Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "બસ સ્ટેશનની લિફ્ટમાં ફસાઈ ગયા, ઈમરજન્સી બટન બંધ છે":રાજકોટના આધુનિક બસપોર્ટની લિફ્ટ બંધ થતા 4 લોકો જીવ બચાવવા કરગર્યાનો વીડિયો વાયરલ, સદનસીબે જાનહાનિ ટળી

    9 hours ago

    રાજકોટનું આધુનિક બસપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવેલું છે. અહીં ગત શનિવારે સાંજના સમયે લિફ્ટ બંધ થઈ ગયાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં જાગૃત યુવાન વીડિયોમાં બોલે છે કે અમે લિફ્ટમાં ફસાઈ ગયા છીએ અને ઈમરજન્સી બટન પણ બંધ હાલતમાં છે. જોકે આ દરમિયાન ઇમરજન્સી નંબર પર જાણ કરવામાં આવતા લિફ્ટના મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા લિફ્ટ ચાલુ કરી ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બસપોર્ટમાં દુકાનો કે હોટેલમાં જવા માટેની લિફ્ટમાં કેપેસિટી કરતા વધુ સામાન લઈ જવામાં આવતા આ ઘટના બની હોવાનું બિલ્ડીંગ એસોસિયેશનનું કહેવું છે. જ્યારે ડેપો મેનેજર દ્વારા આ લિફ્ટના મેન્ટેનન્સની જવાબદારી અમારામાં આવતી ન હોવાનું કહી હાથ ખંખેરી લીધા હતા. રાજકોટ એસટી બસપોર્ટમાં શનિવારે સાંજના સમયે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડના પ્રીમાઈસીસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં બિલ્ડીંગમાં ચોથા માળેથી નીચે ઉતરતી લિફ્ટ અચાનક અધવચ્ચે જ થંભી ગઈ હતી. જેને લીધે લિફ્ટમાં ફસાયેલા 4 લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જેમાંના એક વ્યક્તિએ વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તે યુવાન કહે છે કે, 'અમે રાજકોટ બસ સ્ટેશનની લિફ્ટ માં ફસાઈ ગયા છીએ.' લિફ્ટની અંદર રહેલું ઈમરજન્સી બટન વારંવાર દબાવવા છતાં લીફ્ટ ખુલી રહી નથી. યુવાન કહે છે કે 'અમે રાજકોટના બસ સ્ટેન્ડમાં ચોથા માળેથી લીફ્ટમાં નીચે આવતા હતા અને અચાનક લીફ્ટ બંધ થઈ ગઈ છે, અમે લિફ્ટમાં ચાર લોકો ફસાયા છીએ, અમે હેલ્પ માટે જાણ કરી છે, લિફ્ટના ઈમરજન્સી બટન કામ નથી કરતા, અમે ઘણી ટ્રાય કરી પરંતુ લિફ્ટ ખુલતી નથી'. લિફ્ટમાંથી બહાર નીકળવા માટે લોકો લાંબા સમય સુધી કરગરતા જોવા મળ્યા હતા. બસ સ્ટેશનની લિફ્ટ બંધ થઈ જવા મામલે રોષ જોવા મળી રહ્યો છે કે કરોડોના ખર્ચે બનેલા બિલ્ડિંગની જાળવણીનો અભાવ શા માટે છે? અગાઉ પણ અહીં અનેક ક્ષતિઓ સામે આવી ચુકી છે ત્યારે આ લિફ્ટની ઘટનાએ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે પરંતુ તંત્રની આ લાપરવાહી અહીંના વેપારીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય તેમ છે. આ અંગે ડેપો મેનેજર ઘનશ્યામ ચગનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, જે લિફ્ટનો વિડીયો વાયરલ થયો છે તેનું સંચાલન એસટી વિભાગ પાસે નથી. તે બિલ્ડિંગ એસોસિએશનના મેનેજમેન્ટ હેઠળ આવે છે. જે બાદ બસ સ્ટેશન બિલ્ડીંગ એસોસિએશનના પ્રમુખ કશ્યપ પંચોલીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, બસપોર્ટમાં આવેલી 400 દુકાનોનું અમારું એસોસિયેશન છે. આ લિફ્ટ બંધ થઈ ગઈ તે શનિવારે રાતની ઘટના છે. લિફ્ટમાં વધુ પડતો સામાન લઈ જવા તો હોવાને કારણે આવું બન્યું છે. જોકે 15 મિનિટમાં લિફ્ટ માં ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    UP-બિહારીઓને પૈસા દેતા દંડા પડ્યાં,બંગાળમાં ‘મત’ માટે ફ્રીમાં AC સીટ?:ઉધનાથી 1300 શ્રમિક સાથેની 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેન રવાના; મમતાને હરાવવા ખર્ચ ભાજપ ભોગવશે
    Next Article
    Dombivli train derailment throws Mumbai’s Central Railway peak-hour services into chaos

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment