Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડીનાર બંદરે લાંગરેલા જહાજને એરેસ્ટ કરવા હાઇકોર્ટનો હુકમ:UKએ પ્રતિબંધિત કરેલું જહાજ ભાડે આપવામાં આવ્યું, કુલ 27 કરોડ જેટલી રકમ જમા કરાવવી પડશે અથવા ગેરંટી આપવી પડશે

    10 घंटे पहले

    ગુજરાત હાઇકોર્ટમાં એપકોર શિપિંગ લિમિટેડ દ્વારા જહાજ એમ.ટી.ઓનિરોઈ જે કેમરૂન દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર છે અને તેના માલિક માર્શલ આઇલેન્ડ્સની ગોલ્ડન ડોરાડો કંપની છે, તેની સામે દાવો દાખલ કરવામાં આવ્યો છે. એપકોરે 05 જૂન, 2026 ના રોજ જહાજના માલિક સાથે 60 દિવસ માટે જહાજ ભાડે લેવાનો કરાર કર્યો હતો અને પ્રતિ દિવસ 52 હજાર US ડોલર લેખે કુલ 31.20 લાખ US ડોલરનું એડવાન્સ ભાડું ચૂકવ્યું હતું. જહાજની ડિલિવરી 18 જૂન, 2026 ના રોજ વાડીનાર ખાતે આપવામાં આવી હતી. જહાજ ડિલિવરીના બે દિવસ પહેલાં એટલે કે 16 જૂન, 2026 ના રોજ યુનાઇટેડ કિંગડમ દ્વારા રશિયા સંબંધિત નિયમો હેઠળ આ જહાજ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેની જાણ વાદીને કરવામાં આવી ન હતી. 16 જુલાઈ, 2026 ના રોજ આ પ્રતિબંધની જાણ થતાં વાદીએ BIMCO Sanctions Clause હેઠળ તાત્કાલિક અસરથી કરાર રદ કર્યો હતો અને ઇજિપ્તના પોર્ટ સૈયદ ખાતે જહાજ પરત સોંપી દીધું હતું. એપકોર શિપિંગ લિમિટેડદ્વારા હાઈકોર્ટમાં દાવો કરાયો કરાર વહેલો પૂરો થવાને કારણે એપકોરે દાવો કર્યો છે કે વણવપરાયેલ એડવાન્સ ભાડાનું રિફંડ અને જહાજ પર બાકી રહેલા બળતણના મળીને કુલ 24.96 લાખ US ડોલર, તેમજ 18 ટકા વ્યાજ અને કાનૂની ખર્ચ 2.50 લાખ US ડોલર મળીને 20 નવેમ્બર, 2026 સુધીનો કુલ 29.03 લાખ US ડોલર ચૂકવવાના થાય છે. જે આશરે 27.07 કરોડ જેટલી રકમ થાય છે. આ જહાજ હાલમાં ગુજરાતના વાડીનાર બંદરે કાર્ગો ઓપરેશન માટે લાંગરેલું છે. જો માલ ખાલી કરીને જહાજ ભારતીય જળસીમા છોડીને જતું રહે, તો અરજદાર માટે પોતાના નાણાં વસૂલવા મુશ્કેલ બને તેમ હોવાથી જહાજની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. વાડીનાર બંદરે લાંગરેલા જહાજને એરેસ્ટ કરવા કોર્ટનો હુકમ કોર્ટને પ્રાથમિક દ્રષ્ટિએ વાદીનો કેસ યોગ્ય જણાતા એડમિરલ્ટી એક્ટ, 2017 હેઠળ આદેશ આપ્યો છે કે ગુજરાતના વાડીનાર બંદરે રહેલા M.T. ONEIROI જહાજને તેના તમામ સાધનસામગ્રી, એન્જિન અને બળતણ સહિત તાત્કાલિક અસરથી એરેસ્ટ કરવામાં આવે. કોર્ટના આગામી આદેશ સુધી આ જહાજ વાડીનાર બંદર કે કોર્ટની હદ છોડી શકશે નહીં. વધુ સુનાવણી 30 નવેમ્બરે યોજાશે વાડીનાર પોર્ટ-દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કસ્ટમ સત્તાવાળાઓને ઈમેલ દ્વારા મળેલી આદેશની નકલના આધારે તાત્કાલિક જહાજને રોકવાની કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી વધુ કાર્યવાહી 30 નવેમ્બરે રાખી છે. જો કે પ્રતિવાદીઓ અરજદારને 3 દિવસની આગોતરી જાણ કરીને તે પહેલાં પણ કોર્ટ સમક્ષ હાજર થઈ શકે છે. જો પ્રતિવાદીઓ 29.03 લાખ US ડોલરની બેંક ગેરંટી, PI ક્લબનું લેટર ઓફ અંડરટેકિંગ અથવા રોકડ રકમ કોર્ટમાં જમા કરાવે તો જહાજને મુક્ત કરવામાં આવશે અને તેને મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે. જહાજની ધરપકડ અને જાળવણીનો પ્રાથમિક ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે. વધુમાં જો ભવિષ્યમાં આ ધરપકડ અયોગ્ય ઠરે અને જહાજને નુકસાન થાય તો વળતર ચૂકવવાની વાદીની બાંયધરી કોર્ટે રેકોર્ડ પર લીધી છે.
    Click here to Read More
    Previous Article
    લિફ્ટ અધવચ્ચે બંધ પડતા ગર્ભવતી મહિલા અને 108નો સ્ટાફ ફસાયો:વેસુ હેલ્થ સેન્ટરમાં અફરાતફરી મચી, ફાયર વિભાગે સાધનોની મદદથી દરવાજો ખોલી તમામનો બચાવ કર્યો
    Next Article
    Anupam Kher On Reports Claiming Rs 400-500 Crore Net Worth: "I Don't Even Have 10% Of It"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment