Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UGC-NET પરીક્ષામાં ગેરરીતિ રોકવા ભુજમાં કડક નિયમો:કેન્દ્રની 200 મીટર આસપાસ મોબાઈલ, કોપી મશીન પર પ્રતિબંધ

    10 hours ago

    કચ્છ જિલ્લામાં UGC-NET JUNE-2026ની પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા 9 અને 10 સપ્ટેમ્બર, 2026ના રોજ પરીક્ષા યોજાનાર હોવાથી પરીક્ષા કેન્દ્ર તેમજ તેની આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાર્થ કોટડીયાએ આદેશ આપ્યો છે. આ આદેશ ભુજ સ્થિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ખાતે આવેલા પરીક્ષા કેન્દ્રને લાગુ પડશે. કેન્દ્રની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં 9 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યાથી 10 સપ્ટેમ્બરના રાત્રે 8 વાગ્યા સુધી વિવિધ નિયંત્રણો અમલમાં રહેશે. પરીક્ષા કેન્દ્રની નજીક પાંચથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. સરઘસ કાઢવા અથવા સૂત્રોચ્ચાર કરવા પર પણ પ્રતિબંધ રહેશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે કેન્દ્રની આસપાસના વિસ્તારમાં કોપી મશીન ચલાવવા પર રોક લગાવાઈ છે. વ્યવસાયિક હેતુથી કોપી મશીન ધરાવતા સંચાલકોએ આ સમયગાળા દરમિયાન મશીન બંધ રાખવા પડશે અને કોઈપણ દસ્તાવેજ કે કાગળની નકલ કરી શકાશે નહીં. પરીક્ષા કેન્દ્રના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસ બંદોબસ્ત રહેશે. પ્રવેશિકા ધરાવતા પરીક્ષાર્થીની ચકાસણી કર્યા પછી જ તેને પ્રવેશ અપાશે. પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ, નિરીક્ષકો તથા અન્ય ફરજ પરના કર્મચારીઓને પણ અધિકૃત ઓળખપત્રની તપાસ બાદ પ્રવેશ મળશે. પોલીસ કર્મચારીઓને વર્ગખંડમાં પ્રવેશ ન કરવાની સૂચના અપાઈ છે. સુરક્ષા માટે 200 મીટરના વિસ્તારમાં મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ, ઇયરફોન, લેપટોપ, પેન કેમેરા, ઇન્ટરનેટ સાથે જોડાયેલા ઉપકરણો સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જાહેર સ્થળે જોરથી સંગીત વગાડવા પર પણ રોક રહેશે. અંગત ઉપયોગ માટે કોપી મશીન વાપરનાર વ્યક્તિઓ તથા ફરજના ભાગરૂપે એકત્ર થનારા અધિકૃત કર્મચારીઓને સંબંધિત કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ અપાઈ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. પોલીસ વિભાગને જાહેરનામાનો અમલ કરાવવા અને ભંગના કિસ્સામાં કાર્યવાહી કરવાની સત્તા અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ આક્રમક:સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ધરણાં, AAPના ધારાસભ્યો સુકાયેલો પાક લઈને પહોંચ્યા; ખેડૂતને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
    Next Article
    લાંઘણજમાં યુવકનું ઈકોમાં અપહરણ કરી ઢોરમાર માર્યો:અંગત અદાવતમાં ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment