Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    U.N. મહેતા હોસ્પિટલમાં બાળક ગુમ થતાં 'પિંક કોડ' જાહેર કરાયો:CCTV તપાસતાં બાળકના વાલી જ વોર્ડ બહાર લઈ ગયાનું સામે આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો

    10 hours ago

    અમદાવાદની U.N. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ એક બાળક ગુમ થયાની જાણ થતાં જ હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બાળકની સલામતી માટે સિક્યુરિટી દ્વારા તાત્કાલિક 'પિંક કોડ' જાહેર કરીને તમામ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, સીસીટીવી ફૂટેજ ચકાસતાં બાળકના વાલી જ તેને હોસ્પિટલ તંત્રને જાણ કર્યા વિના વોર્ડ બહાર લઈ ગયા હોવાનું સ્પષ્ટ થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. બાળક ગુમ થતાં તમામ પ્રવેશ અને નિકાસ દ્વાર બંધ કરી દેવાયા હોસ્પિટલમાંથી બાળક ગાયબ થવાની માહિતી મળતાં જ હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક ઈમરજન્સી પ્રોટોકોલ હેઠળ 'પિંક કોડ' એક્ટિવેટ કર્યો હતો. તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ પરિસરમાંથી કોઈ બહાર ન જઈ શકે તે માટે તમામ દરવાજા સીલ કરી દેવામાં આવ્યા હતા અને આવતા-જતા લોકો પર કડક નજર રાખીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. CCTV મોનિટરિંગથી સમગ્ર ઘટનાની હકીકત સામે આવી બાળકની શોધખોળ માટે હોસ્પિટલ સિક્યુરિટી દ્વારા અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં બાળકના પરિવારના સભ્યો જ તંત્રની પૂર્વ મંજૂરી કે જાણ કર્યા વગર બાળકને વોર્ડની બહાર લઈ જતાં નજરે પડ્યા હતા. હોસ્પિટલ તંત્ર અને સુરક્ષા વિભાગની ઝડપી કામગીરીને કારણે સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એનાલોગ પનીરના પ્રતિબંધ બાદ આરોગ્ય વિભાગનું ચારેય ઝોનમાં ચેકીંગ:સતત બીજા દિવસે પણ ટીમોના વેપારીઓ-ડિસ્ટ્રીબ્યુટર્સ પર દરોડા, 1.50 લાખના માલનો નાશ
    Next Article
    ગીર સોમનાથમાં વીજતંત્રનો સપાટો, 308 ગેરરીતિ ઝડપાઈ:1.39 કરોડનો દંડ ફટકારાયો, 54 ટીમોએ 1700 જોડાણ તપાસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment