Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપાનું રાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક બહુમાન:'બેસ્ટ ગ્રીન ટ્રાન્સપોર્ટ ઇનિશિયેટિવ' માટે UMI કમેન્ડેશન એવોર્ડ, શહેરમાં ઈ-બસમાં 8 મહિનામાં 50 લાખ લોકોની મુસાફરી

    2 days ago

    ઓડિશાના ભુવનેશ્વર ખાતે આયોજિત 19મી 'અર્બન મોબિલિટી ઇન્ડિયા' કોન્ફરન્સમાં ભાવનગર મહાનગરપાલિકાએ રાષ્ટ્રીય સ્તરે ઈતિહાસ રચ્યો છે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ભાવનગર રને 'બેસ્ટ ગ્રીન ટ્રાન્સપોર્ટ ઇનિશિયેટિવ' કેટેગરી-1 અંતર્ગત પ્રતિષ્ઠિત 'કમેન્ડેશન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઈ-બસ સેવા કરનારું ભાવનગર પ્રથમ શહેર બન્યું હતું આજે આયોજિત સમારોહમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરના હસ્તે આ પુરસ્કાર આપાવમાં આવ્યો હતો. મેટ્રો અને ટિયર-1 શહેરોની હરીફાઈ વચ્ચે ભાવનગર જેવા ટિયર-2 શહેરે રાષ્ટ્રીય કક્ષાનો આ એવોર્ડ જીતીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કેન્દ્ર સરકારની 'પી.એમ. ઈ-બસ સેવા' ફેઝ-2 અંતર્ગત ઇલેક્ટ્રિક બસ સેવા શરુ કરનાર ભાવનગર સમગ્ર રાજ્યનું પ્રથમ શહેર બન્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની રૂ.400 કરોડથી વધુની વિશેષ આર્થિક સહાયથી મહાનગરપાલિકાએ ટૂંકા સમયમાં જ 100 ઇલેક્ટ્રિક બસોનું વિશાળ નેટવર્ક ઊભું કર્યું છે. ઈ-બસમાં 8 મહિનામા 50 લાખ લોકોની મુસાફરી પ્રોજેક્ટની મુખ્ય સિદ્ધિઓ તથા આંકડાકીય વિગતોઓમાં 14 ફેબ્રુઆરી 2026થી અત્યાર સુધીમાં 50 લાખથી વધુ 50,24,940 મુસાફરો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે રોજના 32,000 થી 34,000 નાગરિકો આ એસી ઈ-બસમાં સફર કરે છે, 20 રૂટ પર 206 કિમીના નેટવર્ક સાથે દૈનિક 21000 'ગ્રીન કિલોમીટર'નું સફળ સંચાલન કરી હજારો મેટ્રિક ટન CO2 વાયુ અટકાવી પર્યાવરણનું રક્ષણ કરાયું છે, SaaS-આધારિત ITMS અને CEPT યુનિવર્સિટીના 'ETRAM' ટૂલ વડે બસોનું વૈજ્ઞાનિક સંચાલન થાય છે. શહેરને પ્રદુષણમુક્ત રાખવામાં મહત્વનું યોગદાન આ સિવાય સ્માર્ટ એપ અને 'ડિજિટલ પાસ સિસ્ટમ' દ્વારા 6274 થી વધુ પાસ જનરેટ થયા છે, સિટી બસમાં હાલ 64 મહિલા કંડક્ટર્સ ફરજ બજાવી રહી છે, જે મહિલા મુસાફરોને સુરક્ષિત અને પારિવારિક વાતાવરણ પૂરું પાડે છે શહેરી વિકાસ મંત્રાલય અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ દ્વારા ઉત્કૃષ્ટ અમલીકરણને ધ્યાને રાખી ભાવનગરની પસંદગી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ આ રાષ્ટ્રીય એવોર્ડ ઈ-બસ પસંદ કરી શહેરને પ્રદૂષણમુક્ત રાખવામાં યોગદાન આપનાર ભાવનગરના પ્રત્યેક નાગરિકને સમર્પિત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પતિ દારૂ પી પરિણીતાને માર મારતો, નોનવેજ ખાવા દબાણ કરતો:દીકરીનો જન્મ થતા ઝઘડા કરી ₹ 5 લાખની માંગણી કરી, ત્રાસથી કંટાળી પતિ સહિત સાસરિયા સામે મહિલાની પોલીસ ફરિયાદ
    Next Article
    JDUએ અનંત સિંહને પાર્ટીમાંથી કાઢી મૂક્યા:સ્પીકર પાસે વિધાનસભાની સભ્યતા રદ કરવાની ભલામણ, પાર્ટી લાઇનથી અલગ થઈને ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment