Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UGVCLના ગોડાઉનમાં પાછળ લગાવેલા કેમેરા ત્રાંસા કરી ચોરી:મોડાસાના લીંભોઈ નજીકથી‎ 750 કિલોના વાયરની ચોરી‎

    2 days ago

    મોડાસાના લીંભોઈ ગામની સીમમાં આવેલા UGVCLના પ્રાદેશિક સ્ટોરના ખુલ્લા ગોડાઉનમાંથી તસ્કરો ઓનલાઇન હરાજી થયેલ બિનઉપયોગી સ્ક્રેપ એલ્યુમિનિયમના 750 કિલો તારની ચોરી કરીને પલાયન થઈ જતાં મોડાસા રૂરલ પોલીસે 70હજારની ચોરીના મુદ્દામાલનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તા.30 જુલાઈએ પ્રાદેશિક સ્ટોરના ગોડાઉનમાં યુજીવીસીએલના બિન ઉપયોગી સ્ક્રેપના સામાનની ઓનલાઇન હરાજી થઈ હતી અને ત્યારબાદ રાત્રે તસ્કરો સ્ટોરના ગોડાઉનના પાછળના ભાગેથી ઘૂસ્યા હતા. પીવીસી પાઇપથી સીસીટીવી કેમેરા ત્રાંસા કરી ચોરીને અંજામ આપ્યો હતો. ગોડાઉનના સિનિયર ક્લાર્ક અલ્પેશભાઈ જે. પટેલે યુજીવીસીએલના નાયબ ઇજનેર શશીકાંત ડામોરને જાણ કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હરાજી થયેલ સ્ક્રેપ એલ્યુમિનિયમનો રૂ.70હજારનો 750 કિલા સામાનની બે થી ત્રણ તસ્કરોએ ચોરીને અંજામ આપી પલાયન થઈ જતાં નાયબ ઇજનેર શશીકાંત ભુપેન્દ્રભાઈ ડામોર રહે. ધંધાસણ તા. શામળાજીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ મેળવવા તજવી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું માથું ફોડ્યું, રોડ પર લોહીથી લથબથ લાશ:નંદાસણમાં પિકઅપથી કારને ટક્કર મારી, રિક્ષામાંથી શખસો ઉતર્યા ને ફરી વળ્યા; ચોરી બાબતની બબાલમાં હત્યા
    Next Article
    થાઈલેન્ડની શાળામાં વિદ્યાર્થીએ ફાયરિંગ કર્યું:6 લોકોનાં મોત, ઘણા ઘાયલ; હુમલાખોર વિદ્યાર્થી પણ હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment