Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું માનવરહિત UAV ક્રેશ:ધરમપુર ગામ નજીક આવેલા નેસ વિસ્તાર પાસે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં

    10 hours ago

    પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેસ વિસ્તારમાં UAV અકસ્માતગ્રસ્ત બનતા સ્થાનિકોમાં થોડા સમય માટે દોડધામ મચી હતી. જોકે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેનાના અધિકારીઓ, પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે અકસ્માતના કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પ્રાથમિક માહિતી મુજબ ક્રેશ થયેલું UAV ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ એરિયલ વેહિકલ હતું. હાલ ટેકનિકલ ખામી, હવામાન અથવા અન્ય કોઈ કારણસર UAV ક્રેશ થયું હતું કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યાં છીએ.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં LCBએ વિદેશી દારૂ ઝડપ્યો:સંખેડાના કઠોલી ગામેથી ઈકો ગાડીમાંથી રૂ. 2.93 લાખનો જથ્થો મળ્યો
    Next Article
    વેરાવળ-પાટણને જળબંબાકારમાંથી મુક્તિ માટે રૂ. 182 કરોડનો પ્રોજેક્ટ:હાઈ-ટેક સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનશે, સરકારની મંજૂરીની રાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment