Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં વીજતંત્રનો સપાટો, 308 ગેરરીતિ ઝડપાઈ:1.39 કરોડનો દંડ ફટકારાયો, 54 ટીમોએ 1700 જોડાણ તપાસ્યા

    19 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં વીજચોરી અને ગેરરીતિ સામે વીજતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વેરાવળ વિભાગીય કચેરી હેઠળના તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વીજચેકિંગ હાથ ધરાયું હતું. આ ઝુંબેશમાં 1700 વીજજોડાણો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 308 જોડાણોમાં ગેરરીતિઓ મળી આવી હતી. વડી કચેરી જીયુવીએનએલ વડોદરા તથા પીજીવીસીએલ રાજકોટના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 54 વીજચેકિંગ ટીમોમાં 220 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ અને એસ.આર.પી. સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડી સહિતના વીજજોડાણોની સઘન તપાસ કરાઈ હતી. વીજતંત્ર દ્વારા ગેરરીતિ બદલ કુલ રૂ.139.78 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા છે. નિયમોનુસાર કાર્યવાહી કરીને વીજચોરો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. આ ચેકિંગ ધામલેજ, ગોવિંદપરા, ગાંગેથા, પીપળવા, સાસણ, ભાલછેલ, ચિત્રોડ, વિથલપુર, પીખોર, સોળાજ, સુંદરપરા, ડારી, ઊંબા ઉકડીયા, ખારવા વાડ, આરબ ચોક અને પ્રભાસપાટણ સહિતના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. વીજતંત્રની આ ઝુંબેશને કારણે વીજચોરી કે વીજવપરાશમાં ગેરરીતિ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અધીક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડ તથા વેરાવળના કાર્યપાલક ઈજનેર એસ. બી. ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પણ ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવવામાં આવશે. શંકાસ્પદ વીજજોડાણો પર સઘન નજર રાખવામાં આવશે તેમ વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. ગીર સોમનાથમાં 128 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ ગીર સોમનાથ જિલ્લામાં વીજચોરી અને વીજ ગેરરીતિ સામે પીજીવીસીએલ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ બીજા દિવસે પણ ચાલુ રહી હતી. પીજીવીસીએલ વર્તુળ કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચાર તાલુકાઓમાં એકસાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડી મળી કુલ 815 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કુલ 128 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. વીજચોરી અને ગેરરીતિના આ કેસોમાં પીજીવીસીએલ દ્વારા નિયમોનુસાર કાર્યવાહી કરી કુલ રૂ. 51.92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગેરરીતિ ઝડપાતા સંબંધિત વીજ ગ્રાહકોને દંડના બિલ આપવામાં આવ્યાં હતાં. પીજીવીસીએલની વિભાગીય કચેરી દ્વારા આજે તાલાળા, પ્રાચી અને સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં વીજચોરી સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. ચેકિંગ માટે કુલ 54 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા વીજ મીટર, કનેક્શન અને વીજ વપરાશની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. રહેણાંક મકાનો ઉપરાંત વેપારી એકમો અને ખેતીવાડી કનેક્શનોને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યાં હતાં. સતત બીજા દિવસે પણ એકસાથે અનેક વિસ્તારોમાં વીજ ચેકિંગ થતાં ગેરકાયદે વીજ જોડાણ અને વીજચોરી કરતા તત્વોમાં કાર્યવાહીનો ભય જોવા મળ્યો હતો. પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં પણ વીજચોરી અને ગેરરીતિ સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    U.N. મહેતા હોસ્પિટલમાં બાળક ગુમ થતાં 'પિંક કોડ' જાહેર કરાયો:CCTV તપાસતાં બાળકના વાલી જ વોર્ડ બહાર લઈ ગયાનું સામે આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો
    Next Article
    રૂ. 54 લાખનો ખર્ચ પાણીમાં !:રાજકોટનાં રેલનગર બ્રીજમાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યાથી મેયર સાવ અજાણ ! માસૂમિયત સાથે કહ્યું- આપના માધ્યમથી વાત ધ્યાનમાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment