Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઇદના દિવસે UCCના વિરોધમાં AIMIMનું પ્રદર્શન:જુમ્મા મસ્જિદ બહાર 'UCC હટાવો દેશ બચાવો, UCC રદ કરો'ના બેનરો સાથે પ્રદર્શન, કહ્યું-લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે

    1 week ago

    ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર થવાનું છે ત્યારે આજે રમજાન ઈદના તહેવારના દિવસે અમદાવાદમાં AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક પ્રદર્શનકારીએ કહ્યું કે, આ બિલ લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે. AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. UCC હટાવો દેશ બચાવો, UCC રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેને લઇને પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને લઈ જવામાં આવ્યા હતા. ‘દેશની સંસ્કૃતિની વિરુદ્ધ છે’ વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે અમે આજે UCCનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ અમારી શરિયત કહેતી નથી. UCC રદ કરવાની સરકારને અમે માંગ કરીએ છીએ. ઉત્તરાખંડમાં UCCનો વિરોધ નથી કરવામાં આવ્યો, પરંતુ અમે ગુજરાતમાં રહીએ છીએ એટલે અમે અહીંયા ગુજરાતમાં તેનો વિરોધ કરીશું તેમ કહ્યું હતું. દેશની સંસ્કૃતિની વિરુદ્ધ છે. UCC નાબુદ થવું જોઈએ એવી માંગ કરવામાં આવી હતી. આ પણ વાંચો ગુજરાત UCC બિલના વિવાહથી વારસા સુધીના નિયમો ગત 18 માર્ચે UCC બિલ અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. હવે આ બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. UCCના આ ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. સમાન વારસા હકમાં બિન-વસીયતીના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી માતા-પિતા(એક હિસ્સો), પત્ની/પતિ, બાળકો વચ્ચે સરખા ભાગે થશે. જ્યારે વારસાઇમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો રહેશે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) UCC ડ્રાફ્ટ વાંચવા અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ ટાઢા પડ્યા, ઈરાનના ઓઈલની ખરીદીની છૂટ આપી:ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ નહીં વધે; ગ્લોબલ માર્કેટમાં 14 કરોડ બેરલ ઓઈલ પહોંચશે
    Next Article
    400 કરોડ ફ્રોડના માસ્ટરમાઈન્ડનો સાગરીત વડોદરાથી દબોચાયો:ધો.12 પાસ સોમપુરીએ ટ્રેડિંગના નામે સુરતી વેપારીના 56 લાખ ખંખેર્યા, દુબઈ-બેંગકોકની 18 ટ્રીપનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment