Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UKમાં નોકરી કરતી યુવતીની પતિ-સાસુ સામે ત્રાસની ફરિયાદ:પતિએ પત્નીની કમાણીના આશરે 75 હજાર પાઉન્ડ ખર્ચી નાખ્યા, લાફા-ગડદાપાટુનો માર માર્યો

    8 hours ago

    મૂળ વડોદરા શહેરની ગોત્રી રોડ વિસ્તારની રહેવાસી અને UKમાં નોકરી કરતી પરિણીતાએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ દહેજની માંગણી, શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ પરત ન આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગોરવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદી અવનીબેન શાર્દૂલ પટેલના જણાવ્યા મુજબ તેમના લગ્ન વર્ષ 1999માં શાર્દૂલ અરવિંદભાઈ પટેલ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ તેઓ સાસરીમાં રહેવા ગયા હતા, જ્યાં પતિ અને સાસુ સરીયુબેન પટેલ નાની નાની બાબતોમાં ઝઘડા કરી માનસિક ત્રાસ આપતા હતા. પુત્રના જન્મ બાદ ઘરકામને લઈને વારંવાર અપમાનિત કરવામાં આવતી હતી તેમજ પિયર જવા માટે પણ મનાઈ કરવામાં આવતી હતી. વર્ષ 2004માં તેઓ ડિપેન્ડન્ટ વિઝા પર UK ગયા હતા. ફરિયાદ મુજબ વર્ષ 2025થી 2007 દરમિયાન પતિ કોઈ નોકરી કરતા નહોવાથી તેમણે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું. આ દરમિયાન પતિએ તેમની કમાણીના આશરે 75 હજાર પાઉન્ડ ખર્ચી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે વિરોધ કરતા પતિ મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા. વર્ષ 2014માં પતિ કેનેડા રહેવા જતા રહ્યા હતા અને મહિલા તથા પુત્રને સાથે રાખ્યા નહોતા. આ સમગ્ર ઘટનાક્રમને કારણે ફરિયાદી ડિપ્રેશનમાં આવી ગયા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.નતેઓ વર્ષ 2019માં ભારત આવ્યા ત્યારે પતિએ છૂટાછેડા લઈ લે કહીને લાફો માર્યો હતો. પતિ અને સાસુ માર મારતા હતા. આ ઉપરાંત લગ્ન સમયે અપાયેલા દાગીના અને દહેજ પણ પરત આપવામાં આવ્યું નહોતું. સમગ્ર મામલે પરિણીતાએ પતિ શાર્દૂલ પટેલ અને સાસુ સરીયુબેન પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી:અમિત શાહની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક, રૂપા ગાંગુલી સહિત 2 નાયબ મુખ્યમંત્રી બનશે
    Next Article
    Cinematic-style plan’: How a Bengaluru ‘accident’ unravelled into a murder-for-robbery plot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment