Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લાસમાં ગાળો બોલતા ટોકતા છૂટ્યા બાદ 3 વિદ્યાર્થિનીને માર માર્યો:વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરી માફી પત્ર લખાવી એલસી આપી દેવાયું; બાપુનગરની જીવન સાધના સ્કૂલનો બનાવ

    14 hours ago

    અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે ક્લાસમાં બનેલી ઘટનાની અદાવત રાખી એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીઓને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્લાસમાં વિદ્યાર્થી ગાળો બોલતો હોવાથી વિદ્યાર્થિનીઓએ ટોક્યો હતો. ગાળો બોલવા અંગે ટોકતા શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીએ ત્રણ વિદ્યાર્થિનીઓને માર માર્યો છે. જે બાદ સ્થાનિકો વિદ્યાર્થીને પકડી શાળાએ લઈ ગયા હતા. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. શિક્ષકને મારવા દોડ્યો: પીડિત વિદ્યાર્થિનીની બહેન દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વિદ્યાર્થિનીની બહેને જણાવ્યું હતું કે, અન્ય ધર્મનો એક છોકરો તેની સામે જોઈ રહ્યો હતો. જેથી બહેને તેના સર સાથે વાત કરી હતી. બાદમાં શિક્ષકે તેને બોલાવીને ધમકાવ્યો હતો અને લાફો પણ માર્યો હતો. જેથી ઉશ્કેરાઈને તે શિક્ષકને પણ મારવા માટે દોડ્યો હતો. ટ્રસ્ટીને અરજી કરી હોવાથી તેને શાળા છૂટ્યા બાદ મારી બહેન પર હુમલો કર્યો હતો. ‘કાનમાં સતત ફેટો મારતા છોકરી ત્યાં જ બેભાન થઈ ગઈ’ વધુમાં ભોગ બનનાર વિદ્યાર્થિનીની બહેને જણાવ્યું હતું કે, શાળાના ગેટની બહાર માથામાં ફેટ મારી હતી. તેમજ પગમાં અને પેટમાં પણ લાતો મારી હતી. બીજી તેની ફ્રેન્ડને કાનમાં સતત ફેટો મારી હતી. જેથી તે છોકરી ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. ત્રીજી છોકરીની સાઇકલ પણ તે વિદ્યાર્થીએ તોડી નાખી હતી અને પગમાં માર માર્યો હતો. આમ ત્રણ વિદ્યાર્થીનીઓને માર માર્યો હતો. ‘વિદ્યાર્થીને એલસી આપી સ્કૂલમાંથી કાઢી મૂક્યા’ સ્થાનિકો તે વિદ્યાર્થીને પકડીને શાળાએ લઈ ગયા હતા તે બાદ અમને જાણ કરવામાં આવી હતી. સમગ્ર બાબતે પોલીસ સ્ટેશન ગયા પરંતુ અમારી ફરિયાદ નોંધવામાં આવી ન હતી. અમને અને જે વિદ્યાર્થીએ માર માર્યો તેના વાલીને સ્કૂલે બોલાવાયા હતા. જે બાદ ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીને એલસી આપી શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરી માફી પત્ર લખાવાયું: PI બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે.ગઢવીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્કૂલમાં અભ્યાસ કરતા 16 વર્ષીય સગીર વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થિનીઓને માર મારવાની ઘટના મામલે તેના માતા પિતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી પાસે માફી પત્ર લખાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓને માર મારતા વિદ્યાર્થીને સ્કૂલમાંથી એલસી આપી કાઢી મૂકવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન:CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ; દિલ્હીમાં 11 મેટ્રો સ્ટેશન બંધ
    Next Article
    વઢવાણના દાજીરાજ પાર્કમાં શિવ શક્તિ યોગા ગ્રુપે સફાઈ અભિયાન કર્યું:ગાંધી જયંતિ નિમિત્તે શહેરીજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment