Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UGVCLની લાલિયાવાડીથી ખેડૂતે પિત્તો ગુમાવ્યો:ગાંધીનગરના છાલામાં ખેતરમાં નમી ગયેલી જોખમી વીજ લાઈનને તાળાબંધી કરી, 100 બોરનો વીજ પૂરવઠો ખોરવાયા બાદ પૂર્વવત

    6 घंटे पहले

    ગાંધીનગર જિલ્લાના છાલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખેતરમાં નીચા લટકતા જીવતા વીજ વાયર મુદ્દે વારંવાર રજૂઆતો કરી છતાં UGVCL તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે કંટાળેલા ખેડૂતે વીજ લાઈનને જ તાળાબંધી કરી દીધી. જેના કારણે છાલા ફીડર હેઠળ આવતા આશરે 100 બોરનો વીજ પૂરવઠો ખોરવાઈ ગયો. આ ઘટનાના પગલે વીજ તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. વીજ વાયરો નીચે આવી જતા ખેડૂતને હાલાકી છાલા સબ સ્ટેશનમાંથી નીકળી દશેલા ગામના સિમાડા સુધી જતી 11KV વીજ લાઈનને છાલા ફીડર કહેવાય છે. તેના પર છાલા ગામ તથા અન્ય જગ્યાઓના આશરે 100 બોર નિર્ભર છે. છાલાના રહેવાસી અશોકભાઈ બાબુભાઈ પટેલ (ગ્રાહક નં. 26707/01033/4) દ્વારા UGVCL ચિલોડા-2 ખાતે છેલ્લા ઘણા સમયથી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી કે, જે જગ્યાએ તેમનો પોતાનો બોર આવેલો છે, ત્યાંથી પસાર થતી ડી.ટી. (D.T.) મેન લાઇનના વાયર વાવાઝોડા અને વરસાદના કારણે બિલકુલ નીચા આવી ગયા છે. રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં તેમ છતાં વીજ તંત્ર ધ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ અંગે ખેડૂતે કહ્યું કે,ખેતરમાં જમીનથી લાઇન માત્ર દસેક ફૂટ નીચી આવી ગઈ છે. જેથી જીવને જોખમ ઊભું થતા તત્કાલ મેન્ટેનન્સ કરવાની માંગ કરાઈ હતી. ખેતીની કામગીરી અને બોર સુધી પહોંચવામાં નીચા લટકતા વાયરના કારણે ભયંકર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. 'વીજ લાઇનને તાળા મારી દેવાની ફરજ પડી' ખેડૂતનો આક્ષેપ છે કે વારંવાર લેખિત રજૂઆતો અને અરજીઓ કરવા છતાં તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવાને બદલે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં જવાબદાર અધિકારીએ ખેતરમાં ટ્રેક્ટર લઈ જવાની શું જરૂર છે તેવું કહીને હાથ અધ્ધર કરી લેવાયા હતા. આ મુદ્દે 3 જૂન અને 3 નવેમ્બરના રોજ પણ નાયબ ઇજનેર, ચિલોડા-2ને તાકીદે મેન્ટેનન્સ કરવાની માંગ કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરાતા અને જીવને જોખમ હોવાથી ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનને તાળા મારી દેવાની ફરજ પડી છે. જેના પગલે વીજ તંત્ર ધ્વારા તાત્કાલિક લાઇન મરામતની જગ્યાએ મારા વિરુધ પોલીસમાં ફરિયાદ કરી દેવાઈ છે. ફીડર થકી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો આ અંગે UGVCLના ઇજનેર દેસાઈએ કહ્યું કે, ખેડૂતના ખેતરમાં લાઇન નીચે આવી ગઈ હોવાની અરજી મળી છે. ખેડૂતે વીજ લાઇનને તાળાબંધી કરી દીધી હોવાની માહિતી મળતા ટીમો રવાના કરાઈ છે. અન્ય લોકોને હાલાકી ભોગવવી પડે નહીં માટે બીજા ફીડર થકી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. ખેડૂતની માંગ છેકે વીજ પોલ ખેતરમાંથી દૂર કરી આપો. જેના માટે ખેડૂતે અરજી કરવાની હોય છે. બાદમાં સર્વે કરીને આગળની ઘટતી કાર્યવાહી કરવાની રહેતી છે. બીજી તરફ છાલા સબ સ્ટેશનથી દશેલા સિમાડા સુધીના વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી આ જોખમી સ્થિતિ તંત્રની નિષ્ક્રિયતા અને હવે આશરે 100 બોરનો વીજ પૂરવઠો ખોરવાવાની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રનમાં 2 લોકોના મોત:ભારદારી વાહનનો ચાલક અકસ્માત સર્જી ફરાર, બ્રિજ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા
    Next Article
    Delhi Bharat Mandapam | દિલ્હીમાં 'વિકસિત ભારત 2047' થીમ પર સંમેલન | PM Modi | FICCI | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment