Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UCC બિલ અંગે તૈયારીઓ શરૂ:આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થશે, કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી

    11 hours ago

    ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે (17 માર્ચ) કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા થશે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. વિધાનસભામાં આજે ચૂંટણી પંચના ખર્ચ અંગે ચર્ચા કરવા મુદ્દે ઉઠેલા પોઇન્ટ ઓફ ઓર્ડર પર તીવ્ર ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે ચૂંટણી ખર્ચની ચર્ચા ગૃહમાં કેમ ન થઈ શકે અને આ ચર્ચામાં શું છુપાવવામાં આવી રહ્યું છે. તેમણે નોંધાવ્યું કે ગત 8 માર્ચની પૂરક માંગણીમાં ચૂંટણી ખર્ચનો મુદ્દો એજન્ડામાં સામેલ હતો, છતાં ચર્ચા અટકાવવામાં આવી રહી છે. સાથે જ તેમણે સરકારના વિભાગોમાં ખામીઓ હોવાનો પણ ઉલ્લેખ કર્યો અને કાપ દરખાસ્તો રદ કરવા પાછળના કારણો પૂછ્યા. ‘બંધારણીય રીતે ચૂંટણી પંચની ટીકા ગૃહમાં કરી શકાતી નથી’ આ મુદ્દે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જવાબ આપતા જણાવ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને બંધારણીય રીતે તેની ટીકા ગૃહમાં કરી શકાતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચની ટીકા રૂપે કાપ દરખાસ્તો મૂકવામાં આવે છે, તેથી આ પ્રકારની ચર્ચા યોગ્ય નથી. ‘અનુદાનની માંગણીઓ પર ચર્ચા અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે’ લાંબી દલીલો બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ નિર્ણય આપતા જણાવ્યું કે અનુદાનની માંગણીઓ પર ચર્ચા અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે હાઇકોર્ટ અને ચૂંટણી પંચ સ્વાયત સંસ્થાઓ છે અને ગૃહમાં તેમની ચર્ચા થઈ શકતી નથી, કારણ કે આ સંસ્થાઓ ગૃહમાં ઉપસ્થિત નથી. ગોપાલ ઇટાલિયાના પોઇન્ટ ઓફ ઓર્ડર પર તેમણે સ્પષ્ટ કર્યું કે કામકાજ સલાહકાર સમિતિ દ્વારા કોઈ ફેરફાર કરાયો નથી અને અધ્યક્ષના નિર્ણય બાદ આ મુદ્દે વધુ ચર્ચા શક્ય નથી. 24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા બીજી તરફ, યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ લાવવા મુદ્દે કામકાજ સલાહકાર સમિતિની બેઠક સાંજે 5 વાગ્યે અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં સરકારી બિલ અંગે ચર્ચા થવાની છે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. વિધાનસભાની કાર્યવાહી 25 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં અંતિમ દિવસોમાં આ વિધેયકો રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. આ પણ વાંચો: માર્ચના છેલ્લા વીકમાં UCC બિલ વિધાનસભામાં લાવવા તૈયારીઓ CM-DYCMની દિલ્હી મુલાકાત બાદ ગુજરાતમાં UCC અંગે ચર્ચાઓ તેજ દિલ્હીમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય મુલાકાત બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચર્ચાઓ તેજ બની હતી. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રના નેતાઓ સાથે થયેલી બેઠકમાં રાજ્યમાં UCC લાગુ કરવાની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અગાઉથી આ મુદ્દે અભ્યાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સમિતિ રચી ચૂકી છે, જે વિવિધ વર્ગોના સૂચનો અને કાયદાકીય પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે. સૂત્રોનું માનવું છે કે, સમિતિનો અહેવાલ મળ્યા બાદ રાજ્ય સરકાર માર્ચના છેલ્લા વીકમાં વિધાનસભા સત્રમાં UCC સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ રજૂ કરી શકે છે અને તેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જો આ કાયદો અમલમાં આવે તો લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાગત હક જેવા મુદ્દાઓમાં તમામ નાગરિકો માટે એકસરખા નિયમો લાગુ થશે. ઉત્તરાખંડ બાદ ગુજરાત પણ UCC અમલમાં લાવનાર રાજ્યોમાં સામેલ થઈ શકે તેવી રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    US,Israel Iran War:परमाणु पर Donald Trump ने दी बड़ी चेतावनी,Iran के साथ खत्म होगा युद्ध l Netanyahu
    Next Article
    ઉના દલિતકાંડ: 10 વર્ષ બાદ ચૂકાદો:5 આરોપી દોષિત, 37 નિર્દોષ; આજે વેરાવળ કોર્ટ સંભળાવશે સજા; ગાયનું ચામડું ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment