Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થોડા સમય માટે બંધ કરાયેલું UAEનું એરસ્પેસ ફરી ખુલ્યું:ઈરાની હુમલા સામે એર ડિફેન્ડની જવાબી કાર્યવાહી; 47 હજાર મેટ્રિક ટનથી વધુ LPG લઈને બીજું જહાજ ગુજરાત પહોંચ્યું

    3 days ago

    શિવાલિક જહાજ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા પછી, બીજું એક LPG ટેન્કર, નંદા દેવી, ભારતમાં આવી પહોંચ્યું છે. નંદા દેવી વાડીનાર બંદર પર પહોંચી ગયું છે, જે 47,000 મેટ્રિક ટનથી વધુ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ વહન કરે છે. આ જહાજ ગુજરાતના વાડીનાર બંદર પર પહોંચી ગયું છે. મધ્ય પૂર્વમાં વધતા જતા સંકટ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થનાર આ બીજું જહાજ છે. બીજી તરફ, UAEએ પ્રાદેશિક તણાવમાં ઝડપથી થઈ રહેલા વધારા વચ્ચે, ઈરાન તરફથી આવતા મિસાઈલ અને ડ્રોન હુમલાઓના જોખમો સામે એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ, મંગળવારે થોડા સમય માટે બંધ કરાયેલું તેનું એરસ્પેસ ફરીથી ખોલી દીધું છે. બીજી તરફ, આ તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. ભારતના બે જહાજ આજે ગુજરાતના કંડલા પોર્ટ અને મુંદ્રા પોર્ટ પહોંચવાના છે. 'નંદા દેવી' જહાજ લગભગ 46 હજાર મેટ્રિક ટન LPG લઈને કંડલા પહોંચશે, જ્યારે 'જગ લાડકી' જહાજ લગભગ 81 હજાર ટન ક્રૂડ ઓઈલ લઈને મુંદ્રા પોર્ટ પહોંચશે. આ બંને જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ અને ગેસ લઈને ભારત આવી રહ્યા છે. આ પહેલા ભારતીય જહાજ શિવાલિક સોમવારે LPG લઈને ‘મુંદ્રા પોર્ટ’ પહોંચી ચૂક્યું છે. આ જહાજ પર લગભગ 46 હજાર મેટ્રિક ટન LPG છે, જે લગભગ 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર બરાબર છે. શિવાલિક જહાજના ભારત પહોંચવાનો વીડિયો… ભારતે હોર્મુઝ સ્ટ્રેટ નજીક બે યુદ્ધ જહાજ તૈનાત કર્યા ભારતે ઈરાન નજીક આવેલા વિશ્વના મહત્વના દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પાસે પોતાના બે યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. ANI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે ભારતીય નૌકાદળના આ ટાસ્ક ફોર્સ જહાજો ઓઈલ અને ગેસ લઈને ભારત આવતા વ્યાપારી જહાજો અને ટેન્કરોને સુરક્ષા આપશે. સાથે જ જરૂર પડ્યે તેમને દરેક પ્રકારની સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા ખતરા વચ્ચે ભારત પોતાના ઉર્જા સપ્લાય માર્ગ અને દરિયાઈ વેપારની સુરક્ષાને લઈને સતર્ક છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી:400નાં મોત, 250 ઘાયલ; PAKએ નશા મુક્તિ સેન્ટર પર બોમ્બ ફેંક્યા હોવાનો તાલિબાનનો આરોપ
    Next Article
    લોકસભામાં આજે જન વિશ્વાસ બિલ પાછું ખેંચાશે:વિપક્ષના 8 સાંસદોનું સસ્પેન્શન રદ થઈ શકે છે; પ્રિયંકાએ કહ્યું- હું આનાથી ખૂબ ખુશ છું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment