Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાસહાયક ભરતીમાં 774 જગ્યાઓનો વિવાદ:જિલ્લા પસંદગીની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા, હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને કારણે જગ્યાઓ અનામત રખાતા નિમણૂક અટકી

    1 day ago

    રાજ્યમાં ધોરણ 1થી 5ના શિક્ષકોની 11 હજાર વિદ્યાસહાયક ભરતીને લઈને 774 જગ્યાઓનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ જગ્યાઓ મુક્ત કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવાની માગ સાથે ભરતીના ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. ઉમેદવારોનું કહેવું છે કે, તેઓ TET-1 પાસ કરી મેરિટમાં આવ્યા છે અને તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત, બાકી રહેલી જગ્યાઓ માટે જિલ્લા ફાળવણી સુધીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હોવા છતાં 774 જગ્યાઓ પેન્ડિંગ રાખવામાં આવતાં લાયક ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું છે. નિષ્ફળ ગયેલા કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી ઉમેદવારોના જણાવ્યા અનુસાર, વર્તમાન ભરતીમાં નિષ્ફળ ગયેલા કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતાં 774 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. તેના કારણે મેરિટમાં આવેલા અને ભરતીની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જિલ્લા પસંદગીથી વંચિત રહી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે, સરકારે હાઈકોર્ટમાં આ મામલે જવાબ રજૂ કરી જિલ્લા ફાળવણીની પ્રક્રિયા આગળ વધારવા માટે રજૂઆત કરવી જોઈએ. ‘કોર્ટ કેસ લાંબો ચાલશે તો અમારી નોકરીનાં વર્ષોનું શું?’ ઉમેદવારોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓ તમામ જરૂરી લાયકાત પૂર્ણ કરીને ભરતી પ્રક્રિયામાં આગળ આવ્યા છે. તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં 774 જગ્યાઓ પેન્ડિંગ રહેતાં તેમની નિમણૂકમાં વિલંબ થવાની શક્યતા છે. જો કોર્ટમાં કેસ લાંબો ચાલશે તો તેમની નોકરી શરૂ થવામાં મોડું થશે, જેની અસર સિનિયોરિટી, નોકરીના વર્ષો અને પગાર પર પડી શકે છે. આ પરિસ્થિતિમાં લાયક ઉમેદવારોનો શું વાંક છે, તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે. જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવાની માગ ઉમેદવારોનું કહેવું છે કે, જગ્યાઓ ખાલી હોવા છતાં કોર્ટ કેસના કારણે સમગ્ર પ્રક્રિયા અટકાવી રાખવાથી ભરતીમાં મેરિટના આધારે આગળ આવેલા ઉમેદવારોના હિતને નુકસાન થઈ રહ્યું છે. તેથી 774 જગ્યાઓ અંગે કોર્ટમાં જરૂરી જવાબ રજૂ કરી, કાયદાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પસંદગી અને નિમણૂકની આગળની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી છે કે, તેમના હિતને જોખમાય નહીં અને પાસ થયેલા ઉમેદવારો સાથે અન્યાય ન થાય તે માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવે. સાથે જ અન્ય ઉમેદવારોની જેમ તેમને પણ જિલ્લા પસંદગી કરવાની અને નિમણૂક માટે હાજર થવાની તક આપવામાં આવે તેવી માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોન્ડ થકી માતબર ભંડોળ ઉભો કરવાનો વિશ્વને પાઠ:દક્ષિણ કોરિયામાં વડોદરાના મ્યુનિ. કમિશનરનું બ્લુ બોન્ડ પ્રેઝન્ટેશન, UNDRR દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો
    Next Article
    વરાછામાં પાછલા બારણેથી ધમધમતા સીલબંધ સામે મનપાની તવાઈ:દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝ સહિતના એકમો સામે સારોલી પોલીસમાં અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment