Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝમાં ઈરાનનો UAE ટેન્કરો પર મિસાઈલ હુમલો, એક ભારતીયનું મોત:બહેરીન-જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો; USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી

    2 दिन पहले

    હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને UAEના બે તેલ ટેન્કરો પર ક્રુઝ મિસાઈલોથી હુમલો કર્યો છે. UAEના સંરક્ષણ મંત્રાલય અનુસાર, મોમ્બાસા અને અલ બહિયા નામના આ ટેન્કરો પરના હુમલામાં એક ભારતીયનું મોત થયું છે, જ્યારે 6 ભારતીયો સહિત 8 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે બહેરીનના અલ-જુફૈર સૈન્ય અડ્ડા અને અમેરિકી ફિફ્થ ફ્લીટના ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો. આ સાથે, જોર્ડનમાં પણ અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જોર્ડનની સેનાએ તેના હવાઈ ક્ષેત્રમાં 4 ઈરાની મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો છે. બીજી બાજુ, અમેરિકાએ પણ ઈરાન પર મોટા પાયે જવાબી સૈન્ય કાર્યવાહી કરી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, લગભગ પાંચ કલાક સુધી ચાલેલા હુમલાઓમાં બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક, અબુ મૂસા અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. CENTCOM એ અમેરિકી નાકાબંધીના આ ફાઇલ ફૂટેજ પણ જાહેર કર્યા… છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ 1. ટ્રમ્પની મોટી જાહેરાત - હોર્મુઝથી પસાર થતા જહાજો પર 20% ટેક્સ: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા કરશે. તેના બદલામાં ત્યાંથી પસાર થતા દરેક કાર્ગો જહાજ પર 20% સુરક્ષા ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે જ ઈરાની જહાજો અને તેના ગ્રાહકો પર નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. 2. અમેરિકાએ ઈરાનના સબમરીન અને નેવલ બેઝ પર હુમલો કર્યો: CENTCOM એ બંદર અબ્બાસ સ્થિત સબમરીન અને નેવલ મેઈન્ટેનન્સ ફેસિલિટી પર સી-ડ્રોનથી હુમલો કર્યો. આ હુમલા દ્વારા ઈરાનની નૌકાદળની સૈન્ય ક્ષમતાને સીધું નિશાન બનાવવામાં આવી છે. 3. ઈરાન બોલ્યું - હોર્મુઝ પરથી કંટ્રોલ નહીં છોડીએ: ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર મોહમ્મદ મોખબરે જણાવ્યું કે તેઓ હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખશે. અમેરિકાની દખલગીરી અને દબાણ સામે તેઓ ક્યારેય ઝૂકશે નહીં. 4. દાવો - રશિયાનું સ્પેશિયલ કમાન્ડ એરક્રાફ્ટ તેહરાન પહોંચ્યું: અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાનું ખાસ કમાન્ડ એરક્રાફ્ટ Tu-214PU તેહરાન પહોંચ્યું છે. આ અદ્યતન વિમાનનો ઉપયોગ પરમાણુ કે મોટા યુદ્ધ દરમિયાન રાષ્ટ્રપતિ અને સેનાના હવાઈ કમાન્ડ સેન્ટર તરીકે કરવામાં આવે છે. મિડલ ઈસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    સમય રૈના સાથે ફોટો વાઇરલ થવા પર ભડકી કુશા:કહ્યું- મારો મિત્ર નથી, પ્રાઈવેટ પાર્ટ પર જોક્સ કર્યા, ટ્રોમામાં થેરાપી લેવી પડી; જાણો આખો વિવાદ
    Next Article
    પંજાબી રેસલરના એક લાફાથી WWE ચેમ્પિયન ઢળી પડ્યો:બેભાન થયા પછી ઊભો જ ના થઇ શક્યો; જીત સાથે મહાબલી શેરાએ ટી-શર્ટ કાઢી હવામાં લહેરાવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment