Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UP-બિહારીઓને પૈસા દેતા દંડા પડ્યાં,બંગાળમાં ‘મત’ માટે ફ્રીમાં AC સીટ?:ઉધનાથી 1300 શ્રમિક સાથેની 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેન રવાના; મમતાને હરાવવા ખર્ચ ભાજપ ભોગવશે

    21 hours ago

    19 એપ્રિલને રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરી મચી હતી. UP, બિહાર અને ઓડિસા જતા એકસાથે 10 હજારથી વધુ લોકો એકઠા થતાં ભીડને પોલીસ પણ સંભાળી શકી નહોંતી. આ ભાગદોડ વચ્ચે લોકો એકબીજાને કચડીને ટ્રેન પકડવા જતાં પોલીસે દંડા વરસાવ્યાં હતાં. ટ્રેનોમાં પગ મુકવાની પણ જગ્યા ન હોવાથી 4000થી વધુ લોકોને ફરી રૂમે પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ રાતના ઉધના સ્ટેશન પરથી જ 1300 શ્રમિક સાથેની ખાસ 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેન ભાજપે બંગાળ રવાના કરી છે અને હજુ બે ટ્રેનનું આયોજન છે. ભારતીય જનતા પાર્ટી મત માટે ફ્રીમાં લોકોને AC ટ્રેનની સેવા આપી રહી છે. તો બીજી તરફ UP, બિહાર અને ઓડિસાના લોકોને પૈસા ચૂકવીને પણ પોલીસના દંડા ખાઈ ઘેટા-બકરાની જેમ મુસાફરી કરી પડી હતી. એકને સુવિધા અને બીજાને દુવિધાના ભાજપ સરકાર અને રેલવે તંત્રના બેવડા વલણથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સુરત ભાજપ અને બંગાળી સમાજનું આયોજન, 4 ટ્રેનો જશે કોલકાતા પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને 'સુરત બંગાળી સમાજ' દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. પહેલી ટ્રેનમાં 1300 મતદારો રવાના ગતરોજ રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પરથી પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે 1300થી વધુ મતદારોને 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેનમાં રવાના કરાયા. આ મુસાફરોના હાથમાં તિરંગા હતા અને આખું સ્ટેશન 'વંદે માતરમ' તથા 'જય શ્રીરામ'ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. હવે બીજી ટ્રેન 24 એપ્રિલના રોજ સુરતથી ઉપડશે. આ તમામ ટ્રેનો સીધી કોલકાતા જશે, જેથી મતદારોને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે. મુસાફરીનો ખર્ચ ભાજપ ઉઠાવશે સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે અમે કાર્યકરો અને મતદારોની પડખે ઉભા છીએ. સુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા આ ટ્રેન સુવિધા એકદમ 'ફ્રી ઓફ કોસ્ટ' રાખવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેઓ મતદાન કરી શકે તે માટેનું આયોજન છે. તમામ લોકો ભાજપને મત આપી વિજય બનાવશે. આ પણ વાંચો… પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી, લોકો બેભાન થયા, બાળકોની ચીસો નીકળી ગઈ 'પરિવર્તન યાત્રા' દ્વારા બંગાળમાં પરિવર્તનનો સંકલ્પ સુરત બંગાળી સમાજના અગ્રણી સદાનંદ રાઉતે જણાવ્યું હતું કે, અમે આ ટ્રેન 'પરિવર્તન યાત્રા' માટે કાઢી છે. અમે આ વખતે પશ્ચિમ બંગાળમાં શાસન બદલવા માગીએ છીએ. સુરતથી જઈ રહેલા આ 1800 જેટલા લોકો માત્ર મુસાફરો નથી, પણ 1800 વોટ છે જે પરિવર્તન લાવશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે શ્રમિક વર્ગ, જેઓ આર્થિક સંકડામણ કે રિઝર્વેશન ન મળવાને કારણે મતદાન કરવા જઈ શકતા નથી, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. શ્રમિકોમાં ભારે ઉત્સાહ, ‘સિન્ડિકેટ રાજ ખતમ કરવું છે’ સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અરુણ મંડલે વાતચીતમાં જણાવ્યું કે, ત્યાં તૃણમૂલની સરકારમાં લૂંટફાટ અને સિન્ડિકેટ રાજ ચાલે છે. અમે ઈચ્છીએ છીએ કે ભાજપ સરકાર આવે તો બધું શાંત થાય. જેમ ઉત્તર પ્રદેશ સુધરી ગયું છે, તેમ બંગાળમાં પણ નવો કાયદો આવે અને સુધારા થાય તે માટે અમે આટલે દૂરથી વોટ આપવા જઈ રહ્યા છીએ. તેમને એસી કોચમાં ફ્રી મુસાફરી મળતા પણ ભારે ખુશી વ્યક્ત કરી હતી. 2.5 લાખ બંગાળી મતદારો પર ભાજપની નજર સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં કારીગરીનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ એક મોટો વોટબેંક ધરાવે છે. ચૂંટણીના સમયે મોંઘી ટિકિટ કે ટ્રેનોમાં ભીડને કારણે આ લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપે આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડી છે. ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈને પોતાના પરિવાર અને ગામમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવશે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી:16નાં કમકમાટીભર્યા મોત, 20 ઘાયલ, રસ્તા પર ચીસાચીસ અને લાશોના ઢગલા થયાં; મૃત્યુઆંક વધવાની શક્યતા
    Next Article
    "બસ સ્ટેશનની લિફ્ટમાં ફસાઈ ગયા, ઈમરજન્સી બટન બંધ છે":રાજકોટના આધુનિક બસપોર્ટની લિફ્ટ બંધ થતા 4 લોકો જીવ બચાવવા કરગર્યાનો વીડિયો વાયરલ, સદનસીબે જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment