Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ દારૂ પી પરિણીતાને માર મારતો, નોનવેજ ખાવા દબાણ કરતો:દીકરીનો જન્મ થતા ઝઘડા કરી ₹ 5 લાખની માંગણી કરી, ત્રાસથી કંટાળી પતિ સહિત સાસરિયા સામે મહિલાની પોલીસ ફરિયાદ

    3 days ago

    રાજકોટમાં વધુ એક પરિણીતાને સાસરિયાનો ત્રાસ આપવામાં આવતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતિ દારૂ પી ઝઘડા કરતો અને ખોટી શંકાઓ કરી અવારનવાર પરણિતા સાથે મારકૂટ કરતો હતો. એટલું જ નહીં પરિણીતા શાકાહારી હોવા છતાં જબરદસ્તી તેને નોનવેજ ખાવા દબાણ કરતા અને દીકરીને જન્મ આપતા તે મને વારસદાર ન આપ્યો કહી મારકૂટ કરી અવારનવાર દહેજ માટે રૂપિયા 5 લાખની માંગણી કરતો હતો. જેનાથી કંટાળી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ-સસરા અને નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાના-નાની સાથે રહેતી પરિણીતાએ નોંધાવી ફરિયાદ ફરિયાદીએ જણાવ્યું હતું કે, હું મારા નાના-નાનીના ઘરે છેલ્લા એકાદ વર્ષથી મારી દીકરી સાથે રહુ છું અને ઘરકામ કરુ છુ. મારા લગ્ન મહેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. આ લગ્નજીવનથી મારે સંતાનમાં એક દીકરી છે. જે હાલ મારી પાસે છે. લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં પતિ, સાસુ-સસરા અને નણંદ સાથે રહેતા હતા. લગ્ન સમયે પતિ દુકાન ચલાવતા હતા અને નોકરી કરતા હતા જ્યારે મારા નણંદ અપરણિત છે અને નોકરી કરે છે. સાસરિયાઓ જબરદસ્તી નોનવેજ ખાવા દબાણ કરતા લગ્ન બાદ ઘર સંસાર 6 મહિના સારી રીતે ચાલ્યો બાદ મારી તથા મારા પતિની જ્ઞાતિ અલગ-અલગ હોય જેથી મારા સાસરીયા વાળા કહેતા કે અમારા સમાજમાં 5 લાખ રૂપિયા રોકડા આપવા પડે અમારે ખાલી આણુ ચાલે નહી અને મારા પતિ સાસરીયા વાળાઓ જેઓ માંસાહારી હોય અને હુ માંસાહાર ખાતી ન હોય તો મને મારા સાસરીયાવાળા પણ પરાણે ખવડાવતા અને હુ ના પાડુ તો તેઓ મારી સાથે જબરદસ્તી કરતા. કોરોના સમયે પતિએ મારી સાથે ઝગડો કરી મને કહ્યું કે તુ તારા માવતરેથી 5 લાખ રુપિયા લઇ આવ નહીંતર તને ઘરમાથી કાઢી મુકીશું અને હું બીજી પત્ની બેસાડીશ અને તને માંસાહાર બનાવતા નથી આવડતુ અને તુ તારા માવતરેથી પૈસા નથી લાવતી તો તારુ શુ કામ છે અને તુ ગુજરાતી છે હુ બીજીને લાવીશ એમ કહી મારી સાથે ઝગડો કરી રાત્રે 12.30 વાગ્યે માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. સમાધાન કરી મારા પતિ સાથે અલગ રહેવા મોકલી હતી ત્યારે હું બે મહિના મારા નાના-નાનીના ઘરે રીસામણે રહેલ બાદ મારા પતિ તથા સાસુ-સસરાએ મારા નાના-નાનીને કહ્યું કે હવે તમારી દીકરીને હેરાન નહી કરી અને દીકરીને અલગ કરી દેશું જેથી ઝગડો નહી થાય ત્યારે મારા નાના-નાનીએ મને 15,000 રોકડા આપી અને મને સમાધાન કરી મારા પતિ સાથે અલગ રહેવા મોકલી હતી. બાદ હુ તથા મારા પતિએ 3 મહિના ભાડાના મકાનમા રહ્યા હતા. ત્યારે પણ મારા પતિ દારૂ પીને આવી મારકુટ કરતા હતા. જે બાદ ફ્લેટમાં ભાડે રહેવા ગયા ત્યાં 7 મહિના રહ્યા ત્યાં પણ પતિ દારૂ પીને આવતા અને મને મારકૂટ કરતા. તારુ ચારીત્ર્ય ખરાબ છે કહી ખોટી શંકા કરી ઝગડાઓ કરતા મારા પતિને દારૂ પીને તું મારે જોઈતી નથી તારે બીજા પુરુષ સાથે સંબંધ છે અને તારુ ચારીત્ર્ય ખરાબ છે એવુ કહી ખોટી શંકા કરી ઝગડાઓ કરતા હતા. સવારે હુ એકલી મારા નાના-નાનીના ઘરે જતી રહી હતી. પતિને જુગાર રમવાની ટેવ હોવાથી પૈસા હારી જતા દેવું થઇ ગયું હતું અને દુકાન વેંચાઈ ગઈ હતી. હુ મારા નાના-નાનીના ઘરે રોકાવા જતી રહી હતી. બાદમાં ફરી મારા સાસુ-સસરા મારા નાના-નાનીના ઘરે આવી અને કહ્યું કે તમારી દીકરીને મોકલી દો હવે પછી મારો દીકરો તમારી દીકરીને હેરાન નહી કરે. જેથી મારા નાના-નાનીએ મને સમજાવી અને ફરી મારા પતિ સાથે તેડી ગયા હતા. જે બાદ મારા પતિએ મારા નાનાને કહ્યું કે તમારી દીકરીને થોડુક ઘર વસાવી દો ત્યારે મારા નાનાએ 80,000 રોકડા મારા પતિ તથા સસરાને આપ્યા અને અમો બંને પતિ-પત્ની ફ્લેટમાં રહેતા હતા. દીકરો જોઇતો હતો એટલે દીકરીને જોવા પણ આવ્યા નહી ત્યારબાદ મને પ્રેગનેન્સી સમયે પણ મારા પતિમાં કોઈ સુધારો આવ્યો નહી અને મને પ્રેગનેન્સીના સમયમાં મારા પતિ ઘરમાં એકલી પુરી બહારથી બંધ કરી જતા રહેતા અને પાંચ દિવસ સુધી ઘરે આવતા નહી અને ઘરમાં કરિયાણાનો કોઇ સામાન લઈ આપતા નહી ક્યારેક હુ મારા સસરાને કહેતી તો ક્યારેક કરિયાણાનો સામાન આપી જતા અને ક્યારેક હું મારા માતાને કહેતી તો મારા નાના મારા માતા પૈસા આપતા. જેથી મારા માતા મને વસ્તુ આપી જતા અને થોડાક દિવસોમા મને દીકરીનો જન્મ થયો અને જે મારા પતિ તથા સાસરીવાળાને ગમ્યું નહી અને મારા પતિ તથા સાસુ-સસરાને દીકરો જોઇતો હોય જેથી મને તથા મારી દીકરીને જોવા આવ્યા નહી અને હોસ્પિટલથી જ મારા માતા મને તેડી મારા નાના-નાનીના ઘરે મુકી ગયા બાદ બે મહિના પછી મારી માતાએ મારા પતિ તથા સાસુ-સસરાને ફોન કરી કહ્યું કે અમો જીયાણુ કરી છી તમે આવો અને સમાધાન કરી મારી દીકરી તથા તમારી પૌત્રીને તેડી જાવ. હોસ્પિટલમાં ડોક્ટર સાથે પણ ઝઘડો કર્યો હતો દીકરી સાતેક મહિનાની થઇ ત્યારે પતિ સામેથી આવી અને મારા નાના-નાની પાસે માફી માંગી અને કહ્યું કે તે દીવસે મે દારૂ પીધેલ હોવાથી બધુ બોલી ગયો અને મને મારી ભુલ સમજાઇ ગઇ છે જેથી હુ મારા જીયાણાની તમામ વસ્તુ અને મને મારા નાનાએ આપેલી મારી સોનાની વિંટી અને મારી દીકરીનો ચેઇન, સોનાનો ઓમકાર, સોનાની નાની બુટી, ચાંદીની કડલી, ઝાંઝરી લઇ ગઈ હતી. દીકરી પંદર મહીનાની થઇ ત્યારે મંત્રમ હોસ્પિટલમા દાખલ કરવી પડી હતી ત્યારે મારા નાના 10,000 રોકડા હોસ્પિટલે આવી આપી ગયા હતા અને દીકરીને પાંચ દીવસ બાદ હોસ્પિટલમાથી રજા આપવાની ત્યારે મારા પતિ ડોકટર સાથે ઝગડો કરવા લાગ્યા અને કહ્યું કે તારા નાનાને કે દીકરીનો અડધો ખર્ચ આપે ત્યારે મે ના પાડી કે મારા નાના હવે પૈસા નહી આપે ત્યારે મારા પતિએ કહ્યું કે તુ 5 લાખ લાવતી નથી અને તે દીકરીને જન્મ આપ્યો છે તે મને વારસદાર નથી આપ્યો એટલે તુ મારે નથી જોઇતી. પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી મારા પતિ મારી સાથે ઝગડો કરવા લાગ્યા અને મે ગળામા પહેરેલ મંગલસુત્ર ખેંચી અને કહ્યું કે મારે તુ જોતી જ નથી ત્યારે મે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. 5 ઓગસ્ટ, 2024ના રોજ નોટરી કરાર આધારિત છુટાછેડા કર્યા હતા અને હુ મારા નાના-નાનીના ઘરે મારી દીકરી સાથે જતી રહી ત્યારે હુ 10 દીવસ ત્યાં રહી અને ફરી મારા પતિ તથા સાસુ-સસરા મને સમાધાન કરી તેડી લઇ ગયા ત્યારે મારા પતિ ભાડેથી રહેતા અને હુ ત્યાં ગઈ ત્યારે મને ખબર પડી કે મારા પતિએ મારા કરીયાવરનો અમુક સમાન વેચી દીધો જેથી મે મારા પતિને પૂછયું કે મારો સામાન ક્યાં છે ત્યારે મારા પતિએ કહ્યું કે સામાન મે વેચી નાખ્યો છે ત્યારે મારા પતિએ મને પટ્ટાથી માર મારી અને મારી દીકરીને ઉપાડીને પછાડેલ જેથી મારી દીકરીને હોસ્પિટલમા દાખલ કરી અને હુ ફરી જાતે મારા નાના-નાનીના ઘરે જતી રહી હતી અને હવે મારે સમાધાન કરી મારા પતિ સાથે રહેવુ ન હોવાથી ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    उत्तराखंड में होती है HR Number Plate वालों से मारपीट? Boycott Uttarakhand क्यों Viral | Social List
    Next Article
    ભાવનગર મનપાનું રાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક બહુમાન:'બેસ્ટ ગ્રીન ટ્રાન્સપોર્ટ ઇનિશિયેટિવ' માટે UMI કમેન્ડેશન એવોર્ડ, શહેરમાં ઈ-બસમાં 8 મહિનામાં 50 લાખ લોકોની મુસાફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment