Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉદીમાં ઓઇલ રિફાઇનરી પર હુમલો:UAE-કતારના તેલ-ગેસ પ્લાન્ટ પર ડ્રોન હુમલો, સાઉદીએ કહ્યું- ઈરાન ધીરજની કસોટી ન લે; અમારી પાસે જવાબ આપવાની તાકાત

    1 day ago

    આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો 20મો દિવસ છે. ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ 'રાસ લફાન' પર હુમલો કર્યો, જેના કારણે 12 મુસ્લિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી. તેમણે ઈરાનને તાત્કાલિક હુમલાઓ બંધ કરવા જણાવ્યું છે. આ નિવેદન સાઉદી રાજધાની રિયાધમાં યોજાયેલી એક બેઠક બાદ આવ્યું છે, જેમાં સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ સહિત અનેક દેશોએ હાજરી આપી હતી. આ દેશોએ જણાવ્યું હતું કે ઈરાન રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે અને તેને કોઈપણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં. સાઉદી અરેબિયાએ પણ ઈરાનને કડક ચેતવણી આપી છે. સાઉદી વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અલ સઉદે કહ્યું, "અમારા દેશ પાસે ઈરાનને જવાબ આપવાની સંપૂર્ણ તાકાત છે. ઈરાનના હુમલા પૂર્વયોજિત લાગે છે અને તેમણે આપણી ધીરજની કસોટી ન કરવી જોઈએ." અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. કતારે ગુરુવારે મોટી કાર્યવાહી કરતા ઈરાનના કેટલાક મિલિટરી અને સિક્યુરિટી અધિકારીઓને “અનિચ્છનીય વ્યક્તિ” (Persona Non Grata) જાહેર કર્યા છે અને તેમને 24 કલાકમાં દેશ છોડવા માટે કહ્યું છે. આ કાર્યવાહી કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ 'રાસ લફાન' પર ઈરાની મિસાઈલ હુમલા બાદ કરવામાં આવી છે. આ હુમલાને કારણે ત્યાં આગ લાગી ગઈ હતી અને મોટું નુકસાન થયું હતું. આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે ઇઝરાયેલે ઈરાનના 'પાર્સ' ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને કતાર પર હુમલો કરી દીધો, ત્યારબાદ કતારે ઈરાન પર “રેડ લાઇન પાર કરવાનો” આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, ઈરાનમાં 3 લોકોને ફાંસી આપી દેવામાં આવી છે. આ લોકો પર જાન્યુઆરીમાં થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન 2 પોલીસકર્મીઓની હત્યા કરવાનો આરોપ હતો. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Noise Master Buds 2 review: Bose-tuned audio at a price that makes sense for India
    Next Article
    ઉમરગામમાં ગેરકાયદે ગેસ રીફીલિંગ નેટવર્કનો પર્દાફાશ:બે ભાઈઓ ઝડપાયા, રૂ. 18,100નો મુદ્દામાલ જપ્ત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment