પાની કરશે તો તેને ચૂંટણીમાં મોટું નુકસાન થઈ શકે છે. આજ કારણ છે કે આ મુદ્દે યોગી પણ એગ્રેસિવ નજરે પડી રહ્યા છે.' અવિમુક્તેશ્વરાનંદ vs યોગી વિવાદ વધવાના 3 મુખ્ય કારણો 1. માઘ મેળામાં શાહી સ્નાન પહેલા રોકવામાં આવ્યા શંકરાચાર્ય વિવાદ જાન્યુઆરી 2026માં શરૂ થયો, જ્યારે પ્રયાગરાજ માઘ મેળામાં યુપી પોલીસે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને સંગમ પર 'રાજસી સ્નાન' માટે જતા રોક્યા હતા. તેમના શિષ્યો સાથે ગેરવર્તણૂક પણ થઈ. પોલીસે તેની પાછળ નાસભાગ અને સુરક્ષાનો હવાલો આપ્યો, જેને શંકરાચાર્યએ 'સંતોનું અપમાન' અને સરકારી અહંકાર ગણાવ્યો. 2. 'શંકરાચાર્ય' પદની વૈધતા પર કાનૂની નોટિસ પ્રયાગરાજ વહીવટીતંત્રે અવિમુક્તેશ્વરાનંદને નોટિસ પાઠવીને પૂછ્યું કે તેઓ 'શંકરાચાર્ય' પદવીનો ઉપયોગ કેમ કરી રહ્યા છે, જ્યારે કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. વાત ત્યારે વધી જ્યારે વિધાનસભામાં CM યોગીએ નામ લીધા વિના કહ્યું કે કોઈ પણ પોતાની જાતને શંકરાચાર્ય લખી શકતું નથી, કાયદો બધા માટે સમાન છે. આના પર પલટવાર કરતા અવિમુક્તેશ્વરાનંદે કહ્યું- કોઈ રાજકારણી એ નક્કી ન કરી શકે કે ધર્મનું સર્વોચ્ચ પદ કોણ સંભાળશે. 3. 'યોગી વિરુદ્ધ સ્વામી'ની તીખી નિવેદનબાજી બંને તરફથી શબ્દોની મર્યાદાની સીમાઓ ઘણીવાર ઓળંગવામાં આવી. CM યોગીએ નામ લીધા વગર 'કાલનેમિ' શબ્દનો ઉલ્લેખ કર્યો, જેના જવાબમાં શંકરાચાર્યએ યોગીની તુલના 'ઔરંગઝેબ' સાથે કરી અને કહ્યું કે મુખ્યમંત્રી 'ખલીફા' બનવા માગે છે. તાજેતરમાં તેમણે યોગી સરકારને 40 દિવસની ચેતવણી આપતા કહ્યું કે જો યુપીમાં ગૌ-હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લાગે, તો તેઓ યોગીના 'હિન્દુ' હોવા પર સવાલ ઉઠાવશે. અવિમુક્તેશ્વરાનંદના સંઘ પ્રમુખ પરના નિવેદન બાદ તેમનો વિરોધ વધ્યો શું સંઘ પણ સ્વામી અવિમુક્તેશ્વરાનંદથી નારાજ છે? આ સવાલ અમે કાનપુરમાં થયેલી બેઠકમાં હાજર BJP નેતાને પૂછ્યો. નામ જાહેર ન કરવાની વિનંતી સાથે તેઓ કહે છે, 'સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી યુપીના અલગ-અલગ જિલ્લાઓમાં યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાઓ દરમિયાન તેઓ મીડિયા સાથે પણ વાત કરી રહ્યા છે. તેઓ અગાઉ પણ મુખ્યમંત્રી યોગીથી લઈને સંઘ પ્રમુખ મોહન ભાગવત પર વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે. તમે પોતે જ જણાવો કે શું આવી ભાષાનો ઉપયોગ કોઈ શંકરાચાર્ય કરી શકે? આજ કારણ છે કે જનતા વચ્ચે અવિમુક્તેશ્વરાનંદનો વિરોધ વધતો જઈ રહ્યો છે.' ગયા મહિને 20 ફેબ્રુઆરીએ વારાણસીમાં અવિમુક્તેશ્વરાનંદે સંઘ પ્રમુખ માટે કહ્યું હતું કે તેઓ હિન્દુઓને બાળકો પેદા કરવાની સલાહ આપતા પહેલા પોતે લગ્ન કરે. જે વ્યક્તિ બાળક પેદા કરવાની પ્રક્રિયા કે જવાબદારીનો ભાગ જ નથી, તેમણે આ સંવેદનશીલ બાબતો પર ટિપ્પણી ન કરવી જોઈએ. RSS સાથે જોડાયેલા સંગઠન વિદ્યા ભારતી સાથે જોડાયેલા ભાસ્કર દુબે કહે છે, 'વિધાનસભા ચૂંટણી પહેલા સંઘ અને સરકાર વચ્ચે 'ટ્રિપલ-S મોડલ' બેઠકો થઈ રહી છે. આ મિટિંગ્સનો એજન્ડા પાર્ટીની અંદર રહેલી નારાજગી દૂર કરવાનો છે. સંઘનો એવો જ પ્રયાસ રહે છે કે કોઈપણ પ્રકારના સળગતા મુદ્દાઓને લઈને પાર્ટી કાર્યકરો વચ્ચે ટકરાવ ન થાય. આવા મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી ચૂંટણી પહેલા સંગઠનાત્મક એકતા જળવાઈ રહે.' એક્સપર્ટ્સે કહ્યું- BJPમાં શંકરાચાર્ય અને UGCને લઈને આંતરિક મતભેદ સિનિયર જર્નાલિસ્ટ પ્રમોદ ગોસ્વામી કહે છે, 'શંકરાચાર્ય વિવાદ વકરતા જ ડેપ્યુટી CM બ્રજેશ પાઠકે બટુકોને ઘરે બોલાવીને સન્માનિત કર્યા. કેશવ પ્રસાદ મૌર્ય પણ તેમને ભગવાન કહે છે. બીજી તરફ પૂર્વ સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ પણ UGCના નવા નિયમોનો વિરોધ કરતા તેને સમાજને વહેંચનારો અને અસંતુલિત કાયદો ગણાવી રહ્યા છે.' 'આ વાતોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે શંકરાચાર્ય અને UGC વિવાદને લઈને BJPમાં આંતરિક મતભેદની સ્થિતિ છે. જેને ખતમ કરવા માટે હવે પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. આ જ કારણે સંઘ અને BJPની લીડરશિપ પણ પરેશાન છે કે તેઓ 2027ની ચૂંટણીમાં કયા મોઢે જનતા સામે વોટ માગવા જશે.' 'સંઘ માટે યોગી ફ્યુચર PM કેન્ડિડેટ, તેથી સાથે ઊભો છે' સંઘ મામલાઓના જાણકાર અને સિનિયર જર્નાલિસ્ટ કુમાર ભવેશ ચંદ્ર કહે છે, 'સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સાથે જોડાયેલા વિવાદે સમાજમાં 'શંકરાચાર્ય પરંપરા'ને લઈને નવા સવાલ ઊભા કરી દીધા છે. કેટલાક લોકો આના સમર્થનમાં છે, તો એક વર્ગ વિરોધ કરી રહ્યો છે. મામલો વકર્યા બાદ સંઘ-BJP બંને પોતપોતાની રીતે તેને કાઉન્ટર કરી રહ્યા છે.' 'યોગી આદિત્યનાથ વર્તમાન સમયમાં BJPના મોટા નેતા માનવામાં આવે છે, ઘણીવાર તેમના માટે બોલવામાં આવે છે કે તેઓ આગામી PM કેન્ડિડેટ પણ છે. તેથી હવે સંઘ માટે એ મોટો સવાલ બની ગયો છે કે તે પોતાના નેતાને અધવચ્ચે કેવી રીતે છોડી શકે.' તે 4 મોટા કિસ્સાઓ, જેમાં RSSએ આપ્યો BJPનો સાથ… 1. વક્ફ સુધારણા વિધેયક RSSએ વક્ફ સુધારણા વિધેયક મુદ્દે કેન્દ્ર સરકારના વલણનું સંપૂર્ણ સમર્થન કર્યું હતું. સંઘના એક વરિષ્ઠ હોદ્દેદારના જણાવ્યા અનુસાર, 'સંઘનું માનવું છે કે વક્ફ સંપત્તિઓનું સંચાલન પારદર્શક હોવું જોઈએ. તેથી ગત વર્ષે થયેલી કોર્ડિનેશન બેઠકોમાં એ નક્કી થયું કે RSS આ મુદ્દાને 'તુષ્ટિકરણ વિરુદ્ધ સુધારા' તરીકે જનતા વચ્ચે લઈ જાય.' 'આને લઈને ખાસ વ્યૂહરચના પણ બનાવવામાં આવી, જેમાં પસમાંદા મુસ્લિમ સમુદાય અને ગરીબ વર્ગને એ સમજાવવાની જવાબદારી સ્વયંસેવકોને આપવામાં આવી છે કે આ કાયદો તેમના હિતમાં લાવવામાં આવી રહ્યો છે.' 2. UGC રેગ્યુલેશન 2026 અને અનામત વિવાદ જાન્યુઆરી 2026માં નવા UGC નિયમોને લઈને સવર્ણ અને દલિત બંને સમુદાયોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે સંઘે સરકારને સલાહ આપી હતી કે તે દલિત સમુદાયો (ખાસ કરીને જાટવ) વચ્ચે જઈ રહેલી નકારાત્મકતાને રોકવા માટે સંત રવિદાસની 650મી જયંતિ મોટા પાયે ઉજવે. સંઘ આ માટે 'સામાજિક સમરસતા' અભિયાન ચલાવી રહ્યો છે કે BJP અનામત સાથે કોઈ છેડછાડ નહીં કરે. 3. ધર્માંતરણ અને ગેરકાયદે મદરેસા-મજાર પર બુલડોઝર એક્શન પશ્ચિમી યુપી અને પીલીભીત, લખીમપુર ખેરી જેવા તરાઈ વિસ્તારોમાં ધર્માંતરણના અહેવાલો પર સંઘે ચિંતા વ્યક્ત કરી હતી. આના પર RSSએ યોગી સરકારના 'ગેરકાયદે મજારો' હટાવવા, ધર્માંતરણ વિરોધી કાયદાને વધુ કડકાઈથી લાગુ કરવાના નિર્ણયોનું ખુલ્લેઆમ સમર્થન કર્યું. 4. મથુરા અને કાશીનો મુદ્દો અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બાદ સંઘે હવે મથુરા અને કાશીના મુદ્દાઓ પર BJPને ફ્રી હેન્ડ આપ્યો છે. જોકે, ઑગસ્ટ 2025માં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે RSS મથુરા હોય કે કાશી, કોઈ પણ મંદિર આંદોલનમાં ભાગ લેશે નહીં. જો સ્વયંસેવકો મંદિરોના આંદોલનમાં જોડાવા માગતા હોય તો સંગઠન તેમને રોકશે નહીં.
    Click here to Read More
    Previous Article
    આસારામઃ સંત કે શેતાન?:14 માર્ચથી દિવ્ય ભાસ્કર પર દરરોજ જુઓ ગુજરાતના સૌથી શક્તિશાળી ગોડમેનની થ્રિલર વીડિયો સિરીઝ
    Next Article
    સેમિફાઇનલમાં ભારત ભૂંડી રીતે હારતા શફી ઇનામદારનું હાર્ટ અટેકથી મોત:ગુજરાતીની આંગળી પકડી નાટકો શીખ્યા, કાર થાંભલા સાથે અથડાતા પત્નીનું મોત; લોહીના ખાબોયિયામાંથી ચંપલ મળ્યા

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment