Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોન્ડ થકી માતબર ભંડોળ ઉભો કરવાનો વિશ્વને પાઠ:દક્ષિણ કોરિયામાં વડોદરાના મ્યુનિ. કમિશનરનું બ્લુ બોન્ડ પ્રેઝન્ટેશન, UNDRR દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો

    1 day ago

    યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR) અને ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશેટિવ (CBI) દ્વારા દક્ષિણ કોરિયાના ઇન્ચિયોન શહેરમાં ગત તા. 20 થી 22 ઓક્ટોબર, 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સંસ્થાઓના ખાસ આમંત્રણને માન આપીને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર-કમ-ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ તાલીમ સત્રમાં વિશ્વભરના આશરે 12 થી 13 દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યત્વે આપત્તિનું જોખમ ઘટાડવું, આબોહવા પરિવર્તન સામે શહેરોને વધુ સક્ષમ તથા મજબૂત બનાવવા તેમજ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી શહેરી વિકાસ માટે માતબર ભંડોળ ઊભું કરવા જેવા અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બોન્ડ થકી ભંડોળ ઊભું કરવાની માહિતી આપી કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ બોન્ડ મારફતે ભંડોળ ઊભું કરવાની સફર રજૂ કરી હતી. તેમણે સામાન્ય મ્યુનિસિપલ બોન્ડથી લઈને ગ્રીન બોન્ડ સુધીની સફર અને આગામી સમયમાં પ્રસ્તાવિત બ્લુ રેઝિલિયન્સ બોન્ડ દ્વારા ભંડોળ ઊભું કરવાની ભાવી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. ભારતીય મ્યુનિસિપલ બોન્ડના ઇતિહાસમાં સૌથી વધુ સબસ્ક્રિપ્શન મેળવવાની અને સૌથી ઓછા વ્યાજદરે ભંડોળ મેળવવાની વડોદરાની અદ્ભુત સિદ્ધિ વિશે તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો. બોન્ડ બહાર પાડતી વખતે સામનો કરેલા વિવિધ પડકારો, તેના નિવારણ માટે અપનાવાયેલા પ્રભાવી ઉકેલો અને તેમાંથી મળેલી મૂલ્યવાન શીખની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. વડોદરા પ્રથમ મહાનગરપાલિકા જેને બોન્ડ બહાર પાડ્યા ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાએ એશિયામાં કોઈપણ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા પ્રથમ વૈશ્વિક પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાની સિદ્ધિ મેળવી છે. આ રજૂઆતમાં બોન્ડ માટેની વિશેષ નાણાકીય રૂપરેખા તૈયાર કરવી, આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર મેળવવું તેમજ બોન્ડ બહાર પાડ્યા પછી જરૂરી અહેવાલો નિયમિતપણે રજૂ કરવા અને નિયમોનું ચુસ્ત પાલન કરવા અંગે પણ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરના જળ માળખાને મજબૂત કરવા યોજના આ ઉપરાંત, મ્યુનિસિપલ કમિશનરે શહેરના જળમાળખાને વધુ મજબૂત કરવા અને ભવિષ્યની પાણીની જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે પ્રસ્તાવિત બ્લુ રેઝિલિયન્સ બોન્ડ દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના વિશે પણ સૌને અવગત કર્યા હતા. આ પ્રસંગે આજવા સફારી, વિશ્વામિત્રી નદીના પુનર્જીવન અને સંરક્ષણના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ તેમજ પાણી અને સ્વચ્છતા સંબંધિત આગામી પર્યાવરણને અનુકૂળ યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. આ અગાઉ નાયબ મ્યુનિસિપલ કમિશનર-કમ-ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ વડોદરા શહેરમાં વારંવાર સર્જાતી પૂર જેવી કુદરતી પરિસ્થિતિ, તેનાથી ઊભા થતા ગંભીર જોખમો તેમજ આ જોખમોને અસરકારક રીતે ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી આયોજનબદ્ધ યોજનાઓ અને આગોતરી તૈયારીઓની તલસ્પર્શી વિગતો રજૂ કરી હતી. વિશ્વના દેશોએ રસ દાખવ્યો વડોદરા મહાનગરપાલિકાના આ ઉત્કૃષ્ટ પ્રેઝેન્ટેશનને UNDRR, CBI અને વિવિધ સહભાગી દેશોના પ્રતિનિધિઓ તરફથી ભારે પ્રશંસા અને સરાહના મળી હતી. નાઇજીરિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, કોલંબિયા, પનામા અને ફિલિપાઇન્સ જેવા દેશોના પ્રતિનિધિઓએ વડોદરાના આ અનોખા અનુભવમાં વિશેષ રસ દાખવ્યો હતો. તેમણે ભવિષ્યમાં પોતાના દેશોમાં મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટે વડોદરા પાસેથી માર્ગદર્શન અને ટેકનિકલ સહાય મેળવવાની પ્રબળ ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. આ સફળ કાર્યક્રમ દરમિયાન કમિશનરે UNDRRની ટીમને The Green Book અને All About Municipal Bond પુસ્તકોની વિશેષ નકલો પ્રેમપૂર્વક ભેટમાં આપી હતી. અન્ય દેશો અને શહેરો પણ શહેરી માળખાકીય સુવિધાઓ તથા નાગરિક સુવિધાઓના વિકાસ માટે મ્યુનિસિપલ બોન્ડનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકે તે સરળતાથી સમજી શકે, તે હેતુથી આ પુસ્તકોની ડિજિટલ નકલો પણ તમામ સહભાગી પ્રતિનિધિઓ સાથે શેર કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરની અગ્રણી સંસ્થાઓ દ્વારા ખાસ આમંત્રણ મળવું અને આંતરરાષ્ટ્રીય મંચ પર વડોદરાની આ ગૌરવવંતી સિદ્ધિઓ, મ્યુનિસિપલ બોન્ડની સફર તથા આબોહવા સંબંધિત નવીન નાણાકીય પહેલોની રજૂઆત થવી એ સમગ્ર શહેર તેમજ દેશ માટે અત્યંત ગર્વની ક્ષણ છે. વડોદરા મહાનગરપાલિકાનો આ માર્ગદર્શક અનુભવ દેશ-વિદેશના અન્ય શહેરોને પણ ટકાઉ શહેરી વિકાસ માટે મ્યુનિસિપલ બોન્ડ દ્વારા ભંડોળ ઊભું કરવા માટે અનન્ય પ્રેરણા અને દિશા પૂરી પાડશે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર 31મીએ PM મોદીની હાજરીમાં એકતા પરેડ:નક્સલ વિરોધી કામમાં યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડ બનશે આકર્ષણ, સરદાર પટેલની 151મી જન્મજયંતીએ 19 કન્ટિન્જન્ટનું માર્ચપાસ્ટ
    Next Article
    વિદ્યાસહાયક ભરતીમાં 774 જગ્યાઓનો વિવાદ:જિલ્લા પસંદગીની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા, હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને કારણે જગ્યાઓ અનામત રખાતા નિમણૂક અટકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment