Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UPમાં ભાવનગરના યુવકે ગર્લફ્રેન્ડની હત્યા કરી:વોટ્સએપ ચેટ ન બતાવતા ગળું કાપી શરીરનાં ત્રણ ટુકડા કર્યા, પહેલાં 2 ટુકડા જંગલમાં ફેંક્યા; બીજી રાતે પગ ફેંકવા જતાં જ ઝડપાયો

    2 days ago

    યુપીના જૌનપુરમાં વોટ્સએપ ચેટ ન બતાવવા પર યુવકે પોતાની પરિણીત ગર્લફ્રેન્ડનું ગળું કાપીને હત્યા કરી દીધી. ત્યારબાદ ધારિયાથી મૃતદેહને ત્રણ ટુકડામાં કાપ્યો. હાથ અને કમરના નીચેના ભાગને કાળી પોલીથીનમાં ભરીને બે અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આરોપી યુવક ભાવનગરનો રહેવાસી છે, જ્યારે મૃતક મહિલા વારાણસીની રહેવાસી હતી. જૌનપુરમાં મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ રસ્તા કિનારે ઝાડીઓમાં મોટી પોલીથીન જોઈ તો તેમને શંકા ગઈ. તરત જ તેની જાણ પોલીસને કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પોલીથીન ખોલી. જેમાં મહિલાની કમરનો ઉપરનો ભાગ પડ્યો હતો. જ્યારે આસપાસ તપાસ કરવામાં આવી તો લગભગ એક કિમી દૂર તેના બંને હાથ પડેલા મળ્યા. જ્યારે પગનો ભાગ ગાયબ હતો. પોલીસે બંને ધડ કબજે લઈને આરોપીની શોધખોળ શરૂ કરી. રવિવારે મોડી રાત્રે આરોપી પગના ટુકડા પોલીથીનમાં ભરીને ફેંકવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે રાત્રે લગભગ સાડા બાર વાગ્યે તેને ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલો જોઈને તેણે ફાયરિંગ કર્યું. ત્યારબાદ પોલીસે એન્કાઉન્ટરમાં તેના પગ પર ગોળી મારીને તેને પકડી લીધો. તેના જમણા પગમાં ગોળી વાગી છે. તેની પાસેથી ગડાસા (ધારિયું) અને તમંચો મળી આવ્યો છે. આ ઘટના મડિયાહું કોતવાલી વિસ્તારની છે. જુઓ 2 તસવીરો… હવે સમજો આખો મામલો ગુજરાતના ભાવનગર જિલ્લાનો રહેવાસી હેમલ ખખરિયા ઉર્ફે દિલીપ (42) પુત્ર ભૂપેન્દ્રભાઈ ખખરિયા મડિયાહું કસબાની ટીચર્સ કોલોનીમાં ભાડે રૂમ લઈને રહેતો હતો. બે મહિના પહેલા તેની મુલાકાત વારાણસીના રાજાતાલાબના કેવલીપુર ગામની રહેવાસી રેશ્મા ખાતૂન ઉર્ફે સના (38) સાથે થઈ હતી. બંનેએ નંબરની આપ-લે કરી. ત્યારબાદ રેશ્મા દિલીપ સાથે વાત કરવા લાગી. મડિયાહુંના સીઓ વિજય ચૌધરીએ જણાવ્યું- રેશ્માએ દિલીપને નોકરી અપાવવાની વાત કરી. જેના પર તેણે તેને પોતાની પાસે મડિયાહું બોલાવી લીધી અને બંને સાથે રહેવા લાગ્યા. તેણે તેને મડિયાહુંમાં 18 હજાર પગાર પર એક ખાનગી કંપનીમાં નોકરી લગાવી દીધી. આ દરમિયાન રેશ્મા પોતાના ઘરે પણ આવતી-જતી રહી. રેશ્મા વારાણસીથી પૈસા લેવા આવી હતી રેશ્મા એક અઠવાડિયા પહેલા પોતાના ઘરે ગઈ હતી. શનિવારની સાંજે તે મડિયાહું પોતાના પૈસા લેવાના બહાને આવી. તે દિલીપના રૂમમાં પહોંચી. જ્યાં દિલીપ અને રેશ્મા સાથે જમ્યા. ત્યારબાદ દિલીપે રેશ્મા પાસેથી તેનો મોબાઈલ માંગ્યો. કહેવા લાગ્યો કે તેની વોટ્સએપ ચેટ જોવી છે. તેને શંકા હતી કે રેશ્મા કોઈ બીજા સાથે પણ વાત કરે છે. કોઈ બીજા યુવક વાત કરતી હોવાની શંકાએ હત્યા કરી રેશ્મા અન્ય કોઈ યુવક સાથે વાત કરતી હોવાની શંકાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે જ રાત્રે તેના વોટ્સએપ ચેટ્સને લઈને વિવાદ વધુ વકર્યો હતો. રેશમાએ વોટ્સએપ ચેટ બતાવવાનો ઇનકાર કર્યો. આ વાત પર બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો. આ દરમિયાન રાત્રે લગભગ નવ વાગ્યે ગુસ્સામાં દિલીપે રસોડામાં રાખેલી છરી વડે રેશમાનું ગળું કાપી નાખ્યું. આ પછી તે લાશને ઠેકાણે પાડવા માટે બજાર ગયો અને ત્યાંથી ધારિયું અને કાળી પોલિથીન ખરીદીને લાવ્યો. ત્યારબાદ તેણે તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા અને તે ટુકડાઓને અલગ-અલગ સ્થળોએ ફેંકી દેવાની તૈયારીમાં હતો. એક રાત્રે બે ટુકડા ફેંક્યા, પછી રાહ જોઈ ધારિયા વડે મૃતદેહના ત્રણ ટુકડા કર્યા. બંને હાથ કાપ્યા. ત્યારબાદ કમરથી ધડને અલગ કરી દીધું. પગનો ભાગ અલગ કર્યો. રાતના અંધારામાં તેણે કમરના ઉપરના ભાગને પોલિથીનમાં ભરીને રૂમથી લગભગ બે કિમી દૂર રાણીપુર બાયપાસ પાસે રોડ કિનારે ઝાડીઓમાં ફેંકી દીધો. ત્યારબાદ બંને હાથ પ્લાસ્ટિકની થેલીમાં નાખીને લગભગ 4 કિમી દૂર રામનગર પુલ પાસે ફેંકી દીધા. પોલીસ દ્વારા મૃતદેહની ઓળખની કાર્યવાહી શરૂ થવાની જાણકારી મળતાં તે બાકીના ભાગને ઠેકાણે પાડવા જઈ રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા, પુરાવા નષ્ટ કરવા, પોલીસ પર જીવલેણ હુમલો અને ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ જોયા ટુકડા રાણીપુર બાયપાસ પર મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ ઝાડીઓમાં મોટી કાળા રંગની પ્લાસ્ટિકની થેલી જોઈ તો તેમને શંકા ગઈ. તેની જાણ પોલીસને કરી. ઘટનાસ્થળે સીઓ વિજય કુમાર ચૌધરી ફોર્સ સાથે પહોંચ્યા અને પ્લાસ્ટિકની થેલી ખોલાવી તો અંદર મહિલાના કપાયેલા હાથ મળ્યા. આ જોઈને બધા ચોંકી ગયા. બાકીનું ધડ ગાયબ હતું. ત્યારબાદ પોલીસની ત્રણ ટીમોને તપાસમાં લગાડવામાં આવી. અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી ગુમ થયેલા લોકોની રિપોર્ટ તપાસવાનું શરૂ કર્યું. આ દરમિયાન મોડી રાત્રે બાતમીદાર પાસેથી માહિતી મળી કે એક શંકાસ્પદ યુવક બાઇક પર રામનગર બ્લોક ગેટ તરફ કાળા રંગની મોટી પોલિથીન લઈને નીકળ્યો છે. પોલીસે ઘેરાબંધી કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ભાગવા લાગ્યો. પોતાને ઘેરાયેલો જોઈને તેણે પોલીસ ટીમ પર તમંચાથી ફાયરિંગ કર્યું. જવાબી કાર્યવાહીમાં તેના જમણા પગમાં ગોળી વાગી અને તે ઘાયલ થઈને પડી ગયો. પોલીસે તેને પકડી લીધો. પૂછપરછ કરીને તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસે તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ છરી, ધારિયું, એક .32 બોરની પિસ્તોલ, કારતૂસ, મહિલાના કપાયેલા પગ અને બાઇક તથા મહિલાનો મોબાઇલ જપ્ત કર્યો. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. CO વિજય ચૌધરીએ જણાવ્યું- આરોપી દિલીપની ધરપકડ કરી લેવામાં આવી છે. તેનો મહિલા સાથે ઝઘડો થયો હતો. જેના પછી આ ઘટના બની છે. મહિલાના પતિ દ્વારા તેની ઓળખ કરાવવામાં આવી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પતિને સોંપવામાં આવ્યો છે. મહિલા ત્રણ બાળકોની માતા હતી તેણે જણાવ્યું કે રેશ્મા પરણિત હતી. તેને ત્રણ બાળકો છે. એક દીકરો અને બે દીકરીઓ છે. બે દીકરીઓની ઉંમર 19 અને 14 વર્ષ છે. તેના લગ્ન વારાણસીના કેવલીપુરના રહેવાસી રહીમ ખાન સાથે થયા હતા. પોલીસે રહીમ ખાનને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ------
    Click here to Read More
    Previous Article
    When stoppage time meant cardiac arrest and clinical death for Norway coach in 2001
    Next Article
    ભારે વરસાદથી મુંબઈ રેલ વ્યવહાર ઠપ, 3 જિલ્લામાં રેડ એલર્ટ:કર્ણાવતી-જોધપુર-બાંદ્રા ટ્રેન અધવચ્ચેથી પરત અમદાવાદ ફરી; રાજુલાની ધાતરવડી નદીમાં ઘોડાપૂરથી પાળો તૂટ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment