Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV ક્રેશ:ધરમપુર ગામ નજીક આવેલા નેસ વિસ્તાર પાસે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં

    2 दिन पहले

    પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં UAV અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ફફડાટનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાના અહેવાલ સામે આવ્યા નથી. નિયમિત ઉડાન દરમિયાન અચાનક ક્રેશ થયું પ્રાથમિક માહિતી મુજબ નૌસેનાનું UAV નિયમિત ઉડાન દરમિયાન અચાનક ક્રેશ થયું હતું. ટેકનિકલ ખામી, હવામાનની અસર કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. ડ્રોન નીચે પટકાયાનો જોરદાર અવાજ સાંભળતા સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નેવી, પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેના, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને સામાન્ય લોકોને સ્થળથી દૂર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નૌસેનાના ટેકનિકલ નિષ્ણાતો દ્વારા UAVના કાટમાળનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. નૌસેનાએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા: સૂત્રો અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ UAV કયા કારણોસર ક્રેશ થયું તે અંગે નૌસેનાએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. નૌસેના માટે ખૂબ મહત્વનું કામ કરે છે UAV અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) એ એવું માનવરહિત વિમાન છે, જેમાં કોઈ પણ પ્રકારના હથિયારો લગાવવામાં આવતા નથી. તેને જમીન પરથી રિમોટ કંટ્રોલ અથવા પૂર્વનિર્ધારિત પ્રોગ્રામ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ભારતીય સશસ્ત્ર દળો ખાસ કરીને નૌસેના આવા UAVનો ઉપયોગ દરિયાઈ સરહદોની દેખરેખ, ગુપ્તચર માહિતી એકત્રિત કરવા, શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા, સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન, આપત્તિ દરમિયાન સર્વેક્ષણ તેમજ સંવેદનશીલ વિસ્તારોના સતત મોનિટરિંગ માટે કરે છે. હાઈ-રિઝોલ્યુશન કેમેરા, રડાર અને અન્ય અદ્યતન સેન્સરથી સજ્જ આ ડ્રોન જોખમી વિસ્તારોમાં માનવજીવનને જોખમમાં મૂક્યા વિના મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે, જેના કારણે સુરક્ષા અને દેખરેખની કામગીરી વધુ અસરકારક બને છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના 80 ટાર્ગેટ પર અમેરિકી હુમલા:હોર્મુઝમાં જહાજો પર ઈરાની હુમલા બાદ એક્શન; NATO સમિટમાં ટ્રમ્પ બોલ્યા- સીઝફાયર ખતમ
    Next Article
    18 ઈંચ વરસાદથી સુરતમાં તારાજી:ખેડૂત આંદોલન પાર્ટ -3 માટે રાજ્યકક્ષાની કમિટી રચાશે, TET ફરજિયાતના નિર્ણય સામે શિક્ષકો આક્રમક મૂડમાં,ભાજપ નેતાએ મનપાના કર્મચારીને ધમકાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment